ભારતીય સેનાની મોટી કાર્યવાહી! 3-4 પાકિસ્તાની સૈનિકોના મોત, 4 ચોકીઓને કરી નષ્ટ

જમ્મુ કાશ્મીર (Jammu Kashmir)ve પુંછ સેકટરમાં છેલ્લા 3 દિવસથી ચાલી રહેલા પાકિસ્તાની સેનાના ફાયરિંગનો ભારતીય (Indian Army)એ વળતો જવાબ આપ્યો હતો. સેનાની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાના 3 થી 4 જવાનોના મોત અને 5 જવાનો ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર મળી રહ્યાં છે. આ કાર્યવાહીમાં સેનાએ 4 પાકિસ્તાની ચોકીઓને પણ નષ્ટ કરી છે.
ભારતીય સેનાની મોટી કાર્યવાહી! 3-4 પાકિસ્તાની સૈનિકોના મોત, 4 ચોકીઓને કરી નષ્ટ

શ્રીનગર: જમ્મુ કાશ્મીર (Jammu Kashmir)ve પુંછ સેકટરમાં છેલ્લા 3 દિવસથી ચાલી રહેલા પાકિસ્તાની સેનાના ફાયરિંગનો ભારતીય (Indian Army)એ વળતો જવાબ આપ્યો હતો. સેનાની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાના 3 થી 4 જવાનોના મોત અને 5 જવાનો ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર મળી રહ્યાં છે. આ કાર્યવાહીમાં સેનાએ 4 પાકિસ્તાની ચોકીઓને પણ નષ્ટ કરી છે.

તમને જણાવી દઇએ કે, કોરોના કાળમાં પણ પાકિસ્તાન તેની હરકતોથી બાજ આવી રહ્યું નથી. નિયત્રણ રેખા પર સતત છેલ્લા કેટલાક દિવસોથી સંધર્ષ વિરામનું ઉલ્લંઘન કરી ફાયરિંગ કરી રહ્યું છે. ભારતીય જવાનોએ પણ પાકિસ્તાનના આ ગુસ્તાખીને માફ ન કરી અને તાત્કાલીક કાર્યવાહી કરી.

ગત મહિને પણ કુપવાડા જિલ્લાના રંગવાર વિસ્તારમાં પાકિસ્તાની ફાયરિંગમાં ત્રણ નાગરિકોનું મોત થયું હતું. આ પહેલા પુંછ અને કઠુઆ જિલ્લામાં નિયંત્રણ રેખા (એલઓસી) અને આંતરરાષ્ટ્રિય બોર્ડર (આઈબી)ની પાસે પાકિસ્તાનની સેનાના ગોળીબાર કર્યો અને મોર્ટાર ટાગ્રેટ, જેમાં 45 વર્ષિયી એક મહિલા ઘાયલ થઈ હતી.

અધિકારીઓના જણાવ્યા અનુસાર બાલાકોટની  સાથે મેંઢરમાં પણ ઘણા કલાકો સુધી પાકિસ્તાન તરફથી સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું જેનાથી સેનાએ જવાબી કાર્યવાહી કરવી પડી હતી. ગત મહિને હીરાનગર સેક્ટરમાં પણ આખી રાત પાકિસ્તાની રેન્જર્સ અને બાર્ડર સુરક્ષા દળ (બીએસએફ)ની વચ્ચે ભારે ગોળીબારી થઈ હતી. પાકિસ્તાન દ્વારા સતત કરવામાં આવેલા સંઘર્ષવિરામનું ઉલ્લંઘનનો બિએસએફના જવાનોએ ત્યારે પણ વળતો જવાબ આપ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news