J&K: ડ્રોનથી શૂટ કરવામાં આવી આતંકીની શરણાગતિ, જુઓ Live Video

દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લા (Pulwama District)ના પંપોર (Pampore)માં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. લગભગ 20 કલાક ચાલેલા આ ઓપરેશનમાં સુરક્ષાદળોએ આતંકીઓને ઠાર માર્યા છે. જ્યારે એક આતંકીએ આત્મસમર્પણ કર્યું છે. આતંકીના સરેન્ડરને ડ્રોનથી રેકોર્ડ કરવામાં આવ્યું.
J&K: ડ્રોનથી શૂટ કરવામાં આવી આતંકીની શરણાગતિ, જુઓ Live Video

શ્રીનગર: દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લા (Pulwama District)ના પંપોર (Pampore)માં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. લગભગ 20 કલાક ચાલેલા આ ઓપરેશનમાં સુરક્ષાદળોએ આતંકીઓને ઠાર માર્યા છે. જ્યારે એક આતંકીએ આત્મસમર્પણ કર્યું છે. આતંકીના સરેન્ડરને ડ્રોનથી રેકોર્ડ કરવામાં આવ્યું.

આ એન્કાઉન્ટરમાં ગોળી વાગવાથી ઘયાલ એક નાકરિકનું મોત થયું છે. જ્યારે એક ઘાયલ છે અને તેની સારવાર ચાલી રહી છે.

જુઓ શરણાગતિનો વીડિયો

તમને જણાવી દઇએ કે, લાલપોરમાં ગુરૂવાર મોડી સાંજે સુરક્ષાદળો અને આતંકીઓની વચ્ચે એન્કાન્ટર શરૂ થયું હતું. સુરક્ષાદળોએ આતંકીઓની હાજરીની સૂચના પર સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી તપાસ અભિયાન શરૂ કર્યું. તે દરમિયાન એક મકાનમાં છુપાયેલા આતંકીઓએ ફાયરિંગ શરૂ કર્યું હતું. ત્યારબાદ સુરક્ષાદળોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ અત્યાર સુધીમાં બે આતંકીઓને ઠાર માર્યા છે. જ્યારે એક આતંકીએ આત્મસમર્પણ કર્યું છે.

એન્કાઉન્ટર દરમિયાન ક્રોસ ફાયરિંગમાં ગોળી વાગવાથી બે નાગરિક ઈજાગ્રસ્ત થયા, જેમને સારવાર માટે હોસ્પિટલ ખેસડવામાં આવ્યા. તેમાંથી ઘાયલ એક નાગરિક પંપોર નિવાસી આબિદ મીર (20)એ એસએમએચએસ હોસ્પિટલ શ્રીનગરમાં દમ તોડ્યો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news