કુલગામમાં શ્રીનગરમાં સૈન્ય-આતંકવાદી એન્કાઉન્ટર, દક્ષિણ કાશ્મીરમાં 10મું એન્કાઉન્ટર
Trending Photos
શ્રીનગર : જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે શનિવારે ઘર્ષણ થયું હતું. પોલીસનાં અનુસાર ક્ષેત્રમાં આતંકવાદીઓની હાજરી અંગેની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીરમાં કુલગામનાં લિખદીપુરા વિસ્તારમાં સર્ચઓપરેશન ચાલુ કર્યું હતું. તેમણે જણાવ્યું કે, સુરક્ષાદળ જ્યારે વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા તે દરમિયાન છુપાયેલા આતંકવાદીઓએ તેના પર ગોળીબાર કર્યો હતો.
અધિકારીઓનાં અનુયાસ સુરક્ષાદળોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. ઘર્ષણ હજી પણ ચાલી રહ્યું છે અને વિસ્તૃત વિવરણની પ્રતિક્ષા કરવામાં આવી રહી છે. આજે બપોરે કુલગામનાં લિખદીપુરામાં શરૂ કરાયેલ ઘેરા અને સર્ચ ઓપરેશન ઘર્ષણ સ્વરૂપમાં ત્યારે પરિવર્તિત થઇ ગયું જ્યારે છુપાયેલા આતંકવાદીઓએ સંયુક્ત સુરક્ષાદળો પર ગોળીબાર કર્યો.
એક પોલીસ અધિકારીએ કહ્યું કે, કુલગામનાં લિખદીપુરા વિસ્તારનાં સફરજનનાં બાગલમાં આતંકવાદીઓ છુપાયેલા હોવાની માહિતી મળી હતી. પોલીસની એક સંયુક્ત ટીમ, સેનાની 34 આરઆર અને સીઆરપીએફએ એક કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન ચાલુ કર્યું હતું. આતંકવાદીઓને આત્મસમર્પણ કરવા જણાવ્યું તો તેઓએ ફાયરિંગ ઓપન કર્યું હતું. જેના પગલે સૈન્ય દ્વારા પણ વળતી કાર્યવાહી કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે