Corona Update: કોરોનાના સતત વધી રહેલા કેસ સામે મળ્યા રાહતના સમાચાર, જાણો લેટેસ્ટ સ્થિતિ

આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 86,961 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસનો આંકડો 54,87,581 પર પહોંચ્યો છે. જેમાંથી 10,03,299 દર્દીઓ હજુ સારવાર હેઠળ છે. સૌથી રાહત જે વાતની મળે છે તે એ છે કે દેશમાં રિકવરી રેટ દિન પ્રતિદિન સારો થઈ રહ્યો છે.

Corona Update: કોરોનાના સતત વધી રહેલા કેસ સામે મળ્યા રાહતના સમાચાર, જાણો લેટેસ્ટ સ્થિતિ

નવી દિલ્હી: દેશમાં સતત વધી રહેલા કોરોના વાયરસ (Corona Virus) ના કેસ ચિંતાનું મોટું કારણ બની રહ્યું છે. આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 86,961 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસનો આંકડો 54,87,581 પર પહોંચ્યો છે. જેમાંથી 10,03,299 દર્દીઓ હજુ સારવાર હેઠળ છે. સૌથી રાહત જે વાતની મળે છે તે એ છે કે દેશમાં રિકવરી રેટ દિન પ્રતિદિન સારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 43,96,399 દર્દીઓ સાજા થઈ ગયા છે. કોરોનાથી થયેલા મૃત્યુની વાત કરીએ તો અત્યાર સુધીમાં કુલ 87,882 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. એક જ દિવસમાં 1130 લોકોના મૃત્યુ થયા છે. 

The total case tally stands at 54,87,581 including 10,03,299 active cases, 43,96,399 cured/discharged/migrated & 87,882 deaths: Ministry of Health & Family Welfare pic.twitter.com/RCCiu5ZEfH

— ANI (@ANI) September 21, 2020

ભારત હવે દર્દીઓ સાજા થવાના મામલામાં પ્રથમ નંબરે આવી ગયું છે. અહીં અન્ય દેશોની સરખામણીમાં સૌથી વધુ દર્દીઓ સાજા થયા છે. અમેરિકા બીજા સ્થાને પહોંચી ગયું છે. આમ ભારતમાં રિકવરી રેટ ધીરે ધીરે વધી રહ્યો છે. જે ખુબ રાહતના સમાચાર છે. 

ગુજરાતમાં નવા 1407 કેસ
રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો 1400 ને પાર પહોંચી ચુક્યો છે.  આજે રાજ્યમાં 1407 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1204 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,03,775 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. 

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 60,687 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 933.65 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 38,00,469 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1407 કેસ નોંધાયેલા છે. આજ રોજ 1204 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,03,775 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો દર્દીઓ સાજા થવાનો દર 84.14% ટકા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news