સંજય અરોડા દિલ્હીના નવા પોલીસ કમિશનર, લેશે રાકેશ અસ્થાનાની જગ્યા

ગૃહ મંત્રાલય તરફથી જારી આદેશ પહેલા પૂર્વ દિલ્હી પોલીસના અધિકારીઓ રાકેશ અસ્થાનાની ફેરવેલની તૈયારીઓ કરવા લાગ્યા હતા. સાંજે 4 કલાકે કિંગ્સવે કેમ્પ પોલીસ લાઇનમાં તેમની ફેરવેલ પરેડ યોજાશે. 
 

સંજય અરોડા દિલ્હીના નવા પોલીસ કમિશનર, લેશે રાકેશ અસ્થાનાની જગ્યા

નવી દિલ્હીઃ સંજય અરોડા હવે દિલ્હીના નવા પોલીસ કમિશનર હશે. સંજય અરોડા વર્ષ 1988 બેચના આઈપીએસ અધિકારી છે. આ સંબંધમાં રવિવારે ગૃહ મંત્રાલય તરફથી એક આદેશ જાહેર કરવામાં આવ્યો છે. સંજય અરોડા પહેલા  ITBP ના ચીફ હતા. તેઓ રાકેશ અસ્થાનાની જગ્યા લેશે. તમને જણાવી દઈએ કે રાકેશ અસ્થાના પાછલા વર્ષે જુલાઈ મહિનામાં દિલ્હી પોલીસના મુખિયા બન્યા હતા. રવિવાર એટલે કે 31 જુલાઈએ રાકેશ અસ્થાના પોતાના પદ પરથી નિવૃત્ત થઈ રહ્યા છે. 

ગૃહ મંત્રાલય તરફથી જારી આદેશમાં કહેવામાં આવ્યું છે કે સંજય અરોડા 1 ઓગસ્ટના રાકેશ અસ્થાનાની જગ્યા લેશે. સંજય અરોડા દિલ્હી પોલીસના 25મા કમિશનર હશે. ગૃહ મંત્રાલય તરફથી આદેશ જારી થવાના કેટલાક સમય પહેલા પૂર્વ દિલ્હીના ઓફિસર રાકેશ અસ્થાનાની ફેરવેલની તૈયારીમાં લાગી ગયા હતા. સાંજે 4 કલાકે કિંગ્સવે કેમ્પ પોલીસ લાઇનમાં તેમની ફેરવેલ પરેડ યોજાશે. 

સંજય અરોડાએ 2002થી 2004 સુધી કોયંબટૂર સિટીના પોલીસ કમિશનરના રૂપમાં કાર્યભાર સંભાળ્યો હતો. ત્યારબાદ તેમણે પોલીસ ડેપ્યુટી મહાનિરીક્ષક, વિલ્લુપુરમ રેન્જના રૂપમાં જવાબદારી સંભાળી હતી. સંજય અરોડાએ આઈપી (સ્પેશિયલ ઓપરેશન્સ) બીએસએફ, આઈજી છત્તીસગઢ સેક્ટર સીઆરપીએફ અને આઈજી ઓપરેશન્સ સીઆરપીએફના રૂપમાં કામ કર્યુ છે. 

ઘણા મહત્વના પુરસ્કારોથી સન્માનિત સંજય અરોડા જ્યારે તમિલનાડુમાં ટાસ્ટ ફોર્સના પોલીસ અધીક્ષકના પદ પર તૈનાત હતા ત્યારે તેમણે કુખ્યાત ચંદન તસ્કર વીરપ્પન ગેંગ વિરુદ્ધ મહત્વની કાર્યવાહી કરી હતી. વીરપ્પન વિરુદ્ધ વીરતા દેખાડવા માટે તેમનું મુખ્યમંત્રી વીરતા મેડલથી સન્માન કરવામાં આવ્યું હતું. 

ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં સ્નાપતની ડિગ્રી મેળનાર અરોડા વર્ષ 2002-2004 વચ્ચે કોયંબટૂરના પોલીસ કમિશનર પણ રહી ચુક્યા છે. સંજય અરોડાએ સીઆરપીએફ અને બીએસએફમાં પોતાની સેવા આપી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news