Shinzo Abe: ખાસ મિત્રના નિધનથી PM મોદી દુ:ખી, કહ્યું- ખબર નહતી કે આ તેમની સાથે છેલ્લી મુલાકાત હશે

Shinzo Abe died: જાપાનના પૂર્વ પીએમ શિંજો આબેના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે મારા સૌથી વ્હાલા મિત્રોમાંથી એક શિંજો આબેના દુખદ નિધન પર સ્તબ્ધ અને દુ:ખી છું.

Shinzo Abe: ખાસ મિત્રના નિધનથી PM મોદી દુ:ખી, કહ્યું- ખબર નહતી કે આ તેમની સાથે છેલ્લી મુલાકાત હશે

Shinzo Abe died: જાપાનના પૂર્વ પીએમ શિંજો આબેના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું છે. શિંજો આબેના નિધનથી માત્ર જાપાનમાં જ નહીં પરંતુ ભારતમાં પણ શોકની લહેર ફરી વળી છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે મારા સૌથી વ્હાલા મિત્રોમાંથી એક શિંજો આબેના દુખદ નિધન પર સ્તબ્ધ અને દુ:ખી છું. તેઓ એક મહાન વૈશ્વિક રાજનેતા, એક ઉત્કૃષ્ટ નેતા અને એક ઉલ્લેખનીય પ્રશાસક હતા. તેમણે જાપાન અને દુનિયાને એક સારી જગ્યા બનાવવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધુ. પીએમ મોદીએ કહ્યું કે જ્યારે હું તેમને છેલ્લે મળ્યો ત્યારે ખબર નહતી કે આ મારી તેમની સાથે છેલ્લી મુલાકાત હશે. 

— Narendra Modi (@narendramodi) July 8, 2022

પીએમ મોદીએ એક પછી એક ટ્વીટ કરીને પોતાની પીડા વ્યક્ત કરતા કહ્યું કે શિંજો આબે સાથે મારું જોડાણ અનેક વર્ષો જૂનું છે. હું ગુજરાતના મુખ્યમંત્રી તરીકે મારા કાર્યકાળ દરમિયાનથી તેમને જાણતો હતો અને પીએમ બન્યા બાદ પણ અમારી મિત્રતા ચાલુ રહી. અર્થવ્યવસ્થા અને વૈશ્વિક મામલાઓ પર તેમની તીક્ષ્ણ આંતરદૃષ્ટિએ હંમેશા મારા પર ઊંડી છાપ છોડી. 

— Narendra Modi (@narendramodi) July 8, 2022

મને શું ખબર કે આ છેલ્લી મુલાકાત હશે
પીએમ મોદીએ લખ્યું કે મારી હાલની જાપાન મુલાકાત દરમયાન મને આબેને ફરીથી મળવાનો અને અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવાનો અવસર મળ્યો. તેઓ હંમેશાથી મજાકિયા અને સમજદાર હતા. મને શું ખબર કે આ અમારી છેલ્લી મુલાકાત હશે. તેમના પરિવાર અને જાપાનના લોકો પ્રત્યે મારી હાર્દિક સંવેદના. 

— Narendra Modi (@narendramodi) July 8, 2022

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે શિંજો આબે ભારત-જાપાનના સંબંધોને એક વિશેષ રણનીતિક અને વૈશ્વિક ભાગીદારીના સ્તર સુધી લઈ જવામાં ખુબ યોગદાન આપ્યું. આજે સમગ્ર ભારત જાપાનની સાથે શોક મનાવી રહ્યું છે અને અમે આ કપરી પળોમાં અમારા જાપાની  ભાઈ બહેનોની સાથે એકજૂથતાથી ઊભા છીએ. 

ભારતમાં રાષ્ટ્રીય શોક જાહેર
જાપાનના પૂર્વ પીએમ શિંજો આબેના નિધન પર પીએમ મોદીએ ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને તેમણે ટ્વીટ કરીને કહ્યું છે કે આબેના નિધન પર તેમના સન્માનમાં 9 જુલાઈના રોજ ભારતમાં એક દિવસનો રાષ્ટ્રીય શોક રહેશે

— Narendra Modi (@narendramodi) July 8, 2022

આ અગાઉ પણ જ્યારે શિંજો આબે પર હુમલાના સમાચાર આવ્યા હતા ત્યારે પીએમ મોદી સહિત દુનિયાભરના નેતાઓની પ્રતિક્રિયા સામે આવી હતી. તે સમયે પીએમ મોદીએ કહ્યું હતું કે મારા પ્રિય મિત્ર શિંજો આબે પર થયેલા હુમલાથી હું ખુબ વ્યથિત છું. અમારા વિચાર અને પ્રાર્થનાઓ તેમના, તેમના પરિવાર અને જાપાનના લોકો સાથે છે. 

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ શિંજો આબે પર થયેલા હુમલાની ટીકા કરી અને કહ્યું કે શિંજો આબે પર થયેલા હુમલા વિશે જાણીને સ્તબ્ધ છું. તેમણે ભારત-જાપાનના સંબંધો મજબૂત કર્યા હતા. 

અત્રે જણાવવાનું કે જાપાનના પૂર્વ પીએમ શિંજો આબે પર એક ચૂંટણી પ્રચાર કાર્યક્રમ દરમિયાન શુક્રવારે ગોળી માર્યા બાદ નિધન થઈ ગયું. સરકારી પ્રસારણકર્તા એનએચકેએ આ જાણકારી આપી. 67 વર્ષના આબે પર પશ્ચિમ જાપાનના નારા શહેરમાં ભાષણ શરૂ કર્યાની ગણતરીની મિનિટોમાં ફાયરિંગ થયું હતું. તેમને તરત વિમાનથી હોસ્પિટલ લઈ જવાયા પરંતુ ત્યારે તેમના શ્વાસ ચાલતા નહતા અને હ્રદયના ધબકારા પણ બંધ થઈ ગયા હતા. હોસ્પિટલમાં લઈ જવાયા બાદ સારવાર દરમિયાન તેમનું નિધન થયું. 

શિંજો આબે પર હુમલો કરનારા હુમલાખોરની ઓળખ 41 વર્ષના યામાગામી તેત્સુયા તરીકે થઈ છે. તે સેલ્ફ ડિફેન્સ ફોર્સનો સભ્ય હોવાનું કહેવાય છે. તેણે શોટગનથી હુમલો કર્યો હતો. ગોળી વાગ્યા બાદ શિંજો આબેને હાર્ટ એટેક પણ આવી ગયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtubeabe

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news