રાજસ્થાનમાં આ વખતે ચૂંટણી ટાણે બ્રાહ્મણ સમુદાય શાં માટે હાંસિયામાં ધકેલાયો? વાંચો અહેવાલ

રાજસ્થાનમાં સાત ડિસેમ્બરે થનારી વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવવા માટે ભાજપ અને કોંગ્રેસ બંને પોત પોતાની રીતે જાતીય સમીકરણ સાધવાની કોશિશમાં છે.

રાજસ્થાનમાં આ વખતે ચૂંટણી ટાણે બ્રાહ્મણ સમુદાય શાં માટે હાંસિયામાં ધકેલાયો? વાંચો અહેવાલ

જયપુર: રાજસ્થાનમાં સાત ડિસેમ્બરે થનારી વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવવા માટે ભાજપ અને કોંગ્રેસ બંને પોત પોતાની રીતે જાતીય સમીકરણ સાધવાની કોશિશમાં છે. બંને પક્ષોએ જાતિ વિશેષની બહુમતીવાળા વિસ્તારોમાં ભરપૂર સંખ્યામાં સંબંધિત જાતિઓના ઉમેદવારોને ઉતાર્યા છે. એવી ઓછામાં ઓછી 31 સીટો છે જ્યાંથી બંને પક્ષોએ એક જ જાતિના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. રાજ્યમાં પ્રમુખ જાતિઓમાં જાટ, રાજપૂત, બ્રાહ્મણ, મીણા અને ગુર્જર સામેલ છે. પરંતુ આ વખતે ચૂંટણીમાં ઠીક ઠીક સંખ્યાબળ (લગભગ 12 ટકા) રાખવા છતાં બ્રાહ્મણ એક એવી જાતિ છે જે હાંસિયા પર જોવા મળી રહી છે. હરદેવ જોશી, હરિશંકર, નવલ કિશોર, હીરાલાલ શાસ્ત્રી, લલિત કિશોર ચતુર્વેદી, અને ટીકારામ પાલિવાલ જેવા નેતાઓ આપનારા રાજ્યમાં કોઈ પણ બ્રાહ્મણ ચહેરો જોવા મળી રહ્યો નથી. હાલના સમયમાં મોટા ભાગના બ્રાહ્મણ નેતાઓ જેમ કે સી પી જોશી, ઘનશ્યામ તિવારી, ગિરિજા વ્યાસસ, ભંવરલાલ શર્મા, અરુણ ચતુર્વેદી પોત પોતાના વિસ્તારોમાં સિમટાયેલા જોવા મળી રહ્યાં છે. 

સમય સાથે બદલાતો બ્રાહ્મણ વોટબેંક
પરંપરાગત રીતે બ્રાહ્મણો કોંગ્રેસને મત આપતા રહ્યાં છે. પરંતુ હિન્દુત્વ અને ભાજપના ઉદય બાદ આ સમુદાયે પોતાનો મત બદલ્યો. છેલ્લી કેટલીક ચૂંટણીઓથી આ સમુદાય મુખ્ય રીતે ભાજપને મત આપતો આવ્યો છે. પરંતુ જટિલ જાતિય સમીકરણમાં તે ભાજપમાં ફીટ બેસી રહ્યો નથી. ભાજપમમાં બ્રાહ્મણ સમુદાયના સૌથી કદાવર નેતા ગણાતા ઘનશ્યામ તિવારીને મુખ્યમંત્રી વસુંધરારાજે સાથે ન બન્યું, જેના કારણે તેમણે પાર્ટી છોડવી પડી. હાલ રાજ્ય સ્તર પર ભાજપ પાસે કોઈ બ્રાહ્મણ ચહેરો નથી, આમ છતાં બ્રાહ્મણોને ભાજપના વોટર ગણવામાં આવે છે. 2013ની વિધાનસભા ચૂંટણીમાં વોટિંગ પેટર્ન પર અધ્યયન કરનારી સંસ્થા લોકનીતિ સીએસડીએસના જણાવ્યાં મુજબ તે સમયે લગભગ 60-62 ટકા બ્રાહ્મણોએ ભાજપને મત આપ્યાં, જ્યારે ફક્ત 22થી 25 ટકાએ કોંગ્રેસના પક્ષમાં મતદાન કર્યું. 

કોંગ્રેસમાં ન મળ્યો ભાવ
જયપુરના વરિષ્ઠ પત્રકાર અજીત સિંહ રાઠોર જણાવે છે કે હાલના સમયમાં જોઈએ તો ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોમાં કોઈ બ્રાહ્મણ ચહેરો નથી. કોંગ્રેસમાં સી પી જોશીને બ્રાહ્મણ સમુદાયના સૌથી મોટા નેતા ગણવામાં આવે છે. પરંતુ ટિકિટ ફાળવણીથી લઈને પ્રચાર અભિયાન સુધી તેમનું કઈ ચાલ્યું નહી. ઉલ્ટું પાર્ટીએ છેલ્લા કેટલાક સમયમાં તેમની પાસેથી કેટલીક મહત્વની જવાબદારીઓ પણ છીનવી લીધી. બીજી બાજુ ગિરિજા વ્યાસ છે. રાષ્ટ્રીય ચહેરો હોવા છતાં પ્રદેશ શાખામાં તેમને કોઈ પૂછતું નથી. વરિષ્ઠ પત્રકાર વિશાલ શર્માનું કહેવું છે કે કોંગ્રેસના આ બંને નેતાઓ વચ્ચે પણ એક પ્રકારની હોડ છે. બંને ઉદયપુર સંભાગના છે. અને બંને એ સ્થાપિત કરવામાં લાગ્યાં છે કે આ વિસ્તારના નેતા કોણ છે. 

कांग्रेस नेता बीडी कल्ला.

(કોંગ્રેસ નેતા બી ડી કલ્લા)

કોંગ્રેસ નેતા બી ડી કલ્લાની ટિકિટ ઉપર પણ સવાલ
અજીત સિંહ  રાઠોડનું કહેવું છે કે આજે રાજ્યમાં કોંગ્રેસનું નેતૃત્વ અશોક ગહલોત, સચિન પાયલટ, અને રામેશ્વર ડૂડી જેવા ઓબીસી નેતાઓના હાથમાં છે. કોંગ્રેસે અનેક બ્રાહ્મણ નેતાઓની ટિકિટ કાપી છે. જેમાં મમતા શર્માનું નામ છે. એટલે સુધી કે વરિષ્ઠ નેતા બી ડી કિલ્લાની ટિકિટ ઉપર પણ ભારે હોબાળો થયો. પાર્ટીએ બાંસવાડા વિસ્તારમાં કોંગ્રેસના કદાવર નેતા રહેલા નવલકિશોર શર્માના પુત્રને  પણ ટિકિટ આપી નહીં. જો કે તેમની જગ્યાએ એક બ્રાહ્મણને જ મેદાનમાં ઉતાર્યા છે. 

સી પી જોશી પ્રકરણ
રાજ્યના સૌથી મોટા બ્રાહ્મણ નેતા ગણાતા સી પી જોશી ગત દિવસોમાં તેમણે આપેલા નિવેદનોના કારણે ચર્ચામાં છે. તેમણે કહ્યું કે હિન્દુ ધર્મ પર વાત કરવાનો અધિકાર ફક્ત બ્રાહ્મણોને જ છે. તેમના આવા નિવેદનોને લઈને જ્યારે પત્રકાર વિશાલ શર્મા સાથે વાત કરવામાં આવી તો તેમનું કહેવું હતું કે જોશી, ઉદયપુર સંભાગના રાજસમંદ જિલ્લાના નાથદ્વારાથી ઉમેદવાર છે. વિસ્તારમાં કર્મકાંડી બ્રાહ્મણો નિર્ણાયક ભૂમિકામાં છે. તેમણે કહ્યું કે જોશીનું નિવેદન પોતાના વિસ્તારના મતદારને લોભાવવા માટે કહી શકાય પરંતુ નિવેદન રાજ્યના બીજા વિસ્તાર માટે ફીટ બેસતું નથી. તેમણે કહ્યું કે આ જ કારણ છે કે આજે સારી સંખ્યા હોવા છતાં બ્રાહ્મણો રાજ્યની રાજનીતિમાં પ્રભાવી જોવા મળતા નથી. 1990ના  દાયકા બાદ સમગ્ર દેશમાં રાજનીતિક પરિદ્રશ્ય બદલાઈ રહ્યું છે. જેમાંથી રાજસ્થાન પણ બાકાત નથી. હાલના સમયમાં કોઈ પણ પાર્ટી બ્રાહ્મણ સમુદાયને કેન્દ્રમાં રાખીને  રાજનીતિ કરી શકે નહીં. આમ કરવાથી અન્ય જાતીય સમુદાયોની સાથે સમીકરણ ગડબડી જશે. 

કોના પક્ષમાં જશે બ્રાહ્મણો
પત્રકાર અજિત રાઠોડ અને વિશાલ શર્માનું કહેવું છે કે ગત વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં બ્રાહ્મણ સમુદાયે ખુલીને ભાજપ માટે મતદાન કર્યું હતું. પરંતુ આ વખતની ચૂંટણીમાં સ્થિતિ બદલાઈ છે. એસસી/એસટી એક્ટને લઈને સુપ્રીમના ચૂકાદા વિરુદ્ધ થયેલા આંદોલન અને ત્યારબાદ મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા વટહુકમને કારણે તેમનામાં નારાજગી છે. કોંગ્રેસે આ નારાજગીને કેશ  કરવાની કોશિશ  રી છે અને તેણે 12-14 બેઠકો પર બ્રાહ્મણ ઉમેદવાર ઉતાર્યા છે પરંતુ રાજ્ય સ્તર પર તેમની પાસે કોઈ દમદાર બ્રાહ્મણ ચહેરો નથી. ઘનશ્યામ તિવારી ભાજપથી અલગ થયા બાદ તેમની પાસે કોઈ પ્રદેશ સ્તરના બ્રાહ્મણ નેતા નથી. જયપુરના અરુણ ચતુર્વેદી જેવા કેટલાક નેતા છે પરંતુ વિસ્તાર સુધી સિમિત છે. બ્રાહ્મણ સમુદાય સ્થાનિક સ્તરે ઉમેદવારોના હિસાબે મત આપશે અને એટલે મતનું વિભાજન ચોક્કસ થશે. આ બાજુ ઘનશ્યામ તિવારીએ ભારતવાહિની પાર્ટી બનાવી છે. 2013માં સાંગાનેર બેઠકથી ચૂંટાઈ આવ્યાં  હતાં. તેઓ રાજ્યમાં સૌથી વધુ મતોથી ચૂંટાઈ આવેલા વિધાયક છે. તેમણે ચૂંટણીમાં આર્થિક આધાર પર અનામતનો મુદ્દો ઉઠાવ્યો છે. ગરીબ સવર્ણોને 14 ટકા અનામતની તેઓ માગણી કરી રહ્યાં છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news