J&Kમાં સામાન્ય લોકોનો સહયોગ વધતા આતંકમાં ઘટાડો, મહિનામાં 39 ઠાર મરાયા

આ વર્ષે 230થી વધારે આતંકવાદીઓ અત્યાર સુધીમાં ઠાર, સ્થાનિક લોકો તમામ પ્રકારે સહયોગ કરી રહ્યા હોવાનો ડીજીપીએ આનંદ વ્યક્ત કર્યો

J&Kમાં સામાન્ય લોકોનો સહયોગ વધતા આતંકમાં ઘટાડો, મહિનામાં 39 ઠાર મરાયા

શ્રીનગર : કાશ્મીરમાં સતત આતંકવાદી વિરોધી અભિયાન વર્ષોથી ચાલે છે. પરંતુ વર્ષ 2016થી એક મોટી અને ગંભીર સમસ્યા જે સુરક્ષા એજન્સીઓ માટે ઉભી થઇ હતી તે કાશ્મીરી યુવાનોમાં મોટા પ્રમાણમાં આતંકવાદી સંગઠનોમાં જોડાવાની હતી. આંકડાઓ અનુસાર ગત્ત વર્ષે નવેમ્બર મહિનાથી આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં 135 કાશ્મીરી યુવાનો ઘીણમાં અલગ અલગ આતંકવાદી સંગઠનો સાથે જોડાયા હતા. પરંતુ પોલીસના અનુસાર ગત્ત બે મહિનાથી કાશ્મીર ખીણમાં કોઇ પણ યુવાન કોઇ પણ આતંકવાદી સંગઠનમાં જોડાયો હોવાનાં સમાચાર નથી. નવા રિક્રૂટમેંટ ન બરાબર છે પરંતુ અટકી જ ગયું છે. મોટા મોટા કમાન્ડર ઠાર મારી ચુકાયા છે. જેથી આતંકવાદીઓ ખુબ જ ઓછા થઇ ચુક્યા છે. 

જમ્મુ કાશ્મીરનાં ડીજીપી દિલબાગ સિંહનું કહેવું છે કે મિલિટેન્સીનાં ગ્રાફમાં ઘટાડો થયો છે. તમે જુઓ તો ગત્ત દિવસોમાં અનેક મોટા ઓપરેશન થયા અને તેમાં સફળતા પણ મળી. જેના કારણે ઘણા મોટા પ્રમાણમાં આતંકવાદીઓ ઠાર મરાયા, જેથી આ પ્રવૃતી અટકી ચુકી છે. આજની તારીખમાં કોઇ એવી માહિતી છેલ્લા બે મહિનાથી નથી મળી કે અહીં કોઇ યુવક આતંકવાદીઓ સાથે જોડાયો હોય. લોકો અમારી મદદ કરી રહ્યા છે, જેમનો અમે આભાર વ્યક્ત કરવા ઇચ્છી છીએ. 

કાશ્મીર ખીણમાં ગત્ત એક અઠવાડીયામાં 20 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. એક મોટી સફળતા સ્વરૂપે તેને જોવાઇ રહ્યું છે. આ વર્ષે અત્યાર સુધીમાં 230 આતંકવાદીઓ ઠાર મરાયા છે. સુરક્ષાદળોની તરફથી ઇશ્યુ કરાયેલ ટોપ 12 આતંકવાદીઓની યાદીમાં હવે માત્ર 3 જ બચેલા છે. પોલીસ માને છે કે આ બધાની પાછળ લોકોનો વધી રહેલો સહયોગ જ છે. 

ડીજીપીએ આગળ કહ્યું કે, 230 કરતા વધારે આતંકવાદીઓ જે ગત્ત 10 મહિનામાં ઠાર મરાયા છે. ઇન્ફોર્મેશનનો ફ્લો સામાન્ય લોકો અનુભવી શકે છે આતંકવાદીઓ હદથી વધી ગયા છે. લોકો તકલીફમાં છે લોકોને ભરોસો છે અને અમે તે આશામાં ખરા પણ ઉતરીશું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news