J&K: એન્કાઉન્ટર સાઇટ પર ફસાઇ ગયા હતા સ્કૂલના બાળકો, સેનાએ આ રીતે કર્યું રેસ્ક્યૂ

પોલીસે શનિવારે આ જાણકારી આપી કે જમ્મૂ કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષાબળોની સાથે અથડામણમાં શનિવારે 1 આતંકવાદી ઠાર માર્યો હતો. સુરક્ષાબળોએ ઓપરેશન શરૂ કરતાં પહેલાં કુલગામના આશમુજી વિસ્તારમાં એન્કાઉન્ટર સાઇટ પાસે હાજર સ્કૂલના બાળકો અને કેટલાક બાળકોને બચાવ્યા. 

J&K: એન્કાઉન્ટર સાઇટ પર ફસાઇ ગયા હતા સ્કૂલના બાળકો, સેનાએ આ રીતે કર્યું રેસ્ક્યૂ

શ્રીનગર: પોલીસે શનિવારે આ જાણકારી આપી કે જમ્મૂ કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષાબળોની સાથે અથડામણમાં શનિવારે 1 આતંકવાદી ઠાર માર્યો હતો. સુરક્ષાબળોએ ઓપરેશન શરૂ કરતાં પહેલાં કુલગામના આશમુજી વિસ્તારમાં એન્કાઉન્ટર સાઇટ પાસે હાજર સ્કૂલના બાળકો અને કેટલાક બાળકોને બચાવ્યા. 

સેનાને મળી આતંકવાદીઓની સૂચના
એક અધિકારીએ જણાવ્યું કે સુરક્ષાબળોએ આતંકવાદીઓ હોવાની સૂચના મળતાં કુલગામ જિલ્લાના આશમુજી વિસ્તારમાં ઘેરાબંધી કરીને તલાશી અભિયાન શરૂ કર્યું. 

(Source: Indian Army)

(Visuals deferred by unspecified time) pic.twitter.com/eVyTlvGi9V

— ANI (@ANI) November 20, 2021

જવાબી કાર્યવાહીમાં એક આતંકવાદી ઠાર
તેમણે જણાવ્યું કે અભિયાન દરમિયાન ક્ષેત્રમાં છુપાયેલા આતંકવાદીઓએ જવાનો પર ગોળીઓ વરસાવી. જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરતાં ગોળીઓ ચલાવી, જેમાં આતંકવાદી ઠાર માર્યો. માર્યા ગયેલા આતંકવાદીની ઓળખના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અધિકારીએ જણાવ્યું કે અથડામણ હજુ ચાલુ છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news