શરીર પરથી બધા વસ્ત્રો ઉતારીને જાપાનીઝ પુરુષો આખરે એવુ તો શું કરે છે?

દુનિયામાં અનેક પ્રકારના અજીબોગરીબ ફેસ્ટિવલ સેલિબ્રેટ કરવામાં આવે છે. આખી દુનિયાને ભલે આ ફેસ્ટિવલ અજીબ લાગતા હોય, પણ સ્થાનિક લોકો તેને બહુ જ ઉત્સાહથી ઉજવે છે. જેમાંથી એક છે જાપાન (Japan) નો નેકેડ ફેસ્ટિવલ.... આ ફેસ્ટિવલની ખાસિયત એ છે કે તેને ઓછામાં ઓછા કપડા પહેરીને સેલિબ્રેટ કરવામાં આવે છે. જાપાનના હોંસુ આઈલેન્ડ પર આ ફેસ્ટિવલ ઉજવવામાં આવ્યો, જેમાં સેંકડો જાપાનીઝ પુરુષોએ ભાગ લીધો હતો.
શરીર પરથી બધા વસ્ત્રો ઉતારીને જાપાનીઝ પુરુષો આખરે એવુ તો શું કરે છે?

ઝી મીડિયા/બ્યૂરો :દુનિયામાં અનેક પ્રકારના અજીબોગરીબ ફેસ્ટિવલ સેલિબ્રેટ કરવામાં આવે છે. આખી દુનિયાને ભલે આ ફેસ્ટિવલ અજીબ લાગતા હોય, પણ સ્થાનિક લોકો તેને બહુ જ ઉત્સાહથી ઉજવે છે. જેમાંથી એક છે જાપાન (Japan) નો નેકેડ ફેસ્ટિવલ.... આ ફેસ્ટિવલની ખાસિયત એ છે કે તેને ઓછામાં ઓછા કપડા પહેરીને સેલિબ્રેટ કરવામાં આવે છે. જાપાનના હોંસુ આઈલેન્ડ પર આ ફેસ્ટિવલ ઉજવવામાં આવ્યો, જેમાં સેંકડો જાપાનીઝ પુરુષોએ ભાગ લીધો હતો.

ટ્રમ્પ-મોદી માટે ગાંધી આશ્રમમાં બની રહ્યો છે સ્પેશિયલ ગ્રીન રૂમ

આ ફેસ્ટિવલ દર વર્ષે ફેબ્રુઆરી મહિનાના ત્રીજા શનિવારે સૈદાઈજી કાનોનિયન મંદિરમાં ઉજવવામાં આવે છે. આ ફેસ્ટિવલમાં લોકો ઓછામાં ઓછા કપડામાં નજર આવે છે. કેટલાક લોકો તેમાં સફેદ મોજોની સાથે ફનડોશી (જાપાનીઝ પારંપરિક કપડા) પહેરીને આવે છે. 

હાડાકા માત્સુરી ખેતી સાથે જોડાયેલો ઉત્સવ છે. જે લગભગ 3 વાગ્યે શરૂ થાય છે. તેને ઉજવવાનો ઉદ્દેશ્ય યુવાઓમાં ખેતી વિશે રસ પેદા કરવાનો છે. લોકોનું માનવુ છે કે, આ ફેસ્ટિવલને ઉજવવાથી યુવાઓના મનમાં ભવિષ્યમાં પણ ખેતી સાથેની લાગણી જોડાયેલી રહે.

વફાદાર સાથી જ નીકળ્યો માથાભારે સૂર્યા મરાઠીની હત્યાનો મોટો સૂત્રધાર 

આ ફેસ્ટિવલમાં જાપાનીઝ યુવકો મંદિરની આસપાસ ચક્કર લગાવે છે અને ઠંડા પાણીથી ખુદને પવિત્ર કરે છે. બાદમાં તેઓ મંદિરમાં પ્રવેશે છે. તેના બાદ સ્પર્ધકોને બે ભાગ્યશાળી લાકડી શોધવી પડે છે. જે મંદિરના પૂજારી 100 બંડલોની સાથે લોકોના ટોળામાં ફેંકે છે. ભાગ્યશાળી લાકડી શોધવાના સંઘર્ષમાં પુરુષોને અનેક ઈજાઓ પહોંચે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news