ભારતીય કંપનીએ બનાવ્યો દુનિયાનો પ્રથમ 5G ચિપસેટ, કોલ ડ્રોપ પણ રોકશે

અત્યાર સુધીના તમામ ઈલેક્ટ્રોનિક ચિપસેટનો વિકાસ વિદેશી કંપનીઓએ કર્યો છે, ચિપસેટ આધુનિક ઉપકરણોમાં સૌથી મહત્વનો ભાગ ધરાવતા હોય છે 

ભારતીય કંપનીએ બનાવ્યો દુનિયાનો પ્રથમ 5G ચિપસેટ, કોલ ડ્રોપ પણ રોકશે

નવી દિલ્હીઃ બેંગલુરુમાં આવેલી 'સાંખ્ય લેબ્સ' દ્વારા બુધવારે દેશમાં જ નિર્મિત પ્રથમ ઈલેક્ટ્રોનિક ચિપસેટ ગુરુવારે જાહેર કરાયો હતો. આ ચિપસેટનો ઉપયોગ મોબાઈલ ઉપકરણો પર ટીવી પ્રસારણ, કોલ ડ્રોપમાં ઘટાડો લાવવા અને 5G કનેક્શન માટે કરી શકાય છે. સંદેશાવ્યવહાર મંત્રી મનોજ સિન્હાએ આ ચિપસેટ રજૂ કરતા જણાવ્યું કે, 'બેંગલુરુની કંપની સાંખ્ય લેબ્સ દ્વારા દેશમાં જ ડિઝાઈન કરાયેલો અને વિકસિત એવો વિશ્વનો પ્રથમ અને સૌથી શ્રેષ્ઠ એવી આ આગામી પેઢી માટેની ટીવી ચિપ છે.'

અત્યાર સુધી તમામ ઈલેક્ટ્રોનિક ચિપસેટનો વિકાસ વિદેશી કંપની દ્વારા કરવામાં આવ્યો છે. ચિપસેટ આધુનિક ઉપકરણોમાં સૌથી મહત્વનો ભાગ ધરાવતા હોય છે. તેમાંથી એક પણ ભારતમાં નિર્મિત નથી, કેમ કે દેશમાં આધુનિક સેમિકન્ડક્ટરનું નિર્માણ કરે એવું એક પણ મશીન ન હતું. સાંખ્ય લેબ્સના ચિપસેટ દક્ષિણ કોરિયામાં સેમસંગની ફેક્ટરિમાં બનાવવામાં આવી રહ્યા છે. 

સિન્હાએ જણાવ્યું કે, 'મને કંપનીના અધિકારીઓએ જણાવ્યું છે કે, વિવિધ સુવિધાઓને એક જ માર્ગ પર લાવવાની બ્રોડબેન્ડ આધારિત આ ટેક્નોલોજી સંદેશાવ્યવહાર કંપનીઓની સેવાઓની ગુણવત્તા સાથે જોડાયેલા મુદ્દાઓનું સમાધાન પણ કરી શકે છે.'

— Manoj Sinha (@manojsinhabjp) December 27, 2018

સાંખ્ય લેબ્સના સહસંસ્થાપક અને સીઈઓ પરાગ નાયકે જણાવ્યું કે, આ ચિપસેટ મોબાઈલ નેટવર્કની વીડિયો સામગ્રીને જૂદી પાડવામાં મદદરૂપ બનશે. એ જ રીતે સ્પેક્ટ્રમ પર દબાણ ઘટશે અને કોલિંગની ગુણવત્તામાં સુધારો આવશે. 

સાંખ્ય-2 ચિપની મદદથી વીડિયો પણ સીધો મોબાઈલ પર મોકલી શકાશે. તેની મદદથી એન્ડ્રોઈડ સ્માર્ટફોનને સેટેલાઈટ પોનમાં પણ તબદીલ કરી શકાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news