જામિયા હિંસામાં 18 લોકો સામે ચાર્જશીટ દાખલ, શરજીલ ઈમામ પર  લાગ્યો આ આરોપ

જામિયા હિંસાને લઈને દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચ (SIT)એ ચાર્જશીટ ફાઈલ કરી દીધી છે. આ ચાર્જશીટ ગત 15 ફેબ્રુઆરીના રોજ સાકેત કોર્ટમાં ફાઈલ કરાઈ છે. આ આરોપ પત્રમાં 18 લોકો સામે સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડવાનો, તોફાનો કરવાનો, સરકારી કર્મચારી સાથે મારપીટ કરવાના અને સરકારી કામમાં વિધ્ન પહોંચાડવાના આરોપ લગાવવામાં આવ્યાં છે. 

જામિયા હિંસામાં 18 લોકો સામે ચાર્જશીટ દાખલ, શરજીલ ઈમામ પર  લાગ્યો આ આરોપ

નવી દિલ્હી: જામિયા હિંસાને લઈને દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચ (SIT)એ ચાર્જશીટ ફાઈલ કરી દીધી છે. આ ચાર્જશીટ ગત 15 ફેબ્રુઆરીના રોજ સાકેત કોર્ટમાં ફાઈલ કરાઈ છે. આ આરોપ પત્રમાં 18 લોકો સામે સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડવાનો, તોફાનો કરવાનો, સરકારી કર્મચારી સાથે મારપીટ કરવાના અને સરકારી કામમાં વિધ્ન પહોંચાડવાના આરોપ લગાવવામાં આવ્યાં છે. 

દિલ્હી પોલીસે આ ચાર્જશીટ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ (દક્ષિણ-પૂર્વ) સમક્ષ આઈપીસીની કલમ 307, 147, 148, 149, 186, 353, 332, 427 તથા અન્ય કલમો હેઠળ દાખલ કરાઈ છે. દિલ્હી પોલીસની તપાસમાં ખુલાસો થયો છે કે આ હિંસા દરમિયાન પોલીસને 3.2 એમએમ પિસ્તોલની ખાલી કારતૂસો મળી આવી હતી. પોલીસ હજુ સીસીટીવી ફૂટેજ, કોલ ડિટેઈલ રેકોર્ડની તપાસ કરી રહી છે. આ ઉપરાંત પોલીસે 100થી વધુ સાક્ષીઓની જુબાની પુરાવા તરીકે રજુ કર્યા છે. આ ચાર્જશીટમાં શરજીલ ઈમામને હિંસા ભડકાવવાનો આરોપી લગાવ્યો છે. 

જુઓ LIVE TV

દિલ્હી  પોલીસ તોફાનીઓની ઓળખ માટે કેટલીક તસવીરો પણ બહાર પાડી શકે છે. હજુ સુધી આ મામલામાં 17 આરોપીઓની ધરપકડ થઈ છે. જેમાં 9ને ન્યુ ફ્રેન્ડ્સ કોલોની, જ્યારે 8ને જામિયા સાથે સંબંધ છે. આ બધા સ્થાનિક લોકો છે. કોઈ પણ વિદ્યાર્થીનું નામ ચાર્જશીટમાં સામેલ નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news