VIDEO: છૂટાછેડા પછી આમિર ખાન-કિરણ રાવનો વીડિયો આવ્યો સામે, કહ્યું- અમે ખુશ છીએ
આમિર ખાન (Aamir Khan) અને કિરણ રાવ (Kiran Rao) ના અલગ થવાની જાહેરાત બાદ બંનેનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં આમિરે જણાવ્યું કે તે અને કિરણ ખુશ છે.
Trending Photos
મુંબઈઃ એક દિવસ પહેલા આમિર ખાન અને કિરણ રાવે અલગ થવાની જાહેરાત કરતા પોતાના છૂટાછેડાની વાત ફેન્સ સાથે શેર કરી હતી. આમિર અને કિરણના 15 વર્ષ બાદ થયેલા છૂટાછેડા પર અનેક લોકો ચોંકી ગયા તો સોશિયલ મીડિયા પર યૂઝર્સ અલગ-અલગ પ્રકારની વાતો કરી રહ્યા છે. હવે છૂટાછેડા બાદ આમિર અને કિરણનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં આમિર અને કિરણે કહ્યું કે, તે ખુશ છે અને સાથે કામ કરતા મળીને પોતાના પુત્ર આઝાદનું ધ્યાન રાખશે.
આ વીડિયોમાં આમિર ખાન અને કિરણ રાવે એકબીજાનો હાથ પકડ્યો છે અને ખુશ નજર આવી રહ્યાં છે. આ વીડિયો આમિર અને કિરણે પોતાના છૂટાછેડા બાદ જારી કર્યો છે. તેણે પોતાના ફેન્સને કહ્યું કે, તે ખુબ ખુશ છે અને સાથે મળી કામ કરશે. જુઓ આમિર અને કિરણનો આ વીડિયો..
મહત્વનું છે કે કિરણ રાવ પહેલા આમિર ખાને 1986માં રીના દત્તા સાથે લગ્ન કર્યા હતા. આમિર અને રીનાના બે પુત્ર જુનૈદ અને આઇરા છે. ત્યારબાદ આમિર ખાને 2005માં કિરણ રાવ સાથે લગ્ન કર્યા હતા. આમિર અને કિરણને એક પુત્ર આઝાદ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે