CABના વિરોધમાં IPS અધિકારીનું રાજીનામું, ટ્વિટર પર કરી આકરી દલીલ

મહારાષ્ટ્ર માનવાધિકાર આયોગમાં આઇજીપીની જવાબદારી નિભાવી રહેલા અબ્દુલ રહેમાને પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમણે પોતાના રાજીનામાની સાથે ટ્વિટર પર આકરી દલીલ પણ કરી છે

CABના વિરોધમાં IPS અધિકારીનું રાજીનામું, ટ્વિટર પર કરી આકરી દલીલ

મુંબઈ : એકબાજુ નાગરિકતા સંશોધન બિલ 2019 (Citizenship Amendment Bill 2019) સંસદના બંને ગૃહોમાં પાસ થઈ ગયું છે ત્યારે પૂર્વોત્તર રાજ્ય આસામ (Assam) ભડકે બળ્યું છે. ભારે વિરોધ પ્રદર્શન ચાલુ છે. હવે સમાચાર મળ્યા છે કે આ બિલના વિરોધમાં એક IPS અધિકારીએ રાજીનામું આપી દીધું છે. આ બિલ મામલે આખા દેશમાં ચર્ચા ચાલી રહી છે ત્યાર મહારાષ્ટ્ર માનવાધિકાર આયોગમાં આઇજીપીની જવાબદારી નિભાવી રહેલા અબ્દુલ રહેમાને પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમણે પોતાના રાજીનામાની સાથે ટ્વિટર પર આકરી દલીલ પણ કરી છે. 11 ડિસેમ્બરે ટ્વિટ કરીને રહેમાને કહ્યું છે કે નાગરિકતા સંશોધન બિલ બંધારણના મૂળ ઢાંચાની વિરૂદ્ધ છે. હું આ બિલની નિંદા કરું છું અને આ કારણોસર મેં કાલથી કાર્યલયમાં હાજર ન થવાનો નિર્ણય કર્યો છે અને હું મારા પદ પરથી રાજીનામું આપું છે. 

— Abdur Rahman (@AbdurRahman_IPS) December 11, 2019

પોતાની બીજી ટ્વિટમાં તેમણે લખ્યું છે કે આ બિલ ભારતની ધાર્મિક સહિષ્ણુતાનો વિરોધ કરે છે. હું તમામ ન્યાયપ્રિય લોકોને વિનંતી કરું છું કે લોકતાંત્રિત ઢબે આ બિલનો વિરોધ કરે. 

— Abdur Rahman (@AbdurRahman_IPS) December 11, 2019

IPS અધિકારીએ પોતાના ટ્વિટ સાથે રાજીનામું પણ પોસ્ટ કર્યું છે. તેમાં તેમણે લખ્યું છે કે, 'મેં VRS માટે 1 ઓગસ્ટ, 2019ના દિવસે અરજી આપી હતી. આ પછી 25 ઓક્ટોબર, 2019ના દિવસે રાજ્ય સરકારે કેન્દ્રિય ગૃહ મંત્રાલયને મારા VRS માટે અરજી કરી હતી પણ એનો સ્વીકાર નહોતો કરાયો.'

દેશના વધુ સમાચારો વાંચવા કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news