Corona Update: છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 22 હજારથી વધુ કેસ, કુલ કેસનો આંકડો 7 લાખને પાર
Trending Photos
નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ (Corona Virus) ના કેસ સતત વધી રહ્યાં છે. આંકડો 7 લાખને પાર કરી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 22,252 નવા દર્દીઓ નોંધાયા છે. જ્યારે એક જ દિવસમાં 467 લોકોએ જીવ ગુમાવ્યાં છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ 7,19,665 કેસ થયા છે. જેમાંથી 2,59,557 એક્ટિવ કેસ છે જ્યારે 4,39,948 લોકો ડિસ્ચાર્જ થયા છે. કોવિડ 19ના કારણે દેશમાં અત્યાર સુધીમાં 20,160 લોકોના મૃત્યુ થયા છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યાં મુજબ દેશમાં 6 જુલાઈ સુધીમાં 1,02,11,092 નમૂનાનું પરિક્ષણ કરવામાં આવ્યું છે. જેમાંથી 2,41,430 સેમ્પલ ગઈ કાલે ટેસ્ટ કરાયા હતાં.
India's COVID19 case tally crosses 7 lakh mark with 22,252 new cases & 467 deaths in the last 24 hours. Total positive cases stand at 7,19,665 including 2,59,557 active cases, 4,39,948 cured/discharged/migrated 20,160 deaths: Ministry of Health pic.twitter.com/IDI8t4VhnH
— ANI (@ANI) July 7, 2020
કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં સૌથી વધુ 211987 કેસ અત્યાર સુધીમાં નોધાયા છે જ્યારે 9026 લોકોના મૃત્યુ થયા છે. બીજા નંબરે તામિલનાડુ આવે છે જ્યાં કોરોનાના કુલ 114978 છે જેમાંથી 46836 એક્ટિવ કેસ છે. જ્યારે 1571 લોકોના જીવ ગયા છે. ત્રીજા નંબરે દેશની રાજધાની દિલ્હી આવે છે. દિલ્હીમાં કોરોનાના કુલ 100823 કેસ છે. જેમાંથી 72088 લોકો સાજા થયા છે અને 3115 લોકોના મૃત્યુ થયા છે.
ચોથા નંબરે ગુજરાત આવે છે જ્યાં અત્યાર સુધીમાં કોરોનાના 36772 કેસ નોંધાયા છે જ્યારે 1960 લોકોના મૃત્યુ થયા છે. કુલ કેસમાંથી હાલ 8497 એક્ટિવ કેસ છે જ્યારે 26315 લોકો સાજા થયા છે.
જુઓ LIVE TV
વિશ્વભરમાં કોરોનાના કુલ 1,17,43,947 કેસ
વર્લ્ડોમિટરના આંકડા મુજબ વિશ્વભરમાં કોરોનાના અત્યાર સુધીમાં 1,17,43,947 કેસ નોંધાયા છે. જેમાંથી 67,40,022 લોકો રિકવર થયા છે જ્યારે 5,40,757 લોકોના મૃત્યુ થયા છે. અમેરિકામાં સૌથી વધુ કોરોનાનો પ્રકોપ જોવા મળ્યો છે જ્યાં કોરોનાના 30 લાખથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે બીજા નંબરે બ્રાઝિલ છે જ્યાં કોરોનાના 16 લાખથી વધુ કેસ છે. ત્રીજા ક્રમે ભારત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે