Ayodhya Verdict: અરશદ મદનીએ કહ્યું, 'જો બાબરે મંદિર પાડીને મસ્જિદ બનાવી હતી તો તે ઇસ્લામમાં મસ્જિદ નથી'

અયોધ્યા પર સુપ્રીમ કોર્ટ (Supreme Court) ના ચુકાદા બાદ મીડિયા સાથે વાતચીત કરતાં જમીયત ઉલેમા હિંદના અધ્યક્ષ અને અયોધ્યા કેસમાં મુસ્લિમ પક્ષકાર મૌલાના સૈયદ અરશદ મદની (Maulana Arshad Madni)એ કહ્યું કે અયોધ્યા (Ayodhya) માં બાબરી મસ્જિદ (Babri Masjid) જ હતી અને તે સાચી જગ્યાએ બની હતી.

Ayodhya Verdict: અરશદ મદનીએ કહ્યું, 'જો બાબરે મંદિર પાડીને મસ્જિદ બનાવી હતી તો તે ઇસ્લામમાં મસ્જિદ નથી'

નવી દિલ્હી; અયોધ્યા પર સુપ્રીમ કોર્ટ (Supreme Court) ના ચુકાદા બાદ મીડિયા સાથે વાતચીત કરતાં જમીયત ઉલેમા હિંદના અધ્યક્ષ અને અયોધ્યા કેસમાં મુસ્લિમ પક્ષકાર મૌલાના સૈયદ અરશદ મદની (Maulana Arshad Madni)એ કહ્યું કે અયોધ્યા (Ayodhya) માં બાબરી મસ્જિદ (Babri Masjid) જ હતી અને તે સાચી જગ્યાએ બની હતી. તેનો એ છે કે સુપ્રીમ કોર્ટે જે જગ્યાએ રામ મંદિર બનાવવા માટે આપી છે, તેના પર મુસલમાનોનો અધિકાર છે. અયોધ્યા પર સુપ્રીમ કોર્ટ (Supreme Court) એ જે પણ ચુકાદો આપ્યો છે, તે ચુકાદાની કોપી મળી નથી, જે પણ મળી છે તેને ઉર્દૂમાં ટ્રાંસલેટ કરાવી રહ્યા છીએ. કારણ કે સુપ્રીમ કોર્ટે જે પણ ચુકાદો આપ્યો છે તે અમને સમજાતો નથી. 

મૌલાના સૈયર અરશદ મદનીએ આગળ કહ્યું કે જ્યારે કોર્ટે હિંદુઓને જમીન આપવાનો આદેશ આપ્યો છે તો અમે પાંચ એકર જમીનની ઓફર કેમ કરી. જો તે જમીન પર તેમનો હક છે તો અમને બદલામાં પાંચ એકર જમીન કેમ આપવામાં આવી રહી છે. અમે તે જમીન માંગ ન હતી. અમને મસ્જિદ માટે બીજે ક્યાંય જમીન ઓફર મંજૂર નથી. કારણ કે આ જમીનનો મુદ્દો નથી પરંતુ માલિકી અધિકારનો છે. જો જમીન મસ્જિદની નથી તો અલગથી જમીન આપવાનો આદેશ કેમ કરવામાં આવ્યો. 

જો કોર્ટ કહે છે કે તે જમીન પર મંદિર તોડીને બાબરી મસ્જિદ બનાવવામાં આવી તો અમે તે ચુકાદા પર કોઇ વાંધો નથી. કારણ કે તે મસ્જિદ બાબરે મંદિરને તોડીને અથવા કબજો કરીને બનાવી છે તો તે ઇસ્લામમાં મસ્જિદ નથી. એટલા માટે અને આ વાતને કહી ન શકીએ કે ત્યાં ફરીથી મસ્જિદ બનાવવામાં આવે, પરંતુ સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે તેના કોઇ પુરાવા નથી કે ત્યાં મંદિર હતું, જેને પાડીને બાબરે મસ્જિદ બનાવી હતી. તેનો અર્થ છે કે મસ્જિદ યોગ્ય જગ્યાએ બનેલી છે અને તે જમીન પર મુસલમાનોનો જ અધિકાર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news