દુબઈથી પેટમાં ડ્રગ્સ છુપાવીને આવેલા નાઈજીરિયન શખ્સની અમદાવાદ એરપોર્ટ પર ધરપકડ
ડ્રગ્સની 20 બુલેટ કેપ્સુલ પેટમાં ગળીને આવ્યો હતો શખ્સ, પાણી ન પીતાં એસઓજીને શંકા ગઈ
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ. દુબઈથી પેટમાં ડ્રગ્સ છુપાવીને આવેલા નાઈજીરિયન શખ્સની અમદાવાદ એસઓજી દ્વારા એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિ પેટમાં 20 બુલેટ કેપ્સુલ ગળીને આવ્યો હતો. એસઓજીએ જ્યારે તેણે પાવી પીવાનું કહેતાં તેણે પાણી પીવાની ના પાડતાં શંકા ગઈ હતી.
નાઈજીરિયન શખ્સો દ્વારા ગુજરાતમાં ડ્રગ્સની ઘુસણખોરીના અવાર-નવાર પ્રયાસ થતા રહે છે. મંગળવારે દુબઈથી ફ્લાઈટમાં અમદાવાદ આવેલા એક નાઈજીરિયન શખ્સ પર એસઓજીને શંકા ગઈ હતી. આથી, તેને એરપોર્ટ પર પાણી પીવાનું કહેવામાં આવ્યું હતું. આ શખ્સે પાણી પીવાની આના-કાની કરતાં તેના પરની શંકા વધુ મજબુત બની હતી.
ત્યાર બાદ આ શખ્સની ધરપકડ કરીને એસઓજીએ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં તેની સોનોગ્રાફી કરાવી હતી. જેમાં તેના પેટમાં 20 ડ્રગ્સ કેપ્સ્યુલ હોવાની માહિતી બહાર આવી હતી.
ત્યાર બાદ ડોક્ટરો દ્વારા તેના પેટનું ઓપરેશન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઓપરેશન દ્વારા તેના પેટમાં રહેલી ડ્રગ્સની 20 કેપ્સ્યુલને બહાર કાઢવામાં આવી હતી. આ આ કેપ્સ્યુલમાં કેવા પ્રકારનું ડ્રગ્સ હતું તે જાણવા માટે આ કેપ્સૂલને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (એફએસએલ)માં મોકલવામાં આવી છે.
એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ નાઈજીરિયન શખ્સની વધુ પુછપરછ કરવામાં આવશે કે તે ડ્રગ્સનો આ જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે