આ શું થઈ ગયું? બ્રિટિશ પાર્ટનરે છોડ્યો ઈશા અંબાણીની કંપનીનો સાથ, એક પછી એક બંધ થવા લાગ્યા સ્ટોર

રિલાયન્સ રિટેલની કમાન ઈશા અંબાણી સંભાળે છે અને તે ચીન, અમેરિકા, બ્રિટનની અનેક કંપનીઓને ભારતમાં લાવ્યા છે. પરંતુ હવે એક મોટી કંપનીએ રિલાયન્સ રિટેલ સાથે ભાગીદારી તોડી છે. 

આ શું થઈ ગયું? બ્રિટિશ પાર્ટનરે છોડ્યો ઈશા અંબાણીની કંપનીનો સાથ, એક પછી એક બંધ થવા લાગ્યા સ્ટોર

ભારત અને એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી બિઝનેસ એક્સપાન્શન પર કામ કરી રહ્યા છે. કંપનીએ છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક વિદેશી કંપનીઓ સાથે ભાગીદારી કરી છે. ખાસ કરીને રિટેલ સેક્ટરમાં કંપની સતત પગપેસારો કરી રહી છે. રિલાયન્સ રિટેલની કમાન ઈશા અંબાણી સંભાળે છે અને તે ચીન, અમેરિકા, બ્રિટનની અનેક કંપનીઓને ભારતમાં લાવ્યા છે. પરંતુ હવે એક મોટી કંપનીએ રિલાયન્સ રિટેલ સાથે ભાગીદારી તોડી છે. 

તોડી ડીલ
મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ રિટેલ અને બ્રિટિશ પાર્ટનર ક્લાર્ક્સ (Clarks)વચ્ચે હવે ભાગીદારીનો અંત આવી ગયો છે. બ્રિટનની લોકપ્રિય ફૂટવેર બ્રાન્ડ ક્લાર્ક્સે રિલાયન્સ રિટેલ સાથે પોતાની ડીલ તોડી નાખી છે. અત્રે જણાવવાનું કે બે વર્ષ પહેલા જ રિલાયન્સ રિટેલ અને ક્લાર્ક્સ વચ્ચે ભાગીદારી થઈ હતી. બંનેએ જોઈન્ટ વેન્ચર બનાવ્યું હતું. ઈટીના રિપોર્ટ મુજબ હવે આ ડીલ મતભેદોના કારણે તૂટી ગઈ છે. 

કેમ તૂટી આ ડીલ
રિપોર્ટ મુજબ ભાગીદારીની શરતોને લઈને બંને કંપનીઓ વચ્ચે મતભેદ શરૂ થઈ ગયા. ત્યારબાદ બંને કંપનીઓ જોઈન્ટ વેન્ચર તરીકે કામ કરી શકતી નહતી. આ વિવાદને વધારવાની જગ્યાએ બંનેએ ભાગીદારીને ખતમ કરવાનો નિર્ણય લીધો. જો કે પાર્ટનરશીપ તૂટવા અંગે રિલાયન્સ કે ક્લાર્ક્સ બંનેમાંથી કોઈના તરફથી કોઈ અધિકૃત નિવેદન આવ્યું નથી. 

સ્ટોર્સના પડી રહ્યા છે પાટિયા
રિલાયન્સની સાથે ભાગીદારી ખતમ થયા બાદ ક્લાર્ક્સે ભારતમાં પોતાના સ્ટોર્સ બંધ કરવાના શરૂ કરી દીધા છે. કંપનીએ ભારતમાંથી પોતાનો વેપાર સમેટવાનો શરૂ કરી દીધો છે. હાલમાં જ બ્રિટિશ ફૂટવેર બ્રાન્ડે ઈનઓર્બિટ મોલમાં પોતાના સ્ટોર બંધ કર્યા. ડીએલએફ મોલમાં પણ ક્લાર્ક્સના સ્ટોર બંધ થઈ ગયા. 

ડીલની વિગતો
રિલાયન્સ અને બ્રિટિશ ફૂટવેર બ્રાન્ડ ક્લાર્ક્સ વચ્ચે ભારતમાં 30 સ્ટોર ખોલવા અંગે ભાગીદારી  થઈ હતી. આ ડીલ હેઠળ રિલાયન્સ રિટેલ ક્લાર્ક્સના સ્ટોર મુંબઈ, દિલ્હી, બેંગ્લુરુ, કોલકાતા અને હૈદરાબાદ જેવા શહેરોમાં ખોલી રહી હતી. અત્રે જણાવવાનું કે દેશભરમાં રિલાયન્સ રિટેલના 18 હજારથી વધુ સ્ટોર છે. કંપની પાસે મોટો યૂઝર બેઝ છે. રિલાયન્સનું નામ અને સેફ રોકાણ છે. આવામાં ભારતમાં વેપાર કરનારી વિદેશી બ્રાન્ડની પહેલી પસંદ રિલાયન્સ રિટેલ છે. 

એક દાયકાથી વેપાર
બ્રિટિશ કંપની ક્લાર્ક્સે રિલાયન્સ રિટેલ અગાઉ વર્ષ 2011માં ફ્યુચર ગ્રુપ સાથે ભાગીદારી કરી હતી. પરંતુ ફ્યુચર ગ્રુપનું દેવાળું નીકળી ગયા બાદ કંપનીને નવા પાર્ટનરની જરૂર હતી. કંપનીએ આ માટે થઈને રિલાયન્સનો હાથ થામ્યો પરંતુ હવે ભાગીદારીમાં સમસ્યા આવવા લાગી. આવામાં માનવામાં આવી રહ્યું છે કે રિલાયન્સની સાથે ભાગીદારી તૂટ્યા બાદ ક્લાર્ક્સ નવા પાર્ટનરને શોધે છે કે પછી સ્વતંત્ર સબસિડિયરી તરીકે ભારતમાં પોતાનો વેપાર ચાલુ રાખે છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news