શું ભારતમાં આવી ગયો છે કોરોના વાયરસનો પીક? સ્વાસ્થ્ય મંત્રાલયે આપ્યો આ જવાબ

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા આ મહિનાની 13 અને 24 કલાકમાં સૌથી વધુ 66 હજાર 999 કોરોના સંક્રમણના કેસ આવ્યા બાદ કોરોનાના દર્દીઓની સંખ્યા સતત ઓછી થઇ રહી છે. 

શું ભારતમાં આવી ગયો છે કોરોના વાયરસનો પીક? સ્વાસ્થ્ય મંત્રાલયે આપ્યો આ જવાબ

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણના કેસમાં થોડા દિવસોથી ઝડપથી વધારો થયો છે. પરંતુ ગત 5 દિવસ્થી સંક્રમણના નવા કેસ સતત ઘટી રહ્યા છે. મૃત્યું દરમાં સતત ઘટાડો આવ્યો છે. એવામાં અટકળો લગાવવામાં આવી રહી છે કે દેશમાં કોરોનાનો પીક ખતમ થઇ ચૂક્યો છે. 

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા મંગળવારે થયેલી પત્રકાર પરિષદમાં સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે દેશમાં સતત સંક્રમિત દર્દીઓની સંખ્યા ઘટી રહી છે. કોરોનાને લઇને દેશમાં પીક સ્થિતિ પહોંચી ચૂકી છે કે નહી તે પ્રશ્ન પર રાજેશ ભૂષણે કહ્યું કે 'અમે વધુ મેથમેટિકલ મોડલ પર વિશ્વાસ કરતા નથી, આપણે માટે કંઇ પીક હોતું નથી. ભારત સરકારનું પુરૂ ધ્યાન છે સારું કંટેન્મેંટ હોય, વધુ ટેસ્ટિંગ હોય અને સારી સારવાર હોય, અમારું ધ્યાન તેના પર છે.''

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા આ મહિનાની 13 અને 24 કલાકમાં સૌથી વધુ 66 હજાર 999 કોરોના સંક્રમણના કેસ આવ્યા બાદ કોરોનાના દર્દીઓની સંખ્યા સતત ઓછી થઇ રહી છે. 

- 14 ઓગસ્ટના રોજ 64 હજાર 553 કોરોના સંક્રમણના નવા દર્દી સામે આવ્યા જ્યારે 1007 દર્દીઓના મોત થયા.
- 15 ઓગસ્ટના રોજ 65 હજાર 2 સંક્રમણ નાવા કેસ સામે આવ્યા જ્યારે 996 દર્દીઓના મોત થયા.
-16 ઓગસ્ટની વાત કરીએ તો 63 હજાર 490 સંક્રમણના નવા કેસ સામે આવ્યા જ્યારે 994 દર્દીઓના મોત થયા.
- 17 ઓગસ્ટના રોજ 57 હજાર 981 સંક્રમણના નવા કેસ આવ્યા જ્યારે 941 દર્દીઓના મોત થયા.
- 18 ઓગસ્ટ એટલે કે આજની વાત કરીએ તો 24 કલાકમાં કોરોના સંક્રમણના 55 હજાર 79 નવા કેસ સામે આવ્યા, જ્યારે 876 દર્દીઓના મોત થયા. 

જો ગત 1 અઠવાડિયાના આંકડા જોઇએ તો ના ફક્ત સંક્રમણના કેસમાં ઘટાડો થયો છે પરંતુ મૃત્યુંદર પણ ઘટ્યો છે. આ એક સારો સંકેત છે દેશમાં કોરોના કાળ ધીરે ધીરે ખતમ થવાના રસ્તા પર આગળ વધી રહ્યો છે.

દેશમાં કોરોનાના કેસ ભલે 27 લાખ 2 હજાર 742 પર પહોંચી ગયો હોય પરંતુ રાહતની વાત એ છે કે સાજા થનારાઓની સંખ્યા 19 લાખ 77 હજાર 779 થઇ ગઇ છે. 

સ્વાસ્થ્ય સચિવના અનુસાર દરરોજ 8 લાખ 8 હજાર કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. કુલ રિકવર કેસ 19 લાખ 77 હજારથી વધુ થઇ ગયા છે. એક્ટિવ કેસ 24.91 ટકા રહ્યા છે. સ્વાસ્થ્ય સચિવે કહ્યું કે અમે દરરોજ વધુમાં વધુ ટેસ્ટિંગ કરી રહ્યા છીએ. રાજેશ ભૂષણે જણાવ્યું કે જે લોકો કોરોનાથી સાજા થયા છે તેમને વેન્ટિલેટરના રૂપમાં મદદ આપવામાં આવી રહી છે. 

નીતિ આયોગ, એમપોર્વર્ડ ગ્રુપમા પ્રમુખ ડો વીકે પોલે જણાવ્યું કે લોકોને હજુ વધુ સાવધાની વર્તવાની જરૂર છે. લોકો બિલકુલ લાપરવાહી ન કરે. આ બિમારીમાં જેટલી સારી રીતે દેખભાળ દર્દીની થશે એટલું જ સારું રહેશે. 

તેમણે કહ્યું કે વેક્સીન આપણા દેશમાં ડેવલોપ થઇ રહી છે. એકબીજા તબક્કામાં અને બે પહેલા અને બીજા તબક્કામાં છે. તેમણે કહ્યું કે વેક્સીનની ટેસ્ટિંગ સાચી દિશામાં આગળ વધી રહી છે. આ દેશનું મિશન છે. જે અત્યાર સુધી પ્રગતિ થઇ છે તે સારી છે. 

તેમણે કહ્યું કે એક વેક્સીન જે ફેજ 2માં તે જલદી જ ફેજ 3માં આવી જશે. પરંતુ તેને ટ્રાયલમાં કેટલો સમય લાગશે તેના વિશે હાલ ચોક્કસ કંઇ કહી શકાય નહી.
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news