IPL સટ્ટાબાજી: અરબાઝ ઉપરાંત બોલિવૂડના 7 સેલેબ્સનું પણ છે 'કાળા ધંધા' સાથે કનેક્શન

આઈપીએલ સટ્ટાબાજી મામલે સોનુ જાલન સાથે થયેલી પૂછપરછમાં થાણા એક્સટોર્શન સેલને અનેક માહિતી મળી છે. અરબાઝ ખાન સાથે શનિવારે 5 કલાકની પૂછપરછમાં પણ અનેક મહત્વની જાણકારીઓ મળી.

IPL સટ્ટાબાજી: અરબાઝ ઉપરાંત બોલિવૂડના 7 સેલેબ્સનું પણ છે 'કાળા ધંધા' સાથે કનેક્શન

મુંબઈ: આઈપીએલ સટ્ટાબાજી મામલે સોનુ જાલન સાથે થયેલી પૂછપરછમાં થાણા એક્સટોર્શન સેલને અનેક માહિતી મળી છે. અરબાઝ ખાન સાથે શનિવારે 5 કલાકની પૂછપરછમાં પણ અનેક મહત્વની જાણકારીઓ મળી. જેમાં બોલિવૂડના લગભગ 7 નામ સામે આવ્યાં છે. આ હસ્તીઓના પરિચય અરબાઝ ખાને સોનુ સાથે કરાવ્યો હતો. અરબાઝ ખાન સોનુને એકલા મળતા ખચકાતો હતો. હકીકતમાં તે સોનુની એક આદતથી ખુબ પરેશાન હતો. સોનુ દરેક સાથે વાત કરતા કરતા તેની વાત રેકોર્ડ કરતો હતો અને ત્યારબાદ ચોરીથી તેમનો વીડિયો પણ બનાવી લેતો હતો. અરબાઝને આ વાત સોનુ જાલન સાથે મિત્રતા થયાના બે વર્ષ બાદ ખબર પડી હતી. આ મામલે ખુલાસો ત્યારે થયો જ્યારે એક સરકારીને વીડિયો અને ઓડિયો દ્વારા બ્લેક મેઈલિંગની કોશિશ કરવામાં આવી.

સોનુ જાલને પોતાના આ  કાળા ધંધાને વધારવા માટે અનેક લોકોને તેમાં જોડ્યા અને તેમનો પોતાના માટે ઉપયોગ પણ કર્યો. જેમ કે મોટી મોટી હસ્તીઓને તે સીડી તરીકે ઉપયોગ કરીને નવા ક્લાયન્ટ શોધતો હતો. અરબાઝ પણ સોનુની આ કડીનો એક હિસ્સો હતો. સોનુ પોતાના આ કુખ્યાત ધંધામાં રકમ વસૂલીમાં બોલિવૂડના તે અભિનેતાઓ, અભિનેત્રીઓ, ડાયરેક્ટરોને પણ નિશાન બનાવ્યાં. સોનુ જાલનની આ કાળી કરતૂતમાં અનેક પાર્ટનર છે પરંતુ બે લોકો અજીબ છે.

આ ધંધામાં 2 ટકાની ભાગીદારીવાળા બે પાર્ટનર છે. સોનુના આ 2 ટકાની ભાગીદારીવાળા પાર્ટનર બે બાર ડાન્સરો છે. જેમના નામ કોમલ અને ગાયત્રી છે. સોનુ જાલનના આ ખાસ પ્રકારના પાર્ટનર અનેક વિશેષ અવસરો પર સોનુ જાલન માટે કઈ પણ કરવા તૈયાર રહેતા હતાં.

સોનુના લગભગ 1200થી વધુ ક્લાયન્ટ હતાં. સોનુ પોતે પોતાના એ બોસનો એક એજન્ટ હતો જેની પાસે સોનુ જેવા 100 લોકો હતાં. આ બોસ સીધો અન્ડરવર્લ્ડના ડોન સાથે સંપર્કમાં હતો. જૂનિયર કોલકાતા, પોતાના ખાસ અંદાજના કારણે યુવતીઓને પોતાની આસપાસ જ રાખતો હતો. પોલીસને શંકા છે કે આ જૂનિયર કોલકાતા દેશ છોડીને પલાયન થઈ ગયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news