J&K: પાકિસ્તાને કૃષ્ણા ઘાટી સેક્ટરમાં સીઝ ફાયરનો ભંગ કર્યો, જવાન શહીદ

કૃષ્ણા ઘાટી સેક્ટરમાં પાકિસ્તાનના ભારે ફાયરિંગમાં ભારતીય સેનાનો એક જવાન શહીદ થયો છે. 

J&K: પાકિસ્તાને કૃષ્ણા ઘાટી સેક્ટરમાં સીઝ ફાયરનો ભંગ કર્યો, જવાન શહીદ

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના રાજૌરી અને પૂંછ જિલ્લાઓમાં પાકિસ્તાન ગત એક અઠવાડિયાથી અનેકવાર યુદ્ધવિરામનો ભંગ કરી રહ્યું છે. જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટ્યા બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત સામે અભિયાન ચલાવવામાં નિષ્ફળ રહેલા પાકિસ્તાને હવે નિયંત્રણ રેખા પર ફરીથી યુદ્ધવિરામનો ભંગ કરી જમ્મુ અને કાશ્મીરમાં અશાંતિ ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. ભારતીય સેના તેનો જડબાતોડ જવાબ આપી રહી છે. કૃષ્ણા ઘાટી સેક્ટરમાં પાકિસ્તાનના ભારે ફાયરિંગમાં ભારતીય સેનાનો એક જવાન શહીદ થયો છે. 

— ANI (@ANI) August 20, 2019

આજે સવારે 11 વાગ્યાથી કાશ્મીર ખીણના પૂંછ જિલ્લાના કૃષ્ણા ઘાટી સેક્ટરમાં પાકિસ્તાન તરફથી ભીષણ ફાયરિંગ કરીને તણાવ પેદા કરવાની કોશિશ કરાઈ. પાકિસ્તાને ભારતીય જવાનોની પોસ્ટને નિશાન બનાવી. પાકિસ્તાન તરફથી હેવી ફાયરિંગ બાદ ભારતીય સુરક્ષાદળોએ પણ જવાબી કાર્યવાહી કરતા પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. 

ફાયરિંગના કારણે એક ભારતીય જવાન શહીદ થયો હોવાના અહેવાલ છે. પાકિસ્તાને રહેણાંક વિસ્તારોમાં મોર્ટાર છોડ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. એલઓસી પર તણાવને જોતા સેનાએ અહીં આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને પૂરેપૂરી સતર્કતા વર્તવાના નિર્દેશ આપ્યાં છે. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે ધૂંધવાયેલા પાકિસ્તાને 17 ઓગસ્ટના રોજ રાજૌરીના નૌશેરા સેક્ટર અને મેંઢરના કૃષ્ણા ઘાટી સેક્ટરમાં પણ યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો. પાકિસ્તાની સેના તરફથી મોર્ટાર છોડાયા હતાં. જેમાં નોશૈરા સેક્ટરમાં લાન્સ નાયક સંદીપ થાપા શહીદ થયા હતાં. 

ભારતીય સેના પણ બરાબર કાર્યવાહી કરતા પાકિસ્તાનની અનેક ચોકીઓ તબાહ કરી હતી. અનેક સૈનિકો માર્યા ગયા હતાં. પાકિસ્તાન કોઈ પણ જાતની ઉશ્કેરણી વગર યુદ્ધવિરામનો ભંગ કરી રહ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news