J&K: સુરક્ષાદળોએ હંદવાડામાં આતંકવાદીને ઠાર માર્યા, એન્કાઉન્ટર ચાલુ
જમ્મુ કાશ્મીરના હંદવાડામાં સુરક્ષાદળોએ એક આતંકવાદીને ઠાર માર્યો છે, મંગળવાર બપોરથી ચાલુ આ એન્કાઉન્ટર મોડી રાત સુધી ચાલુ રહ્યું
Trending Photos
નવી દિલ્હી : જમ્મુ -કાશ્મીરના હંદવાડામાં સુરક્ષાદળોએ એક આતંકવાદીઓને ઠાર માર્યા છે. મંગળવારો બપોરથી ચાલુ થયેલા આ ઘર્ષણમાં મોડી રાત સુધી ચાલ્યું હતું. સુરક્ષાદળોને પુરતા સમાચારો મળ્યા હતા કે કુપવાડા જિલ્લાના હંદવાડા 3-4 આતંકવાદીઓ છુપાયેલા છે. જ્યારે સુરક્ષાદળોએ વિસ્તારને ઘેર્યો તો આતંકવાદીઓએ ગોળીબાર ચાલુ કરી દીધો હતો. ત્યાર બાદ જવાબી કાર્યવાહીમાં એક આતંકવાદીને ઠાર મારવામાં આવ્યો. ઘર્ષણ હજી પણ ચાલી રહ્યું છે.
સૈન્ય દળોની કાર્યવાહીમાં રાષ્ટ્રીય રાઇફલ્સ, એસઓજી અને સીઆરપીએફના જવાનોનો સમાવેશ થાય છે. આતંકવાદીઓની તરફથી ગોળીબાર ચાલુ કરાયા બાદ સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો. વધારે સુરક્ષાદળોને ફરજંદ કરી દેવાયા હતા. ઓપરેશન ચાલુ હોવાનાં કારણે ઠાર કરાયેલા આતંકવાદીઓના શબ હજી સુધી સુરક્ષા દળો પોતાના કબ્જામાં લઇ શક્યા નથી.
સંયુક્ત અભિયાન
રિપોર્ટ અનુસાર રાષ્ટ્રીય રાઇફલ્સનાં 30 જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે તેમના પર અચાનક જ ગોળીબાર ચાલુ થઇ ગયો હતો. ત્યાર બાદ સુરક્ષાદળોએ જવાબી કાર્યવાહી ચાલુ કરી દીધી હતી. માનવામાં આવી રહ્યું છે કે આતંકવાદીઓ ઘટના સ્થળ પરથી ફરાર થવામાં પણ સફળ રહ્યા હતા. ત્યાર બાદ જમ્મુ કાશ્મીર પોલીસનું વિશેષ અભિયાન સમુહ (એશઓજી) અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ની સાથે સંયુક્ત ઓપરેશન ચાલુ કરી દીધું હતું.
જમ્મુ કાશ્મીરનાં હંદવાડામાં સુરક્ષાદળોએ એક આતંકવાદીને ઠાર માર્યો છે. મંગળવારે બપોરથી ચાલી રહેલ આ ઘર્ષણ મોડી રાત સુધી હજી પણ ચાલી રહ્યું છે. સુરક્ષા દળો પાસે પાકી માહિતી હતી કે હંદવાડામાં 2-4 આતંકવાદીઓ છુપાયેલા છે. જો કે સુરક્ષા દળોએ જ્યારે ઘરને ઘેર્યું તો આતંકવાદીઓ દ્વારા ગોળીબાર ચાલુ કરી દેવાયો હતો. ત્યાર બાદ જવાબી કાર્યવાહીમાં એક આતંકવાદીને ઠાર મારવામાં આવ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે