બિહાર: જીતન રામ માંઝીનું મોટું નિવેદન, લોકસભાની ચૂંટણી માટે માંગી 20 સીટો

સર્વણ અનામતના મુદ્દે ઝી મીડિયા સાથે વાતચીત કરતાં જીતન રામ માંઝીએ રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)થી અલગ વલણ અપનાવતાં ગરીબ સવર્ણો માટે અનામતની માંગ કરી છે.

બિહાર: જીતન રામ માંઝીનું મોટું નિવેદન, લોકસભાની ચૂંટણી માટે માંગી 20 સીટો

પટના: બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને હિંદુસ્તાની આવામ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ જીતન રામ માંઝીએ મહાગઠબંધનની મુશ્કેલીઓ વધારી દીધી છે. જીતન રામ માંઝીએ પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારીણીની બેઠક બાદ આગામી લોકસભાની ચૂંટણીમાં બધા 40 સીટો પર લડવા માટે તૈયારી હોવાનો દાવો કર્યો છે. સાથે જ જીતન રામ માંઝીએ લોકસભાની ચૂંટણીમાં પોતાની પાર્ટી માટે 20 અને વિધાનસભાની ચૂંટણીમાં 120 સીટોનો દાવો કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે જીતન રામ માંઝી મહાગઠબંધનનો ભાગ છે. 

આ ઉપરાંત સર્વણ અનામતના મુદ્દે ઝી મીડિયા સાથે વાતચીત કરતાં જીતન રામ માંઝીએ રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)થી અલગ વલણ અપનાવતાં ગરીબ સવર્ણો માટે અનામતની માંગ કરી છે.

જીતન રામ માંઝીના દાવા પર આરજેડીએ પણ પ્રતિક્રીયા આપી છે. આરજેડી ધારાસભ્ય શિવચંદ્વ રામે માંઝીને મહાગઠબંધનના મોટા નેતા ગણાવતાં દરેક પાર્ટીને આ આકાંશા રહે છે કે વધુમાં વધુ સીટો પર લડે. મહાગઠબંધનમાં સામેલ બધા પક્ષોના રાષ્ટ્રીય અધ્યક્ષ એકસાથે બેસશે અને સીટોની વહેંચણી કરશે. તેમણે કહ્યું કે મહાગઠબંધનનું એકમાત્ર લક્ષ્ય દેશમાં નરેંદ્ર મોદી અને બિહારમાં નીતીશ કુમારને હરાવ્યું છે.
मांझी के बयान पर जेडीयू ने ली चुटकी, कहा- 'हम के कई नेताओं को हो सकता है गम'

જીતન રામ માંઝીના દાવા પર ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ પણ કટાક્ષ કર્યો છે. બિહાર સરકારના મંત્રી વિનોદ નારાયણ ઝાએ 20 સીટોના દાવા પર કહ્યું કે માંઝીના આ નિવેદનનો કોઇ મતલબ નથી. આ નિવેદન હવા-હવાઇ છે. જીતન રામ માંઝી બણગા ફૂંકી રહ્યા છે. તેમણે કહ્યું કે તે મહાગઠબંધનના લોકોને બ્લેકમેલ કરી રહ્યા છે. તેમને બેથી વધુ સીટ મળવાની નથી. જીતન રામ માંઝીને સ્વાર્થી ગણાવતાં તેમણે કહ્યું કે તેમનો અને તેમના પુત્રનો મામલો સેટ થઇ ગયો છે, હવે જમાઇ માટે પરેશાન છે.  

જેડીયૂ પ્રવક્તા સુહેલી મેહતાએ કહ્યું કે જીતન રામ માંઝીએ આરજેડી અને કોંગ્રેસને હેસિયત બતાવી દીધી છે. જે કામ વગર દલિતોના હિતેચ્છુ બનવા જઇ રહ્યા છે, તેમને હવે માંઝી માટે દરિયાદિલી બતાવવાની છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news