કાલે ભારતીય સેનાએ બોફોર્સનું મોઢુ ખોલ્યું અને પાક.ને પરસેવો વળી ગયો !
બોફોર્સનાં પ્રહારમાં સીમાપારના અનેક આતંકવાદી કેમ્પોને પણ નુકસાન પહોંચાડ્યું છે
Trending Photos
શ્રીનગર : કારગિલ યુદ્ધ (Kargil war) માં પાકિસ્તાન પર વિજય મેળવવામાં ભારતીય સેના માટે બોફોર્સ તોપ (Bofors tank) ખુબ જ મદદગાર સાબિત થઇ હતી. હવે શનિવારે જ્યારે ભારતીય સૈન્યએ એકવાર ફરીથી બોફોર્સના નાળચા ખોલ્યા તો પાકિસ્તાની સેના અને આતંકવાદીઓની આવી બનશે. સુત્રોનું કહેવું છે કે શુક્રવારે અને શનિવાર વચ્ચે પાકિસ્તાનની તરફથી આતંકવાદી ભારતીય સીમામાં દાખલ થવાની ફિરાકમાં હતા. આ દરમિયાન પાકિસ્તાન તરફથી આતંકવાદી ભારતીય સીમામાં દાખલ થવાની ફિરાકમાં હતા. આ દરમિયાન પાકિસ્તાન સેનાનાં શેહ પર કામ કરનારા ક્રુર લડાકુઓની સેના BAT તેમને બેકઅપ આપી રહ્યા હતા. ત્યારે ભારતીય જાંબાજોએ બોફોર્સથી મુંહતોડ જવાબ આપ્યો.
ભગવાન શિવ પણ જેનું ધ્યાન ધરે છે તે પરમ તત્વ શું છે ?
સુત્રોનું કહેવું છે કે, જ્યારે બોફોર્સ તોપથી બારુદના ગોળાઓ સીમા પાર જવા લાગ્યા તો પાકિસ્તાનનાં મેલા મનસુબા અને તૈયારીઓ ઠેરની ઠેર પડી રહી. બોફોર્સથી નિકળનાર દરેક ગોળો પાકિસ્તાની ખેમાને નષ્ટ કરવા લાગ્યો હતો. બોફોર્સનાં એક જ પ્રહારમાં સીમા પારનાં અનેક આતંકવાદીઓ નષ્ટ થવા લાગ્યા. સાથે જ બેટ એટલે કે પાકિસ્તાની બોર્ડર એક્શન ટીમનાં આશરે 7 લડાકુ પણ ઠાર થઇ ગયા છે. ભારતે પુરાવા તરીકે તેની તસ્વીર પણ જાહેર કરી છે.
જમ્મુ-કાશ્મીરમાં સરકાર જે કરવા જઈ રહી છે, તેના પરિણામ ખુબ ખતરનાક આવશે: મહેબુબા મુફ્તી
સેનાના સુત્રોએ જણાવ્યું છે કે, પાકિસ્તાની જુથને અંદાજ જ નહોતો કે ભારત બોફોર્સ પાસેથી જવાબી કાર્યવાહી કરશે. જવાબી કાર્યવાહી દરમિયાન એવું લાગ્યું જાણે બોફોર્સનાં દરેક ફાયરની ગુંજથી પાકિસ્તાનનાં બુજદિલ સૈનિકોનું હૃદય ધરબાવા લાગ્યા હતા. બોફોર્સને ફાયરનું તેમની તરફથી કોઇ જવાબ જ આવ્યો નહોતો.
હિસાર: રાજ્યસભા સાંસદ ડો. સુભાષ ચંદ્રાએ પ્રોજેક્ટ્સનો કર્યો શુભારંભ કહ્યું-'અમે વિકાસ માટે પ્રયત્નશીલ'
ભારતે પાકિસ્તાનને મૃત સૈનિકોનાં શબ લઇ જવાનો પ્રસ્તાવ આપ્યો
ભારતીય સેનાએ રવિવારે પાકિસ્તાની સેનાને તેના મૃત સૈનિકોનાં શબ લઇ જવાનો પ્રસ્તાવ આપ્યો છે. આ સૈનિક જમ્મુ અને કાશ્મીરમાં ઘુસણખોરી કરવાના પ્રયાસ દરમિયાન ઠાર મરાયા હતા. ભારતીય સેનાના સુત્રોએ કહ્યું કે, પાકિસ્તાની સેનાને સફેદ ઝંડો લઇને આવવા અને ભારતીય સીમામાં ઠાર મરાયેલા પાકિસ્તાની સૈનિકોનાં શબ તેમના અંતિમ સંસ્કાર માટે લઇ જવાનો પ્રસ્તાવ આપ્યો છે. સુત્રોએ કહ્યું કે, પાકિસ્તાની હજી આ પ્રસ્તાવ અંગે કોઇ જ પ્રતિક્રિયા આપી નથી.
અમિત શાહની અજીત ડોભાલ અને IB ચીફ સાથે સંસદમાં હાઈ લેવલ મીટિંગ, કાશ્મીર મુદ્દે ચર્ચા?
આ ઘટના 31 જુલાઇ અને એક ઓગષ્ટની રાત્રે કેરન સેક્ટરની છે. જ્યારે પાકિસ્તાની બોર્ડર એક્શનની એક ટીમ (બૈટ) એ ભારતમાં ઘુસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. સુત્રોએ શનિવારે કહ્યું કે, પાંચથી સાત આતંકવાદી અને સંભવત એસએસજી કર્મી ઠાર મરાયા હતા. ચાર શવ નિયંત્રણ રેખા (એલઓસી) પર હજી પણ ખુલ્લામાં પડ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે