2022 સુધી ભારતના ગગનયાન વડે અંતરિક્ષમાં મોકલશે 1 મહિલા અને 2 પુરૂષ
જો ભારત આ માનવયુક્ત અભિયાનમાં સફળ થાય છે તો આપણે તે અમેરિકા, રૂસ અને ચીન બાદ ચોથા સફળ દેશ બની જઇશું. ઇસરોએ પણ જણાવ્યું કે આ માનવયુક્ત અંતરિક્ષ અભિયાનની તૈયારી 2004થી ચાલી રહી હતી.
Trending Photos
નવી દિલ્હી: ભારત 2022 સુધી એક મહિલા અને બે પુરૂષોને અંતરિક્ષમાં મોકલવાની તૈયારી કરી રહ્યા છે. તેના માટે ઇસરોએ રૂપરેખા પણ તૈયાર કરી લીધી છે. આ ભારતનું પહેલું માનવયુક્ત અંતરિક્ષ અભિયાન હશે. ગગનયાન નામથી શરૂ થનાર અંતરિક્ષ અભિયાનમાં ત્રણેય ભારતીય અંતરિક્ષ યાત્રી એક અઠવાડિયા સુધી અંતરિક્ષમાં રહેશે. મંગળવારે આ જાણકારી અંતરિક્ષ તથા પરમાણું ઉર્જા રાજ્યમંત્રી જિતેંદ્ર સિંહ અને ઇસરોના ચેરમેન શિવને આપી. તમને જણાવી દઇએ કે વડાપ્રધાન મંત્રી નરેંદ્ર મોદીએ 15 ઓગસ્ટના રોજ આ અભિયાનની જાહેરાત કરી હતી.
આઝાદીની 75 વર્ષગાંઠ પહેલાં મળશે ઉપલબ્ધિ
ઇસરોના ચેરમેન શિવને જણાવ્યું હતું કે ત્રણેય અંતરિક્ષ યાત્રી અંતરિક્ષમાં લગભગ સાત દિવસ સુધી રહેશે. ત્યારબાદ ચાલક દળ ત્રણેય અંતરિક્ષ યાત્રીઓને લઇને ગગનયાન દ્વારા અરબ સાગર, બંગાળની ખાડી અથવા જમીનન કોઇપણ ભાગ પર ઉતરી શકે છે. તેમણે કહ્યું કે આ ઉપલબ્ધિ દેશની આઝાદીની 75મી વર્ષ્ગાંથના છ મહિના પહેલાં જ પ્રાપ્ત થશે.
રાકેશ શર્મા પાસે લેશે મદદ
કે શિવને કહ્યું કે આ અભિયાન માટે દેશના પહેલાં અંતરિક્ષ યાત્રી રાકેશ શર્મા પાસેથી મદદ લેવામાં આવશે. તમને જણાવી દઇએ કે રાકેશ શર્મા પહેલા ભારતીય અંતરિક્ષ યાત્રી હતા, જે 1984માં રૂસના સોયુઝ ટી-11 અંતરિક્ષ યાન દ્વારા અંતરિક્ષ ગયા હતા. 2022માં અંતરિક્ષમાં મોકલવામાં આવનાર ત્રણેય અંતરિક્ષ યાત્રીઓની પસંદગી ભારતીય વયુસેના અને ઇસરો સંયુક્ત રૂપે કરશે. માનવામાં આવી રહ્યું છે કે આ અભિયાનમાં પાયલોટ અથવા એંજીનિયરોને સામેલ કરવા પર ભાર મુકવામાં આવશે. અંતરિક્ષ યાત્રીઓની પસંદગી બાદ તેમને બે થી ત્રણ વર્ષ સુધી ટ્રેનિંગ આપવામાં આવશે.
ચોથો સફળ દેશ હશે ભારત
ઇસરોના અનુસાર સાત ટન વજનવાળી, સાત મીટર ઉંચી લગભગ ચાર મીટરના વ્યાસની ગોળાઇ વાળા ગગનયાનને જીએસએલવી એમકે3ના દ્વારા અંતરિક્ષમાં સ્કેલિંગ કરવામાં આવશે. સ્કેલિંગ કર્યા બાદ આ 16 મિનિટમાં કક્ષામાં પહોંચી જશે. ગગનયાનને પૃથ્વીની સપાટી પરથી 300-400 કિમી અંતરવાળી કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. જો ભારત આ માનવયુક્ત અભિયાનમાં સફળ થાય છે તો આપણે તે અમેરિકા, રૂસ અને ચીન બાદ ચોથા સફળ દેશ બની જઇશું. ઇસરોએ પણ જણાવ્યું કે આ માનવયુક્ત અંતરિક્ષ અભિયાનની તૈયારી 2004થી ચાલી રહી હતી.
જાન્યુઆરીમાં ચંદ્વયાન-2 થશે લોંચ
ભારત આગામી એટલે કે 209માં જાન્યુઆરીમાં પોતાના મહત્વાકાંક્ષી અભિયાન ચંદ્વયાન-2 લોંચ કરી શકે છે. યોજના અનુસાર ભારત ચંદ્વયાન 2ને ચંદ્વના દક્ષિણી ધ્રુવ પર પહોંચાડશે. આમ કરનાર ભારત વિશ્વનો પ્રથ દેશ બનીને ઇતિહાસ રચી દેશે. ઇસરોના ચેરમેન શિવને મંગળવારે આ અભિયાનની જાણકારી અપતાં 'જાન્યુઆરી 2019માં આપણે મોટા અભિયાન ચંદ્વયાન-2ને જીએસએલવી એમકે-3 એમ1થી લોંચ કરશે.
ઇસરો ચેરમેને કહ્યું કે 'અમે આ અભિયાન માટે આખા દેશના વિશેષજ્ઞો સાથે સમીક્ષા કરાવી અને તેમના વિચાર જાણ્યા. તે બધાએ અમારા કાર્યને વખાણ્યું અને કહ્યું કે ઇસરો માટે અત્યાર સુધીનું સૌથી જટિલ અભિયાન છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે