IPL 2022 LSG vs RCB: હેઝલવુડની ઘાતક બોલિંગ આગળ લખનઉ ઘૂંટણીયે, બેંગ્લોરને મળી પાંચમી જીત

IPL 2022 LSG vs RCB: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની આ જીતનો હીરો ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ છે. તેણે તેની ચાર ઓવરમાં માત્ર 25 રન આપી 4 વિકેટ ઝડપી પાડી છે. હેઝલવુડે ક્વિંટન ડિકોક, મનીષ પાંડે, ક્રુણાલ પાંડ્યા અને આયુષ બદોનીને પેવેલિયન પરત મોકલ્યા છે.

IPL 2022 LSG vs RCB: હેઝલવુડની ઘાતક બોલિંગ આગળ લખનઉ ઘૂંટણીયે, બેંગ્લોરને મળી પાંચમી જીત

IPL 2022 LSG vs RCB: મુંબઇના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાયેલી આઇપીએલ 2022 ની 31 મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે લખનઉ સુપર જાયન્ટ્સની ટીમને 18 રનથી હરાવી છે. આરસીબીની આ પાંચમી જીત છે. ત્યારે લખનઉની આ ત્રીજી હાર છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ફાફ ડૂપ્લેસિસની 96 રનની ઇનિંગની મદદથી 20 ઓવરમાં 6 વિકેટ પર 181 રન બનાવ્યા હતા. તેના જવાબમાં લખનઉની ટીમ નિર્ધારિત ઓવરમાં 163 રન બનાવી શકી હતી.

આરસીબીની આ જીતનો હીરો ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ છે. તેણે તેની ચાર ઓવરમાં માત્ર 25 રન આપી 4 વિકેટ ઝડપી પાડી છે. હેઝલવુડે ક્વિંટન ડિકોક, મનીષ પાંડે, ક્રુણાલ પાંડ્યા અને આયુષ બદોનીને પેવેલિયન પરત મોકલ્યા છે. હેઝલવુડનું આ આઇપીએલમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. જો કે, ફાફ ડુ પ્લેસિસના 96 રનની ઇનિંગે આરસીબીની જીતનો પાયો નાખ્યો હતો.

ડિકોકનું ના ચાલ્યું બેટ
બેંગ્લોરે આપેલા 181 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી લખનઉની શરૂઆત સારી રહી નથી. ઓપનિંગ બેટ્સમેન ડિકોક માત્ર 3 રન બનાવી આઉટ થઈ ગયો. ત્યારબાદ ત્રણ નંબર પર બેટિંગ કરવા આવેલો મનીષ પાંડે પણ આઉટ થઈ ગયો હતો. તે આઠ બોલમાં 6 રન બનાવી આઉટ થયો. 33 રન પર 2 વિકેટ ગુમાવ્યા બાદ કેએલ રાહુલે માસ્ટરસ્ટ્રોક રમ્યો અને ચાર નંબર પર બેટિંગ માટે ક્રુણાલ પાંડ્યાને મોકલ્યો.

ક્રુણાલે સંભાળીને બેંટિગ કરવાનું શરૂ કર્યું, પરંતુ ઝડપી રન બનાવવાના ચક્કરમાં રાહુલે પોતાની વિકેટ ગુમાવી. તેણે 24 બોલમાં ત્રણ ચોક્કા અને એક સિક્સની મદદથી 30 રન બનાવ્યા. ત્યારબાદ કોઈએ ક્રુણાલનો સાથ આપ્યો નહીં. આ વચ્ચે દીપક હુડ્ડા અને આયુષ બદોની 13-13 રન બનાવી પવેલિયન પરત ફર્યા.

ક્રુણાલે 28 બોલમાં 5 ચોક્કા અને 2 સિક્સની મદદથી 42 રનની ઇનિંગ રમી. અંતમાં માર્કસ સ્ટોઇનિસે 15 બોલમાં 24 અને જેસન હોલ્ડરે 8 બોલમાં 16 રન બનાવ્યા, પરંતુ આ બંને તેમની ટીમને જીતાડી શક્યા નહીં. ત્યારે દુષ્માંતા ચમીરા 01 અને રવિ બિશ્નોઈ 00 પર નાબાદ પરત ફર્યા.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે જોશ હેઝલવુડે સૌથી વધારે ચાર વિકેટ ઝડપી. આ ઉપરાંત હર્ષલ પટેલે બે વિકેટ લીધી. ત્યારે મોહમ્મદ સિરાઝ અને ગ્લેન મેક્સવેલે એક-એક વિકેટ લીધી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news