કાશ્મીરમાં 24 કલાકની અંદર આતંક પર સેનાનો બીજો વાર, શોપિયાં એનકાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર


છેલ્લા 24 કલાકમાં સુરક્ષા દળોએ છ આતંકવાદીઓને ઠાર કર્યાં છે. આ પહેલા શુક્રવારે કુલગામમાં સુરક્ષા દળોએ જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકીઓનો સફાયો કર્યો હતો. 

કાશ્મીરમાં 24 કલાકની અંદર આતંક પર સેનાનો બીજો વાર, શોપિયાં એનકાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર

શ્રીનગરઃ જમ્મૂ-કાશ્મીરના શોપિયાંમાં શનિવારે સવારે સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ છે. આ દરમિયાન સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર કરી દીધા છે. કાશ્મીર ઘાટીમાં છેલ્લા 24 કલાકમાં આ બીજી અથડામણ છે. આ રીતે છેલ્લા 24 કલાકમાં કાશ્મીર ઘાટીમાં 6 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે. 

એક અધિકારીએ જણાવ્યું કે, સુરક્ષા દળોને આ વિસ્તારમાં આતંકીઓ છુપાયેલા હોવાની ગુપ્ત જાણકારી મળી તો પોલીસ, સેના અને સીઆરપીએફની સંયુક્ત ટીમે વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન આતંકીઓએ સુરક્ષાદળોની ટીમ પર ફાયરિંગ શરૂ કર્યું હતું. ત્યારબાદ સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહીમાં ત્રણેય આતંકીઓને ઠાર કરી દીધા છે. 

— ANI (@ANI) July 18, 2020

આ પહેલા શુક્રવારે કુલગામમાં સુરક્ષા દળોએ જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકીઓને ઢેર કરવામાં સફળતા મેળવી હતી. કાશ્મીર ઘાટીમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ તે સમયે જોવા મળી છે, જ્યારે રક્ષા મંત્રી રાજનાથ સિંહ જમ્મૂ-કાશ્મીરના બે દિવસીય પ્રવાસે છે. 

આ  પહેલા ગુરૂવારે કુપવાડામાં સેનાએ લાઇન ઓફ કંટ્રોલ (એલઓસી)ની પાસે આતંકવાદીઓની ઘુષણખોરીને નિષ્ફળ બનાવી હતી. આ દરમિયાન સુરક્ષાદળોએ ત્રણ આતંકીઓને ઠાર કરી દીધા હતા.

તમને જણાવી દઈએ કે કાશ્મીર ઘાટીમાંથી આતંકના સફાયા માટે સુરક્ષા દળો સતત ઓપરેશન ચલાવી રહ્યાં છે. સુરક્ષા દળો આતંકવાદીઓને શોધી શોધીને મારી રહ્યાં છે. સુરક્ષા દળોને ઘાટી આતંકી સંગઠનોના કમાન્ડરોને પણ ઢેર કરવા અને આતંકની કમર તોડવામાં સફળતા મળી છે. આ વર્ષે અત્યાર સુધી કાશ્મીર ઘાટીમાં 136 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news