સેનાને મળી મોટી સફળતા, ભારતની સરહદમાં ઘૂસવાનો પ્રયત્ન કરી રહેલા 3 આતંકીઓ ઠાર

ભારતીય સેનાએ જમ્મુ અને કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં ઘૂસણખોરીની કોશિશને નિષ્ફળ બનાવી છે. સેનાએ 3 ઘૂસણખોરોને ઠાર કર્યા છે. પાકિસ્તાનની આર્મી આ આતંકવાદીઓની ભારતમાં ઘૂસણખોરી કરાવવા માંગતી હતી. 
સેનાને મળી મોટી સફળતા, ભારતની સરહદમાં ઘૂસવાનો પ્રયત્ન કરી રહેલા 3 આતંકીઓ ઠાર

જમ્મુ: ભારતીય સેનાએ જમ્મુ અને કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં ઘૂસણખોરીની કોશિશને નિષ્ફળ બનાવી છે. સેનાએ 3 ઘૂસણખોરોને ઠાર કર્યા છે. પાકિસ્તાનની આર્મી આ આતંકવાદીઓની ભારતમાં ઘૂસણખોરી કરાવવા માંગતી હતી. 

છેલ્લા કેટલાક દિવસોથી પાકિસ્તાની સેના ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરાવવાની કોશિશ કરી રહી હતી. આથી પાકિસ્તાનની સેના કેટલાય દિવસોથી નૌશેરા, પૂંછ, અને હીરાનગર સહિત અનેક સેક્ટરોમાં ફાયરિંગ કરી રહી છે. ગઈ કાલ રાતથી મેંઢર અને નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાની સેના તરફથી ફાયરિંગ થઈ રહ્યું હતું. મોર્ટાર પણ છોડવામાં આવતા હતાં. જેનાથી સરહદી વિસ્તારોમાં રહેતા લોકોને નુકસાન થયું છે. 

જુઓ LIVE TV

જો કે આમ છતાં પાકિસ્તાનના નાપાક ઈરાદાઓ પર પાણી ફરી વળ્યું છે. પાકિસ્તાની ઘૂસણખોરો ભારતની સરહદમાં પ્રવેશવામાં સફળ થઈ શક્યા નહીં. સુરક્ષાદળોનું કહેવું છે કે જ્યાં સુધી ઘૂસણખોરોના ડેડબોડીઝ રિકવર ન કરીએ ત્યાં સુધી કેટલા ઘૂસણખોરો માર્યા ગયા છે તે કહેવું મુશ્કેલ છે. પરંતુ તેમની સંખ્યા 3થી વધુ હોઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news