Jahangirpuri Violence: જહાંગીરપુરીમાં બુલડોઝરથી કાર્યવાહી શરૂ, બે દિવસ ચાલશે અતિક્રમણ વિરુદ્ધ અભિયાન

દેશની રાજધાની દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં હનુમાન જયંતીના અવસરે થયેલા ઉપદ્રવ મામલે હવે બુલડોઝરની પણ એન્ટ્રી થઈ ગઈ છે. ઉત્તર દિલ્હી નગર નિગમનું કહેવું છે કે આ કાર્યવાહી ગેરકાયદેસર સંપત્તિઓ અને અતિક્રમણ પર થઈ રહી છે.

Jahangirpuri Violence: જહાંગીરપુરીમાં બુલડોઝરથી કાર્યવાહી શરૂ, બે દિવસ ચાલશે અતિક્રમણ વિરુદ્ધ અભિયાન

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં હનુમાન જયંતીના અવસરે થયેલા ઉપદ્રવ મામલે હવે બુલડોઝરની પણ એન્ટ્રી થઈ ગઈ છે. ઉત્તર દિલ્હી નગર નિગમનું કહેવું છે કે આ કાર્યવાહી ગેરકાયદેસર સંપત્તિઓ અને અતિક્રમણ પર થઈ રહી છે. આ કાર્યવાહીને જોતા લગભગ 1500 જવાન તૈનાત કરાયા છે. જહાંગીરપુરીમાં હનુમાન જયંતી પર હિંસા થઈ હતી. આરોપીઓની ગેરકાયદેસર સંપત્તિ પર 20 અને 21 એપ્રિલના રોજ બુલડોઝરથી કાર્યવાહી કરવામાં આવશે. અત્રે જણાવવાનું કે ભાજપે જહાંગીરપુરી હિંસાના આરોપીઓ તરફથી કરાયેલા ગેરકાયદેસર નિર્માણ પર બુલડોઝર ચલાવવાની માંગણી કરી હતી. આ અગાઉ પહેલા ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં આ પ્રકારે કાર્યવાહી કરવામાં આવી હતી. 

સમગ્ર દિલ્હીમાં ચાલશે અભિયાન
આ બધા વચ્ચે ઉત્તર દિલ્હી નગર નિગમના મેયર રાજા ઈકબાલ સિંહે કહ્યું કે અતિક્રમણ વિરોધી અભિયાન હવે સમગ્ર દિલ્હીમાં ચાલશે. પહેલા પણ અમે ડ્રાઈવ માટે સુરક્ષાની ગુહાર લગાવી હતી પરંતુ કેટલાક કારણોસર ત્યારે કાર્યવાહી કરાઈ નહતી. એમસીડીના અભિયાન વચ્ચે પોલીસે કહ્યું કે હાલાત કાબૂમાં છે અને કોઈ પણ પ્રકારની સ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણ રીતે તૈયારી કરવામાં આવી છે. વિસ્તારમાં ડ્રોનની મદદ લેવાઈ રહી છે. 

The civic body has asked for 400 personnel from Delhi Police to maintain the law & order situation during the drive in the area pic.twitter.com/KViPfwPEqr

— ANI (@ANI) April 20, 2022

બુલડોઝરથી કાર્યવાહી શરૂ
અતિક્રમણ હટાવવાના આ અભિયાનને લઈને એમસીડીના અધિકારી તાબડતોડ ગેરકાયદે નિર્માણ ધ્વસ્ત  કરી રહ્યા છે. આ બધા વચ્ચે જહાંગીરપુરીને 14 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. દિલ્હી પોલીસના અનેક મોટા અધિકારીઓ હાજર છે. 

— ANI (@ANI) April 20, 2022

લોકોએ સામાન હટાવ્યો
જહાંગીરપુરી સ્થિતિ હિંસા પ્રભાવિત વિસ્તારમાં કેટલાક સ્થાનિક લોકો પોતે જ પોતાનો સામાન હટાવી રહ્યા છે. તેમણે કહ્યું કે ભંગારનો સામાન અને અન્ય વસ્તુઓ ભેગી કરીને અન્ય જગ્યાએ મોકલી રહ્યા છે. તેમણે કહ્યું કે અમે આ સામાન વેચીને અમારું ઘર ચલાવીએ છીએ અને હવે તેને હટાવવામાં આવી રહ્યો છે. કારણ કે અમને ખબર પડી છે કે અહીં આજે બુલડોઝર આવશે. આ પહેલા ડીસીપી ઉત્તર પશ્ચિમ ઉષા રંગનાનીએ જહાંગીરપુરીનું નિરીક્ષણ કર્યું હતું. 

Stone-pelting incidents took place on April 16 evening during a religious procession here. pic.twitter.com/JzuGHh3Vmt

— ANI (@ANI) April 20, 2022

એમસીડીની કાર્યવાહી પર ઔવેસી ભડક્યા
જહાંગીરપુરીમાં ગેરકાયદેસર નિર્માણ હટાવવાને લઈને એમસીડીની સંભવિત કાર્યવાહી અંગે એઆઈએમઆઈએમના સુપ્રીમો અસદુદ્દીન ઓવૈસીએ ભાજપ પર ગરીબો વિરુદ્ધ યુદ્ધ છેડવાનો આરોપ લગાવ્યો છે. ઓવૈસીએ કહ્યું કે ન નોટિસ આપી...ન કોર્ટ જવાની તક.

અત્રે જણાવવાનું કે ઉત્તર દિલ્હી નગર નિગમ તરફથી આ મામલે નોર્થ વેસ્ટના ડેપ્યુટી પોલીસ કમિશનરને પત્ર લખીને કાયદો વ્યવસ્થા સંભાળવા માટે દિલ્હી પોલીસના 400 જવાનોની તૈનાતી કરવાની માંગણી કરાઈ હતી. ઉત્તર દિલ્હી નગર નિગમ તરફથી કહેવાયું છે કે જહાંગીરપુરી વિસ્તારમાં ગેરકાયદેસર નિર્માણ ધ્વસ્ત કરવા માટે 20 અને 21 એપ્રિલના રોજ અભિયાન ચલાવવામાં આવશે. નોંધનીય છે કે દિલ્હી ભાજપના અધ્યક્ષ આદેશ ગુપ્તાએ આ અંગે ઉત્તર દિલ્હી નગર નિગમના મેયરને પણ પત્ર લખ્યો હતો. દિલ્હી ભાજપના અધ્યક્ષ આદેશ ગુપ્તાએ લખેલા પત્રમાં હનુમાન જયંતીના અવસરે 16 એપ્રિલના રોજ શોભાયાત્રા પર અસામાજિક તત્વો દ્વારા થયેલા પથ્થરમારાનો ઉલ્લેખ કરાયો હતો. ત્યારબાદ નગર નિગમે નોટિસ બહાર પાડી હતી. 

હથિયાર વેચનારા શખ્સની ધરપકડ
બીજી બાજુ દિલ્હી પોલીસે જહાંગીરપુરી વિસ્તારમાં હથિયાર વેચનારા એક આરોપીની અથડામણ બાદ ધરપકડ કરી છે. આરોપી આર્મ્સ સપ્લાયર પર 60થી વધુ કેસ નોંધાયા છે. પોલીસ સાથે અથડામણમાં આરોપી ઘાયલ પણ થયો છે. 

મોટો ખુલાસો
જહાંગીરપુરી હિંસા પર ઝી ન્યૂઝની એક્સક્લુઝિવ તપાસ પણ ચાલુ છે. આ બધા વચ્ચે સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે કે આરોપીઓના 30 ફોન નંબરની તપાસ થઈ રહી છે. અત્રે જણાવવાનું કે આરોપી અંસાર અને ઈમામ શેખ સંલગ્ન ફોન નંબર પર જ્યાં ખાસ ધ્યાન અપાઈ રહ્યું છે ત્યાં સગીર આરોપી સંબંધિત ફોનની પણ તપાસ થઈ રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news