Barge P305 Rescue: દરિયામાં ઉછળતા મોજા વચ્ચે કલાકો સુધી તરતા રહ્યા, ચોધાર આંસુએ રડતા નેવીનો માન્યો આભાર
સમુદ્ર વચ્ચે અફળાતી લહેરોમાં કલાકો સુધી ફસાયેલા રહ્યા બાદ જ્યારે બાર્જ P-305 પરથી બચાવેલા લોકો મુંબઈ કિનારે પહોંચ્યા તો તેમની આંખો છલકાઈ ગઈ.
Trending Photos
મુંબઈ: સમુદ્ર વચ્ચે અફળાતી લહેરોમાં કલાકો સુધી ફસાયેલા રહ્યા બાદ જ્યારે બાર્જ P-305 પરથી બચાવેલા લોકો મુંબઈ કિનારે પહોંચ્યા તો તેમની આંખો છલકાઈ ગઈ. 184 લોકોને લઈને ભારતીય નેવીનું જહાજ આઈએનએસ કોચ્ચિ જ્યારે તટ પર પહોંચ્યું તો તેમણે પોતાની ડરામણી કહાની મીડિયાને જણાવી. આ તમામ લોકો લાઈફ જેકેટના સહારે સમુદ્રમાં યેનકેન પ્રકારે જિંદગી અને મોત વચ્ચે ઝઝૂમી રહ્યા હતા. નેવીનો આભાર વ્યક્ત કરતા એક ક્રૂ મેમ્બરે રડતા રડતા કહ્યું કે 'ખુબ ખુબ આભાર એ લોકોનો. તેમના કારણે જ અમે આજે જીવિત છીએ નહીં તો કોઈ ન બચાવત.'
અમે તો આશા જ છોડી દીધી હતી
બસમાં બેસતા એક ક્રૂ સભ્યએ કહ્યું કે 'અમારી હાલત ખુબ ખરાબ હતી. ઈન્ડિયન નેવી જ અમને ત્યાંથી બચાવીને લાવી છે. અમને લોકોને તેમણે બે વાગે રાતના પાણીમાં ડૂબી ચૂકેલા બાર્જમાંથી ઉઠાવ્યા. અમે લોકો લગભગ 12 કલાક સુધી ઘૂમતા રહ્યા, પરંતુ કોઈ બચાવનાર નહતું. અમે તો જીવવાની આશા જ છોડી દીધી હતી. બચવું ખુબ મુશ્કેલ હતું. તેમણે અમને લોકોને કેવી રીતે બચાવ્યા તે તો તે લોકો જ જાણતા હશે.'
#WATCH | A crew member of Barge P305 breaks down while speaking of Indian Navy's rescue operations. He was rescued by INS Kochi and brought to Mumbai.
A total of 184 people have been rescued so far, search and rescue operations are still going on.#CycloneTauktae pic.twitter.com/7e8JU3zcT5
— ANI (@ANI) May 19, 2021
અન્ય એક વ્યક્તિએ જણાવ્યું કે અમે લોકો પાંચ-છ કલાક પાણીમાં તર્યા. તર્યા બાદ અમે લોકો બેહોશ થઈ ગયા હતા. બેહોશીની હાલતમાં નેવીએ રસ્સી ફેંકીને અમારું રેસ્ક્યૂ કર્યું. પોતાના હાથ બતાવતા તેમણે કહ્યું કે રેસ્ક્યૂ દરમિયાન તેમનો હાથ થોડો કપાઈ ગયો હતો. ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીતમાં P-305 ક્રૂના સભ્ય અમિત કુમાર કુશવાહાએ કહ્યું કે બાર્જ ડૂબી રહ્યું હતું ત્યારે મારે સમુદ્રમાં કૂદવું પડ્યું. હું સમુદ્રમાં 1 1કલાક સુધી તરતો રહ્યો. ત્યારબાદ નેવીએ અમને બચાવ્યા.
Maharashtra: Crew rescued by Indian Navy from Barge P305 off the coast of Mumbai, walks out of INS Kochi after arriving in Mumbai
A member, Amit Kumar Kushwaha says "The Barge was sinking, so I had to jump into the sea. I was in the sea for 11 hours. After that, Navy rescued us" pic.twitter.com/HdWB5WSKeT
— ANI (@ANI) May 19, 2021
INS કોચ્ચિના કેપ્ટન પાસેથી જાણો કેવા હતા સમુદ્રના હાલ
INS કોચ્ચિના કમાન્ડિંગ ઓફિસર કેપ્ટન સચિન સકેરિયાએ કહ્યું કે ઈનપુટ્સ મળ્યા હતા કે મુંબઈથી લગભગ 35-40 માઈલના અંતરે બાર્જ P-305 મુસીબતમાં છે. અમારા જહાજ ખુબ મુશ્કેલ સ્થિતિમાં પસાર થતા આગળ વધ્યા. તોફાન મુંબઈના પશ્ચિમથી પસાર થઈ રહ્યું હતું. જ્યારે અમે ઘટનાસ્થળે પહોંચ્યા તો હાલાત સંભાળી લીધા. સાઈટ પર બાકી જહાજો સાથે અમે બાર્જ અને ક્રૂને દરેક શક્ય મદદ કરી. ઓપરેશન હજુ ચાલુ છે. સાઈટ પર ભારે સંખ્યામાં નેવલ યૂનિટ્સ હાજર છે. મારું જહાજ બસ હાલ પાછું ફર્યું છે. લગભગ 184 લોકોને બચાવવામાં આવ્યા છે. જેમાંથી 125 લોકો મારા જહાજ પર છે.
P305નું લોકેશન મુંબઈથી લગભગ 70 કિલોમીટર દૂર હતું. જ્યારે વાવાઝોડું આવ્યું ત્યારે બાર્જ બોમ્બે હાઈની હીરા ઓઈલ ફિલ્ડની નજીક એંકર નાખેલું હતું. બાર્જનું એંકર તૂટી ગયું અને સમુદ્રમાં ફસાઈ ગયું. સોમવારે રાતે તેના ડૂબતા પહેલા તેના ક્રૂ લાઈફ જેક્ટેસ પહેરીને સમુદ્રમાં કૂદી ગયા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે