જમ્મુ-કાશ્મીરમાં યોજાશે ચૂંટણી? સીમાંકન પંચે જાહેર કર્યો અંતિમ રિપોર્ટ, સીટોની સંખ્યા વધી
વિધાનસભા સીટોની સીમાંકન પ્રક્રિયા પૂરી થયા બાદ જમ્મુ-કાશ્મીરમાં કુલ સાત વિધાનસભા સીટો વધી જશે. રિપોર્ટ પ્રમાણે જમ્મુ રીઝનમાં 6 અને કાશ્મીરમાં એક સીટ વધશે.
Trending Photos
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીર સીમાંકન કમિશન પંચે કેન્દ્ર શાસિત પ્રદેશનો ફાઇનલ રિપોર્ટ જાહેર કરી દીધો છે. નોંધનીય છે કે પંચની પાસે રાજ્યમાં લોકસભા અને વિધાનસભા સીટોની સીમાંકન નક્કી કરવાની જવાબદારી હતી જે આજે સમાપ્ત થઈ ગઈ છે. ઘાટીમાં વિધાનસભા ચૂંટણી માટે આ રિપોર્ટની રાહ જોવાઈ રહી હતી. સીમાંકન કમિશનના રિપોર્ટ બાદ જમ્મુ-કાશ્મીરમાં જલદી ચૂંટણીની જાહેરાત થઈ શકે છે.
સાત સીટોનો થશે વધારો
વિધાનસભા સીટોની સીમાંકનની પ્રક્રિયા પૂરી થયા બાદ જમ્મુ-કાશ્મીરમાં કુલ સાત સીટોનો વધારો થશે. પ્રાપ્ત વિગત પ્રમાણે જમ્મુ રીઝનમાં 6 અને કાશ્મીરમાં એક સીટ વધશે. તે પ્રમાણે જમ્મુ-કાશ્મીરમાં કુલ 90 વિધાનસભા સીટો હશે જેમાંથી 47 કાશ્મીર અને 43 જમ્મુમાં હશે. આ સિવાય 9 સીટ અનુસૂચિત જનજાતિ અને 7 અનુસૂચિત જાતિ માટે અનામત હશે.
Jammu & Kashmir Delimitation Commission signs the final order for Delimitation of the Union Territory pic.twitter.com/zanO90eBKW
— ANI (@ANI) May 5, 2022
જમ્મુ-કાશ્મીરમાં જૂન 2018થી કોઈ ચૂંટાયેલી સરકાર નથી. હવે કમિશન આ રિપોર્ટ સરકારને સોંપશે અને ત્યારબાદ ચૂંટણીની જાહેરાત થશે. પ્રધાનમંત્રી મોદીએ પણ કહ્યુ હતુ કે ચૂંટણી બાદ જમ્મુ-કાશ્મીરને રાજ્યની જેમ કામ કરવાની તક મળશે. આ પેનલની રચના સરકારે માર્ચ 2020માં બનાવી હતી. તેમના હેડ સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ રંજના પ્રકાશ દેસાઈ હતા. આ સિવાય ચીફ ઇલેક્શન કમિશનર સુશીલ ચંદ્રા અને ડેપ્યુટી ઇલેક્શન કમિશનર ચંદર ભૂષણ કુમાર આ પેનલમાં સામેલ હતા.
ઓગસ્ટ 2019માં જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો અપાયા અને લદ્દાખને અલગ ટેરટરી બનાવ્યા બાદ કમિશને અહીં 83 સીટથી વધારી 90 સીટ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
1995માં થયું હતું સીમાંકન
નોંધનીય છે કે આ પહેલાં જમ્મુ-કાશ્મીરમાં 1995માં સીમાંકન થયું હતું. તે સમયે જમ્મુ-કાશ્મીરમાં 12 જિલ્લા અને 58 તાલુકા હતા. આ સમયે કેન્દ્ર શાસિત પ્રદેશમાં 20 જિલ્લા છે અને તાલુકાની સંખ્યા વધીને 270 થઈ ગઈ છે. સીમાંકનનો મુખ્ય આધાર જનસંખ્યા રહે છે. આ સિવાય ભૌગોલિક પરિસ્થિતિનું પણ ધ્યાન રાખવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે