IPS અધિકારી સુબોધ કુમાર જાયસવાલ બન્યા CBI ના નવા ડાયરેક્ટર

સુબોધ કુમાર જાયસવાલ વર્તમાનમાં તેઓ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (સીઆઈએસએફ) ના ડાયરેક્ટર જનરલ છે. 

IPS અધિકારી સુબોધ કુમાર જાયસવાલ બન્યા CBI ના નવા ડાયરેક્ટર

નવી દિલ્હીઃ સુબોધ કુમાર જાયસવાલ (Subodh Kumar Jaiswal) ને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) ના નવા ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. અપોઈન્મેન્ટ કમિટી ઓફ કેબિનેટે તેમની નિમણૂકને મંજૂરી આપી છે. જાયસવાલ 1985 બેચના ભારતીય પોલીસ સેવા (આઈપીએસ) અધિકારી છે. વર્તમાનમાં તેઓ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (સીઆઈએસએફ) ના ડાયરેક્ટર જનરલ છે. 

મહત્વનું છે કે આ સમયે 1988 બેચના આઈપીએસ અધિકારી અને સીબીઆઈના એડિશનલ ડાયરેક્ટર પ્રવીણ સિન્હા સીબીઆઈ ડાયરેક્ટરનો પ્રભાર સંભાળી રહ્યા હતા. સિન્હાને આ પ્રભાર ઋષિ કુમાર શુક્લાના સેવાનિવૃત થયા બાદ સોંપવામાં આવ્યો હતો. તેઓ બે વર્ષના કાર્યકાળ પૂરો થયા બાદ ફેબ્રુઆરીમાં નિવૃત થયા હતા. 

— ANI (@ANI) May 25, 2021

નવા સીબીઆઈ ડાયરેક્ટરની પસંદગી માટે સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બેઠક થઈ હતી. આ બેઠકમાં સમિતિના બે અન્ય સભ્ય લોકસભામાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી અને ભારતના મુખ્ય ન્યાયાધીશ એન વી રમન્ના હાજર રહ્યા હતા. આ બેઠક પીએમ મોદીના આવાશ પર યોજાઈ હતી. 

આ બેઠકમાં કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળના ડાયરેક્ટર જનરલ સુબોધ કુમાર જાયસવાલ, એસએસબીના ડાયરેક્ટર જનરલ કુમાર રાજેશ ચંદ્રા અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાં વિશેષ સચિવ વીએસ કે. કૌમુદીના નામ પર ચર્ચા થઈ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news