ભારતમાં ફરી મોટા આતંકી હુમલાને અંજામ આપવાની ફિરાકમાં જૈશ, મસૂદે તાલિબાન સાથે મિલાવ્યા હાથ

આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ તાલિબાન સાથે મળીને ભારત પર મોટો આતંકી હુમલો કરવાની ફિરાકમાં છે. ગુપ્તચર એજન્સીઓના એક રિપોર્ટ મુજબ પીઓકેમાં ભારતીય વાયુસેના દ્વારા બાલાકોટમાં કરાયેલી એર સ્ટ્રાઈક અગાઉ જૈશ ચીફ મૌલાના મસૂદ અઝહરે તાલિબાન, હક્કાની જૂથોના કમાન્ડરો સાથે એક બેઠક કરી હતી.

ભારતમાં ફરી મોટા આતંકી હુમલાને અંજામ આપવાની ફિરાકમાં જૈશ, મસૂદે તાલિબાન સાથે મિલાવ્યા હાથ

નવી દિલ્હી: આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ તાલિબાન સાથે મળીને ભારત પર મોટો આતંકી હુમલો કરવાની ફિરાકમાં છે. ગુપ્તચર એજન્સીઓના એક રિપોર્ટ મુજબ પીઓકેમાં ભારતીય વાયુસેના દ્વારા બાલાકોટમાં કરાયેલી એર સ્ટ્રાઈક અગાઉ જૈશ ચીફ મૌલાના મસૂદ અઝહરે તાલિબાન, હક્કાની જૂથોના કમાન્ડરો સાથે એક બેઠક કરી હતી. આ બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે જૈશ તાલિબાન સાથે મળીને ભારત અને અફઘાનિસ્તાનમાં હુમલા કરશે. ગુપ્તચર એજન્સીઓના આ રિપોર્ટ બાદ સુરક્ષા એજન્સીઓ સતત જૈશની ગતિવિધિઓ પર નજર રાખી રહી છે. 

સુરક્ષા સાથે જોડાયેલા એક અધિકારીના જણાવ્યાં મુજબ જૈશના ચીફ મસૂદ અઝહર અને તાલિબાની આતંકીઓ વચ્ચે 15-20 ડિસેમ્બર દરમિયાન બેઠક યોજાઈ હતી, જેમાં જૈશ અને તાલિબાને મળીને એક સાથે ભારત પર આતંકી હુમલો કરવાનો પ્લાન બનાવ્યો છે. ઈનપુટ મુજબ તાલિબાન જૈશના આતંકીઓને મોટા હુમલા કરવા માટે ટ્રેનિંગ આપશે.

ગુપ્તચર એજન્સીઓના જણાવ્યાં મુજબ જૈશે જ્યાં તાલિબાન સાથે મળીને ભારત પર હુમલાની યોજના બનાવી છે ત્યાં એ ખતરો અફઘાનિસ્તાનમાં પણ સતત તોળાઈ રહ્યો છે. એજન્સીઓને શક છે કે અફઘાનિસ્તાનમાં ભારતીયોના ઠેકાણા અને ઈન્સ્ટોલેશન પર તાલિબાનના હુમલાનો ભય છે. ગુપ્તચર એજન્સીઓના જણાવ્યાં મુજબ પાકિસ્તાનની આઈએસઆઈ સતત જૈશ, તાલિબાન અને હક્કાની જૂથો સાથે બેઠક કરી રહી છે જેથી કરીને ભારતને અફઘાનિસ્તાનમાં ફટકો મારી શકાય. 

સુરક્ષા એજન્સી સાથે જોડાયેલા એક અધિકારીના જણાવ્યાં મુજબ આઈએસઆઈ છેલ્લા કેટલાક મહિનાઓથી જૈશ, હક્કાની અને તાલિબાનને એકસાથે લાવવા માંગતી હતી. જ્યારથી અમેરિકાએ તાલિબાન સાથે મળીને અફઘાનિસ્તાનમાં વાતચીતનો દોર શરૂ કર્યો છે, આઈએસઆઈ આ તકનો લાભ ઉઠાવવામાં લાગી છે. તે તાલિબાની આતંકીઓને ભારતમાં હુમલા માટે ઉક્સાવી રહી છે. આથી આઈએસઆઈએ આ આતંકી જૂથો સાથે બેઠક કરાવી છે. 

પાકિસ્તાનના બાલાકોટમાં ઈન્ડિયન એરફોર્સ તરફથી આતંકી કેમ્પો પર કરાયેલા હવાઈ હુમલા બાદ નવા રિપોર્ટથી ખુલાસો થયો છે કે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકીઓના 16 ટેરર કેમ્પ છે જ્યાં આતંકીઓને ભારત પર હુમલા માટે ટ્રેનિંગ અપાઈ રહી છે. રિપોર્ટ મુજબ 5 ટેરર  કેમ્પ મુદરીકે, બહાવલપુર અને 3 કેમ્પ મનશેરામાં છે. જ્યારે 11 કેમ્પ પીઓકેમાં સક્રિય છે. 

રિપોર્ટ મજુબ ગત વર્ષે આ કેમ્પોમાં કુલ 560 આતંકીઓને પાકિસ્તાનમાં ટ્રેનિંગ અપાઈ. આ આતંકીઓને આઈઈડીથી લઈને ઊંડા પાણીમાં ટ્રેનિંગ અપાઈ રહી છે. જેનાથી તેઓ સમુદ્ર દ્વારા ભારત પર હુમલો કરી શકે. પીઓકેના જે કેમ્પોમાં ટ્રેનિંગ અપાઈ રહી છે તેના નામ છે બોઈ, મુઝફ્ફરાબાદ, કોટલી, બરનાલા, લાકા એ ગૈર, શેરપાઈ, દેવલીન,  ખાલિદ બિન વાલિદ, ગરહી અને દુપટ્ટી કેમ્પ. આ બધા ગુપ્તચર એજન્સીઓના નિશાના પર છે. 

લેટેસ્ટ ગુજરાતી સમાચાર : જુઓ LIVE TV

આમ જોવા જઈએ તો બાલાકોટમાં જેશના જે કેમ્પ પર ભારતીય વાયુસેનાએ હુમલો કર્યો તે અંગે ગુપ્તચર એજન્સીઓએ અનેક જાણકારી ભેગી કરી હતી. રિપોર્ટમાં કહેવાયુ હતું કે કેમ્પમાં 300જેટલા મોબાઈલ કનેક્શન એક્ટિવ છે. આ કેમ્પોમાં 300થી 350 આતંકીઓ દર વખતે ટ્રેનિંગ લે છે. આ ગુપ્ત માહિતીના આધારે જ એરફોર્સે એર સ્ટ્રાઈક કરી હતી. હુમલા બાદ સેટેલાઈટ ઈમેજથી ખુલાસો થયો છે કે બાલાકોટમાં કરાયેલી એરસ્ટ્રાઈક એકદમ સટિકહતી અને હુમલામાં 5-6 બિલ્ડિંગ સંપૂર્ણ રીતે તબાહ થઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news