સાસુને 'ઝઘડાળું' કહેવું વહુને ભારે પડી ગયું! ના મળ્યો આ સરકારી યોજનાનો લાભ

સાસુ વહુની લડાઈના અનેક કિસ્સાઓ તમે સાંભળ્યા હશે. આ સંબંધ પર અનેક ફિલ્મો પણ બની છે. હવે આ સાસુ વહુના સંબંધનો એક અનોખો કિસ્સો ઝાંસીમાં સામે આવ્યો છે. આ કિસ્સો કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટથી જરાય કમ નથી.

સાસુને 'ઝઘડાળું' કહેવું વહુને ભારે પડી ગયું! ના મળ્યો આ સરકારી યોજનાનો લાભ

સાસુ વહુની લડાઈના અનેક કિસ્સાઓ તમે સાંભળ્યા હશે. આ સંબંધ પર અનેક ફિલ્મો પણ બની છે. હવે આ સાસુ વહુના સંબંધનો એક અનોખો કિસ્સો ઝાંસીમાં સામે આવ્યો છે. આ કિસ્સો કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટથી જરાય કમ નથી. સરકારી યોજનાઓના લાભની લાલચે સાસુ વહુને આમને સામને લાવીને ઊભી કરી દીધી. પહેલા મફત રાશનનો લાભ લેવા માટે વહુએ સાસુને ઝઘડાળું બ તાવીને રાશનકાર્ડથી અલગ કરી દીધી હતી. હવે આયુષ્યમાન યોજનાના લાભનો વારો આવ્યો તો વહુને ફરીથી સાસુની યાદ આવી. પરંતુ આ વખતે સાસુએ વહુને સ્વીકાર કરવાની ના પાડી દીધી. 

વાત જાણે એમ છે કે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા  પ્રદેશ સરકારે દરેક રાશનકાર્ડ ધારકને તેલ, મીઠું, અને ચણા મફતમાં વહેંચ્યા હતા. આ યોજનાની લાલચમાં અનેક જોઈન્ટ પરિવારોએ અલગ અલગ રાશનકાર્ડ બનાવી લીધા હતા. ઝાંસીની વહુએ પણ એમ કહીને અલગ રાશનકાર્ડ બનાવ્યું કે તેની સાસુ ઝઘડાળુ છે. તે સમયે તો કાર્ડ અલગ થઈ ગયું અને મફત રાશનની મજા પણ લીધી. પરંતુ હવે જ્યારે કેન્દ્ર સરકારે સ્વાસ્થ્ય સંબંધિત સેવાઓવાળી આયુષ્યમાન યોજનામાં થોડો ફેરફાર આવ્યો તો ખેલ બગડી ગયો. કેન્દ્ર સરકારે જાહેરાત કરી કે એક રાશનકાર્ડમાં જો 6 કે  તેથી વધુ લોકો હશે તો સમગ્ર પરિવારને યોજનાનો લાભ મળશે. 

સાસુએ બગાડ્યો ખેલ
કેન્દ્ર સરકારની આ જાહેરાત બાદ જ અનેક લોકો કાગળ બનાવવામાં અને બદલાવવાના ખેલમાં લાગી ગયા. જે વહુએ રાશનની લાલચમાં સાસુને અલગ કરી હતી, હવે તે દસ્તાવેજોમાં પોતાને જોઈન્ટ પરિવારની સભ્ય ગણાવી રહી છે. પરંતુ આ વખતે બોલ સાસુના ખેમાંમાં આવી ગયો તો તેમણે એવો ખેલ રચ્યો કે વહુને તેની જ હોશિયારી ભારે પડી ગઈ. રાશનકાર્ડમાં ફરીથી નામ જોડવા માટે સાસુની સહમતિ જોઈએ. પરંતુ સાસુએ એમ કહીને ના પાડી કે વહુને સંપત્તિની લાલચ છે. હવે સ્થિતિ એવી છે કે વહુ માટે સ્થિતિ કપરી બની રહી છે. 

આ મામલે જિલ્લાપૂર્તિ અધિકારી ઉમેશચંદ્રએ કહ્યું કે છેલ્લા કેટલાક સમયથી આવા મામલા સામે આવ્યા છે જેમાં અરજી કરનાર વ્યક્તિએ પહેલા પોતાને પરિવારથી અલગ બતાવ્યો અને પછી હવે પોતાને પરિવારનો સભ્ય બતાવી રહ્યો છે. આવા મામલાઓની તપાસ થઈ રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news