રોજનો 2 લાખનો પગાર, 6.5 કરોડનું પેકેજ : અમેરિકામાં પોસ્ટિંગ છતાં આ છોકરો છોડી રહ્યો છે નોકરી

Facebook Job: એવા ઘણા લોકો છે જેઓ નોકરી શોધી રહ્યા છે. તેમના માટે નોકરી મેળવવી એ મોટી વાત છે. જો કે આજે અમે તમને એક એવા વ્યક્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેણે 6.5 કરોડ રૂપિયાની નોકરી છોડી દીધી. ચાલો તેના વિશે જાણીએ...

રોજનો 2 લાખનો પગાર, 6.5 કરોડનું પેકેજ : અમેરિકામાં પોસ્ટિંગ છતાં આ છોકરો છોડી રહ્યો છે નોકરી

Success Story : ભારતીય મૂળના રાહુલ પાંડે હાલમાં અમેરિકાની સિલિકોન વેલીમાં કામ કરે છે અને મેટામાં પ્રિન્સિપલ એન્જિનિયર તરીકે પોસ્ટેડ છે. જેમને જંગી સેલેરી પેકેજ આપવાની સાથે કંપની તેમને શેરનો હિસ્સો પણ આપી રહી છે, પરંતુ રાહુલના મનમાં કંઈક બીજું છે. તેઓ કરોડોની નોકરીનો આનંદ માણી રહ્યા નથી.

ડ્રીમ જોબ, ડ્રીમ સેલરી અને ડ્રીમ સિટી, છતાં આ ભારતીય યુવકનું સપનું અલગ છે. રોજની આશરે 2 લાખ રૂપિયાની કમાણી અને અમેરિકામાં નોકરી હોવા છતાં તેને નોકરીમાં મન લાગતું નથી અને તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Linkedin પર નોકરી છોડવાની જાહેરાત કરી છે. આ યુવકે નોકરી છોડવાનું મન બનાવી લીધું છે અને હવે પછીના પ્લાન પર કામ શરૂ કરી દીધું છે.

રાહુલ પાંડે, એક ભારતીય, વિશ્વની ડ્રીમ વેલી એટલે કે અમેરિકાની સિલિકોન વેલીમાં કામ કરે છે. તેમની પોસ્ટિંગ મેટા (ફેસબુક, વોટ્સએપની મૂળ કંપની)માં ટેક લીડર અને મેનેજર તરીકે છે. રાહુલનું પેકેજ હાલમાં વાર્ષિક 80 હજાર ડોલર (લગભગ રૂ. 6.5 કરોડ) છે. જો આ દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો, રાહુલ દરરોજ લગભગ 2.25 લાખ રૂપિયા કમાય છે અને અમેરિકાના 1 ટકા સૌથી વધુ કમાણી કરનારા લોકોમાં તેની ગણતરી થાય છે. હવે તમે વિચારતા હશો કે આટલું બધું મેળવ્યા પછી પણ રાહુલને નોકરી છોડવાનું ભૂત કેમ સતાવે છે.

શું છે રાહુલનો ઈરાદો?
પોતાની લિંક્ડઈન પોસ્ટમાં રાહુલે લખ્યું, 'મારી સફર એટલી સરળ ન હતી. હકીકતમાં, ફેસબુકમાં જોડાયા પછીના પ્રથમ 6 મહિના ખૂબ જ હતાશાજનક હતા. એક વરિષ્ઠ ઈજનેર તરીકે, મને ઈમ્પોસ્ટર સિન્ડ્રોમનો અનુભવ થવા લાગ્યો. હું કંપનીની સંસ્કૃતિ અને કામકાજને આત્મસાત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. વર્ષ 2017 માં મેટામાં જોડાયા પછી, તમામ મુશ્કેલીઓ છતાં તેમણે તેમના પ્રદર્શન પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને કંપનીની કામગીરીમાં અનુકૂલન મેળવી લીધું હતું.

રાહુલ બીજા વર્ષે જ હિટ બની ગયો હતો
મેટામાં કામ કરતા રાહુલે બીજા વર્ષમાં જ તેણે એક ટુલ બનાવ્યું જેનો કંપનીના તમામ એન્જિનિયરોએ ઉપયોગ કરવાનું શરૂ કર્યું અને તેમનો ઘણો સમય બચવા લાગ્યો. કંપનીએ રાહુલના આ કામની ખૂબ નોંધ લીધી. રાહુલ પાસે ટેકનિકલ જ્ઞાનની સાથે પ્રોજેક્ટને લીડ કરવાની ક્ષમતા હતી અને તેને પ્રિન્સિપલ એન્જિનિયર બનાવવામાં આવ્યો હતો. કંપનીએ તેમને પ્રમોશનની સાથે રૂ. 2 કરોડનો ઇક્વિટી હિસ્સો પણ આપ્યો હતો.

મહામારીએ બધું બદલી નાખ્યું
રાહુલે પોતાની પોસ્ટમાં લખ્યું, કોવિડ-19 રોગચાળા પછી મેં મેટાની બહાર તકો શોધવાનું શરૂ કર્યું. 10 વર્ષ સુધી ટેક ફિલ્ડમાં કામ કરતી વખતે, મેં નાણાકીય સ્વતંત્રતાની કેટલીક ડિગ્રીઓ પણ હાંસલ કરી. પછી મને સમજાયું કે હું એન્જિનિયરિંગ કરતાં ઘણું બધું શીખી શકું છું. જો કે, અત્યારે મારી પાસે સારી નોકરી છે અને એક વિશાળ પગાર પેકેજ છે. આવી સ્થિતિમાં નોકરી છોડીને આગળ વધવું સરળ નહીં હોય.

આગળનું આયોજન શું છે?
રાહુલે વર્ષ 2022થી જ પોતાનું આગામી પ્લાનિંગ કરી લીધું હતું. તે કહે છે કે હવે નોકરી ચાલુ રાખવાને બદલે પોતાનું કામ શરૂ કરવાનો વારો છે. મેટા છોડીને પોતાનું સાહસ શરૂ કરશે. આ માટે રાહુલે Taro નામનું સોફ્ટવેર પણ બનાવ્યું છે, જે એન્જિનિયરોને તેમની કારકિર્દી આગળ વધારવામાં મદદ કરશે. રાહુલ કહે છે કે ફરી એક વાર તેને ડિપ્રેશન અને ઈમ્પોસ્ટર સિન્ડ્રોમનો અનુભવ થવા લાગ્યો છે. રાહુલે લખ્યું કે તે જલ્દી જ આગળનું પ્લાનિંગ જણાવશે અને તેના ભવિષ્યના પ્રોજેક્ટ્સ વિશે વધુ વાત કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news