lockdown 2021: દિલ્હી બાદ હવે આ રાજ્યમાં 7 દિવસના સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત
રાજ્યમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને અટકાવવા માટે હેમંત સોરેન સરકારે પ્રદેશમાં લૉકડાઉનની જાહેરાત કરી છે.
Trending Photos
રાંચીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં લૉકડાઉનની જાહેરાત બાદ હવે કોરોના સંક્રમણ (Corona virus) રોકવા માટે ઝારખંડ સરકારે પણ સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરી છે. આ લૉકડાઉન 22 એપ્રિલથી 29 એપ્રિલ વચ્ચે કરવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી હેમંત સોરેને કહ્યુ કે, ઝારખંડમાં 'સ્વાસ્થ્ય સુરક્ષા સપ્તાહ'ના નામથી 22 એપ્રિલથી એક સપ્તાહનું લૉકડાઉન કરવામાં આવશે.
કઈ વસ્તુને મળશે છૂટ
પરંતુ આ લૉકડાઉન દરમિયાન કેટલીક વસ્તુને છૂટ આપવામાં આવી છે. આ દરમિયાન જરૂરી સેવાઓને છૂટ રહેશે. આ સાથે ધાર્મિક સ્થળ ખુલ્લા રહેશે પરંતુ શ્રદ્ધાળુઓની ભીડને મંજૂરી નથી. આ સિવાય ખાણ, ખેતી અને કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલી ગતિવિધિઓ ચાલુ રહેશે.
राज्य में बढ़ते कोरोना संक्रमण को देखते हुए कुछ निर्णय लिए गए हैं। ज़रूरत पड़ने पर आगे और कदम उठाये जायेंगे। लोगों को बेहतर स्वास्थ्य सुविधा पहुँचायी जा सके इसके लिए भी उचित कदम उठाये जा रहे हैं।
सभी लोगों से अपील है कोरोना की इस विकट घड़ी में आप सभी सतर्क रहें, सुरक्षित रहें। pic.twitter.com/DjOurtBrHL
— Hemant Soren (@HemantSorenJMM) April 18, 2021
આ પહેલા સોમવારે ઝારખંડમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણથી 50 લોકોના મૃત્યુ થયા હતા. આ સાથે રાજ્યમાં મૃત્યુઆંક વધીને 1456 પર પહોંચ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3992 નવા કેસ સામે આવ્યા છે. મહત્વનું છે કે પ્રદેશમાં અત્યાર સુધી 162945 લોકો સંક્રમિત થયા છે.
ઝારખંડમાં લૉકડાઉનની ગાઇડલાઇન
- રાજ્યમાં ગ્રામીણ વિકાસની તમામ યોજનાઓ ચાલુ રહેશે
- રાજ્યમાં તમામ પ્રકારના નિર્માણ કાર્ય ચાલુ રહેશે
- રાજ્યમાં કરિયાણાની દુકાન ખુલી રહેશે, આવશ્યક સેવાઓ પણ પુન સ્થાપિત કરવામાં આવશે
- હોટેલમાં જમવાની મંજૂરી આપવામાં આવશે નહીં પરંતુ હોટલથી ઘરો સુધી હોમ ડિલિવરી કરવામાં આવશે.
- રાજ્યભરમાં કલમ -144 લાગુ કરવામાં આવી છે. જો પાંચથી વધુ શખ્સોને સાથે જોવામાં આવશે તો કાર્યવાહી કરવામાં આવશે
- જો પોલીસ સામાન્ય માણસને અટકાવે તો તેણે રસ્તો છોડવાનું કારણ આપવું પડશે.
- તમારે શાક લેવાનું હોય, સામાન પહોંચાડવાનો હોય તો કારણ જણાવી ઓળખ કાર્ડ દેખાડવું પડશે.
- જો તમે દવા ખરીદવા ગયા છો, તો ડોક્ટરનો રિપોર્ટ દેખાડવો પડશે.
- રાજ્યમાં ફળો અને શાકભાજીનું વેચાણ ચાલુ રહેશે
- રાજ્યના વ્યવસાય અને તેનાથી સંબંધિત એકમો પર હાલમાં કોઈ પ્રતિબંધ નથી.
- ઔદ્યોગિક વિસ્તારોમાં રાબેતા મુજબ કામ ચાલુ રહેશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે