International Women's Day: નારી શક્તિને સલામ! રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, PM મોદીએ મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવી
નારી શક્તિનું સન્માન કોઈ પણ સમાજ માટે સર્વોપરિ હોય છે. આ ભાવનાને બિરદાવવા માટે આજે દેશભરમાં મહિલા દિવસની ઉજવણી થઈ રહી છે.
Trending Photos
નવી દિલ્હી: નારી શક્તિનું સન્માન કોઈ પણ સમાજ માટે સર્વોપરિ હોય છે. આ ભાવનાને બિરદાવવા માટે આજે દેશભરમાં મહિલા દિવસની ઉજવણી થઈ રહી છે. આ અવસરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi), યુપીના સીએમ યોગી આદિત્યનાથ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) સહિત અનેક મોટા નેતાઓએ મહિલાને સલામ કરી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) એ ટ્વીટ કરીને લખ્યું કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે તેઓ નારી શક્તિને સલામ કરે છે. મહિલાઓએ દેશનું નામ રોશન કર્યું છે અને બુલંદીઓને સ્પર્શ કર્યો છે. તેના પર ભારત ગર્વ કરે છે. અમારી સરકાર માટે સૌભાગ્યની વાત છે કે અમે નારી શક્તિ માટે કામ કરી રહ્યા છીએ.
Saluting our indomitable #NariShakti on International Women's Day! India takes pride in the many accomplishments of the women of our nation. It is our Government’s honour to be getting the opportunity to work towards furthering women empowerment across a wide range of sectors.
— Narendra Modi (@narendramodi) March 8, 2021
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ ટ્વીટ કરીને મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવી. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે તમામ દેશવાસીઓને મારી હાર્દિક શુભેચ્છાઓ. આપણા દેશની મહિલાઓ અનેક ક્ષેત્રમાં ઉપલબ્ધિઓ માટે નવા કિર્તીમાન સ્થાપી રહી છે. આવો આજના દિવસે આપણે બધા, મહિલાઓ અને પુરુષો વચ્ચે અસમાનતાને સમાપ્ત કરવા માટે સામૂહિક સંકલ્પ લઈએ.
अंतर्राष्ट्रीय महिला दिवस के अवसर पर सभी देशवासियों को मेरी हार्दिक बधाई और शुभकामनाएं। हमारे देश की महिलाएं अनेक क्षेत्रों में उपलब्धियों के नए कीर्तिमान स्थापित कर रही हैं। आइए आज के दिन हम सब, महिलाओं व पुरुषों के बीच असमानता पूर्णतया समाप्त करने का सामूहिक संकल्प लें।
— President of India (@rashtrapatibhvn) March 8, 2021
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ આ અવસરે ટ્વીટ કરીને લખ્યું કે પ્રદેશની નારી શક્તિની સુરક્ષા, સન્માન, સ્વાવલંબધન તથા સર્વાંગી વિકાસ માટે યુપી સરકાર પ્રતિબદ્ધ છે. આ જ ક્રમમાં આજે મહિલા દિવસના અવસરે મિશન શક્તિના દ્વિતિય તબક્કાનો શુભારંભ થઈ રહ્યો છે. આવો આપણે બધા મિશન શક્તિના ઉદ્દેશ્યોની સફળતા માટે સહભાગી બનીએ.
Women are capable of creating history and future with formidable grace.
Don’t let anyone stop you.#InternationalWomensDay
— Rahul Gandhi (@RahulGandhi) March 8, 2021
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) એ પણ મહિલા દિવસે ટ્વીટ કરીને લખ્યું કે મહિલાઓ પોતાના દમ પર ઈતિહાસ અને ભવિષ્ય બનાવી શકે છે. કોઈ પણ તમને રોકી ન શકે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે