યોગ દિવસ પર PM મોદીએ અમેરિકાથી આપ્યો સંદેશ, કહ્યું- એક વૈશ્વિક આંદોલન બની ગયું છે યોગ

International Yoga Day 2023: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના રાજકીય પ્રવાસે છે તથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે સંયુક્ત રાષ્ટ્ર હેડક્વાર્ટર (UNSC) માં આયોજિત કાર્યક્રમમાં સામેલ થશે. આ અગાઉ પીએમ મોદીએ યોગ દિવસના અવસરે ન્યૂયોર્કથી ખાસ મેસેજ મોકલ્યો અને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કહ્યું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દ્વારા યોગ એક વૈશ્વિક આંદોલન બની ગયું છે.

યોગ દિવસ પર PM મોદીએ અમેરિકાથી આપ્યો સંદેશ, કહ્યું- એક વૈશ્વિક આંદોલન બની ગયું છે યોગ

International Yoga Day 2023: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના રાજકીય પ્રવાસે છે તથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે સંયુક્ત રાષ્ટ્ર હેડક્વાર્ટર (UNSC) માં આયોજિત કાર્યક્રમમાં સામેલ થશે. આ અગાઉ પીએમ મોદીએ યોગ દિવસના અવસરે ન્યૂયોર્કથી ખાસ મેસેજ મોકલ્યો અને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કહ્યું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દ્વારા યોગ એક વૈશ્વિક આંદોલન બની ગયું છે. આ સાથે પીએમ કહ્યું કે યોગ દિવસના અવસરે આજે સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં આયોજિત થનારા યોગ કાર્યક્રમમાં તેઓ સામેલ થશે. 

એક વૈશ્વિક આંદોલન બની ગયું છે યોગ
આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પીએમ મોદીએ કહ્યું કે આજે સાંજે ભારતીય સમય મુજબ લગભઘ 5.30 વાગે સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં જે યોગ કાર્યક્રમ થઈ રહ્યો છે તેમાં સામેલ થઈશ. ભારતના આહ્વાન પર દુનિયાના 180થી વધુ દેશોનું એક સાથે આવવું એ ઐતિહાસિક છે. 2014માં જ્યારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યોગ દિવસનો પ્રસ્તાવ આવ્યો ત્યારે રેકોર્ડ  દેશોએ તેનું સમર્થન કર્યું હતું. ત્યારથી લઈને આજ સુધી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દ્વારા યોગ એક વૈશ્વિક આંદોલન બની ગયું છે. 

ઓશન રિંગ ઓફ યોગાએ યોગ દિવને ખાસ બનાવ્યો
પીએમ મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે  કહ્યું કે આ વર્ષે યોગ દિવસના કાર્યક્રમોને ઓશન રિંગ ઓફ યોગાએ વધુ વિશેષ બનાવ્યો છે. તેનો વિચાર, યોગના વિચાર અને સમુદ્રના વિસ્તારન પરસ્પર સંબંધ પર આધારિત છે. 

જે જોડે તે યોગ
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે આપણા ઋષિઓએ યોગને પરિભાષિત કરતા કહ્યું કે જે જોડે છે તે યોગ છે આથી યોગનો આ પ્રસાર તેના વિચારનો વિસ્તાર છે જે સંપૂર્ણ સંસારને એક પરિવાર સ્વરૂપે સમાહિત કરે છે. યોગના વિસ્તારનો અર્થ છે વસુધૈવ કુટુંબકમની ભાવનાનો વિસ્તાર. આથી આ વર્ષે ભારતની અધ્યક્ષતામાં થઈ રહેલી જી20 સમિટની થીમ પણ વન અર્થ, વન ફેમિલી, વન ફ્યૂચર રાખવામાં આવી છે. આજે દુનિયામાં કરોડો લોકો યોગા ફોર વસુધૈવ કુટુંબકમની થીમ પર એક સાથે યોગ કરી રહ્યા છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news