તમારા ઘર સુધી સામાન પહોંચાડવાની તૈયારી કરી રહ્યું છે રેલવે

કોરોના કાળમાં લોકોને ઘર સુધી સામાનની હોમ ડિલિવરી કરવા માટે ભારતીય રેલવે (Indian Railways) જલદી જ ભારતીય ડાક (India Post)ની સેવાઓને લેશે. આ વાતની જાહેરાત રેલવે બોર્ડના અધ્યક્ષ વીકે યાદવે કરી છે.

તમારા ઘર સુધી સામાન પહોંચાડવાની તૈયારી કરી રહ્યું છે રેલવે

નવી દિલ્હી: કોરોના કાળમાં લોકોને ઘર સુધી સામાનની હોમ ડિલિવરી કરવા માટે ભારતીય રેલવે (Indian Railways) જલદી જ ભારતીય ડાક (India Post)ની સેવાઓને લેશે. આ વાતની જાહેરાત રેલવે બોર્ડના અધ્યક્ષ વીકે યાદવે કરી છે. વીકે યાદવે કહ્યું હતું કે દેશભરમાં ઘર સુધી સામાન પહોંચાડવા માટે રેલવે, ભારતીય ડાકની સેવાઓનો ઉપયોગ કરવા અંગે વિચાર કરી રહી છે. મહારાષ્ટ્રમાં મધ્ય રેલવે દ્વારા આ પ્રકારના પ્રોજેક્ટ ચલાવવામાં આવ્યો હતો. 

24 કલાકમાં બે વેંટિલેટર
મધ્ય રેલવે અને ભારતીય ડાકની સંયુક્ત સેવા 'ભારતીય ડાક રેલવે પાર્સલ સેવા'નો ઉપયોગ લોકડાઉન દરમિયાન બે વેંટિલેટરને નાગપુરથી મુંબઇ મોકલવા માટે કર્યો હતો. ઘરથી ઘર સુધી સામાન પહોંચાડવાની આ સેવામાં ચોવીસ કલાક લાગ્યા હતા. 

વીકે યાદવે સંવાદદાતાઓને કહ્યું કે 'આ ઘરથી ઘર સુધી સામાન પહોંચાડવાની સેવા છે. મધ્ય રેલવેએ પાયલોટ પ્રોજેક્ટ કરી હતી અને હએ અમે આખા દેશમાં શરૂ કરવા માંગીએ છીએ. અમે તેને ડાક સેવાના સહયોગથી કરવા માંગીએ છીએ. તે ઓછા અંતર પર આ કાર્ય કરે છે, રેલવે એક છેડેથી બીજા છેડા સુધી લાંબા અંતર માટે કરી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news