ઓક્ટોબરમાં ચીન સરહદ નજીક ભારતીય સેના કરશે મોટો યુદ્ધાભ્યાસ 'હિમ વિજય'

ઓપરેશન 'હિમ વિજય'માં સામેલ થવા માટે માઉન્ટે સ્ટ્રાઈક કોર્પ્સના જવાનોને એરલિફ્ટ કરીને લઈ જવાશે, જવાનોને એરલિફ્ટ કરવા માટે એરફોર્સની મદદ લેવાશે 
 

ઓક્ટોબરમાં ચીન સરહદ નજીક ભારતીય સેના કરશે મોટો યુદ્ધાભ્યાસ 'હિમ વિજય'

નવી દિલ્હીઃ ભારતીય સેના ભારત-ચીનની સરહદ નજીક અરૂણાચલ પ્રદેશમાં એક મોટા યુદ્ધાભ્યાસની તૈયારી કરી રહી છે. આ યુદ્ધાભ્યાસનું નામ 'હિમ વિજય' રાખવામાં આવ્યું છે. આ યુદ્ધાભ્યાસ તેજપુરના 4 કોર્પ્સ જવાનો દ્વારા કરવામાં આવશે. આ યુદ્ધાભ્યાસ માટે પાનાગઢ માઉન્ટેન સ્ટ્રાઈક કોર્પ્સના જવાન લાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, 17 માઉન્ટેન સ્ટ્રાઈક કોર્પ્સની તાજેતરમાં જ રચના કરાઈ છે. 

જવાનોને કરાશે એરલિફ્ટ
એવું કહેવાય છે કે, ઓપરેશન 'હિમ વિજય' માં ભાગ લેવા માટે માઉન્ટે સ્ટ્રાઈક કોર્પ્સના જવાનોને એરલિફ્ટ કરીને લાવવામાં આવશે, જેના માટે એરફોર્સની મદદ લેવાશે. આ માટે વાયુસેના નવા ટ્રાન્સફોર્ટ એરક્રાફ્ટ સી-17, સી-130J સુપર હરક્યુલસ અને AN-32નો ઉપયોગ કરી શકે છે. 

ચીનની સરહદ નજીક પ્રથમ વખત યુદ્ધાભ્યાસ
પ્રાપ્ત માહિતી અનુસાર આ યુદ્ધાભ્યાસમાં લગભગ 15,000 જવાન ભાગ લેશે. ઓક્ટોબર મહિનામાં યોજાનારા આ યુદ્ધાભ્યાસ માટે પૂર્વ કમાન્ડ છેલ્લા 5-6 મહિનાથી તૈયારી કરી રહી છે. ચીનની સરહદ નજીક આ પ્રકારનો પ્રથમ યુદ્ધાભ્યાસ છે. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news