Corona Update: દેશમાં ધીરે ધીરે પછડાટ ખાઈ રહ્યો છે કોરોના!, રિકવરી રેટ મામલે ભારત દુનિયામાં સૌથી આગળ 

સતત વધતા કેસ વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી હવે કોરોનાના નવા કેસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 75,083 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસનો આંકડો 55, 62,664 પર પહોંચ્યો છે. 

Corona Update: દેશમાં ધીરે ધીરે પછડાટ ખાઈ રહ્યો છે કોરોના!, રિકવરી રેટ મામલે ભારત દુનિયામાં સૌથી આગળ 

નવી દિલ્હી: સતત વધતા કેસ વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી હવે કોરોના (Corona Virus) ના નવા કેસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 75,083 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસનો આંકડો 55, 62,664 પર પહોંચ્યો છે. જેમાંથી 44,97,868 લોકોએ કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે જ્યારે હજુ 9,75,861 લોકો સારવાર હેઠળ છે. એક જ દિવસમાં 1,053 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 88,935 પર પહોંચ્યો છે. 

The total case tally stands at 55, 62,664 including 9,75,861 active cases, 44,97,868 cured/discharged/migrated & 88,935 deaths: Ministry of Health & Family Welfare pic.twitter.com/17zx2Hj4VO

— ANI (@ANI) September 22, 2020

ગઈ કાલે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ એક જ દિવસમાં કોરોનાના નવા  86,961 દર્દીઓ નોંધાયા હતાં. તે અગાઉ 20 સપ્ટેમ્બરના રોજ જાહેર થયેલા આંકડા મુજબ 92 હજાર જેટલા નવા કેસ સામે આવ્યા હતાં. જ્યારે 19 સપ્ટેમ્બરના રોજ 93,337 નવા કેસ નોંધાયા હતાં. આમ છેલ્લા કેટલાક દિવસના આંકડા જોઈએ તો કોરોનાના કેસ ઘટતા જોવા મળી રહ્યાં છે. 

— ANI (@ANI) September 22, 2020

અત્યાર સુધીમાં કુલ 6,53,25,779 સેમ્પલ ટેસ્ટ કરાયા
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 6,53,25,779 સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું છે. જેમાંથી 9,33,185 સેમ્પલ્સ ગઈ કાલે ટેસ્ટ કરાયા હતા. 

— ANI (@ANI) September 22, 2020

સતત વધી રહ્યો છે રિકવરી રેટ
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે વિશ્વભરમાં ભારતનો રિકવરી રેટ સતત વધી રહ્યો છે. હાલ રિકવરી રેટ મામલે ભારત દુનિયામાં ટોચનું સ્થાન ધરાવે છે. ભારતનો રિકવરી રેટ 80 ટકા કરતા વધુ છે. મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા 3 દિવસમાં દેશમાં પ્રતિદિન 90000 લોકો રિકવર થયા છે. જેમાં 19 સપ્ટેમ્બરના રોજ 98880, જ્યારે 20 સપ્ટેમ્બરે 94612 અને 21 સપ્ટેમ્બરે 93356 લોકો સાજા થયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news