જમ્મુના એરફોર્સ સ્ટેશન પર હુમલા બાદ શ્રીનગરમાં ડ્રોન પર પ્રતિબંધ, પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાનો હુકમ
શ્રીનગરના જિલ્લાધિકારી મોહમ્મદ એઝાજે પોતાના ઓર્ડરમાં કહ્યું કે, આ નિર્ણય એસએસપીની ભલામણો બાદ લેવામાં આવ્યો છે. જિલ્લામાં ડ્રોન કે આવા UAVs રાખવા/વેચવા/ભેગા કરવા, ઉપયોગ કરવા કે ટ્રાન્સપોર્ટ કરવા પર પ્રતિબંધ હશે.
Trending Photos
નવી દિલ્હી/શ્રીનગરઃ જમ્મુમાં થોડા દિવસ પહેલા ડ્રોન આતંકી હુમલા બાદ શ્રીનગરમાં પણ ડ્રોન પર પ્રતિબંધ લાગી ગયો છે. કોઈપણ પ્રકારના ડ્રોન કે અન્ય અનમેન્ડ એરિયલ વીકલ્સ (UAVs) રાખવા પર પ્રતિબંધ હશે. તંત્રએ કહ્યું કે, જેની પાસે આવા ડિવાઇસ છે, તે નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દે. કઠુઆ અને રાજૌરી જિલ્લામાં પણ આવો પ્રતિબંધ લાગી ચુક્યો છે. જમ્મુ એરફોર્સ સ્ટેશન પર આતંકી હુમલામાં બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
ડ્રોન ઉડાવતા પહેલા... સરકારી વિભાગોએ પણ જાણ કરવી પડશે
શ્રીનગરના જિલ્લાધિકારી મોહમ્મદ એઝાજે પોતાના ઓર્ડરમાં કહ્યું કે, આ નિર્ણય એસએસપીની ભલામણો બાદ લેવામાં આવ્યો છે. જિલ્લામાં ડ્રોન કે આવા UAVs રાખવા/વેચવા/ભેગા કરવા, ઉપયોગ કરવા કે ટ્રાન્સપોર્ટ કરવા પર પ્રતિબંધ હશે. સરકારી વિભાગ જે ડોર્ન્સનો ઉપયોગ કરે છે, તેણે આમ કરતા પહેલા સ્થાનીક પોલીસ સ્ટેશનમાં માહિતી આપવી પડશે.
Jammu & Kashmir: Srinagar District administration provides standard operating guidelines to regulate the use of drones. Persons already having drone cameras/unmanned aerial vehicles in their possession shall ground the same in the local police station. pic.twitter.com/pyBsx3trDg
— ANI (@ANI) July 4, 2021
જમ્મુમાં સતત જોવા મળી રહ્યાં હતા ડ્રોન
27 જૂને જમ્મુ એરફોર્સ સ્ટેશન પર હુમલા બાદ ઘણા દિવસ સુધી સતત ડ્રોન નજર આવતા રહ્યાં. 2 જુલાઈએ સીમા સુરક્ષા દળ (BSF) એ જમ્મુના અરનિયા સેક્ટરમાં પાકિસ્તાન તરફથી આવી રહેલા એક ક્વાડકોપ્ટર પર ફાયરિંગ કર્યું હતું. ડ્રોન હુમલાની તપાસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી કરી રહી છે.
IAF સ્ટેશન પર ડ્રોનથી બે ધમાકા
દેશમાં પ્રથમવાર ડ્રોન દ્વારા આતંકીઓએ કોઈ હુમલો કર્યો છે. 26-27 જૂનની રાત્રે વિસ્ફોટક પાડવા માટે બે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જમ્મુ વાયુસેના સ્ટેશન પર પાંચ મિનિટના અંતરમાં સતત બે વિસ્ફોટ થયા, જેમાં ટેકનીકલ ક્ષેત્રમાં ડ્યૂટી પર તૈનાત બે સુરક્ષાકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા. બાદમાં ડ્રોન ઉડી ગયા. રાત્રે 1.37 કલાક અને 1.42 કલાકે બે ધમાકાથી એક ઇમારતની છત ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી.
ડ્રોન ઘુષણખોરીને લઈને તમિલનાડુ, કેરલમાં હાઈ એલર્ટ
જમ્મુમાં ડ્રોન હુમલા બાદ કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ તમિલનાડુ અને કેરલમાં હાઈએલર્ટ પર છે. ન્યૂઝ એજન્સી IANS એ સૂત્રોના હવાલાથી જણાવ્યું કે, એજન્સીઓએ તમિલનાડુ અને કેરલ, બન્ને પોલીસને એલર્ટ રહેવા અને રાજ્યોમાં ઘુષણખોરી માટે તૈયાર રહેવા માટે કહ્યું છે. શ્રીલંકામાં હંબનથોટા પોર્ટ પર ચીની કબજા બાદ, તટરક્ષક દળ અને ભારતીય નૌસેનાની ગુપ્ત જાણકારી તમિલનાડુના સમુદ્રી ક્ષેત્ર અને કેરલના દક્ષિણી ક્ષેત્રમાં હાઈ એલર્ટ પર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે