Ladakhમાં Chinaનું ષડયંત્ર નિષ્ફળ, LAC પર ઝડપાયો ચીની સૈનિક; સૈન્ય અધિકારી કરી રહ્યાં છે પૂછપરછ
પૂર્વ લદાખ (Ladakh)માં ચીન અને ભારતની વચ્ચે છેલ્લા 10 મહિનાથી ચાલી રહેલા ગંભીર સૈન્ય તણાવ વચ્ચે LAC પર એક ચીની સૈનિક (Chinese Soldier)ને ઝડપી પાડવામાં આવ્યો છે. તેને પેંગોંગ લેકના દક્ષિણ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે
Trending Photos
નવી દિલ્હી: પૂર્વ લદાખ (Ladakh)માં ચીન અને ભારતની વચ્ચે છેલ્લા 10 મહિનાથી ચાલી રહેલા ગંભીર સૈન્ય તણાવ વચ્ચે LAC પર એક ચીની સૈનિક (Chinese Soldier)ને ઝડપી પાડવામાં આવ્યો છે. તેને પેંગોંગ લેકના દક્ષિણ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. ભારતીય સેના અને ગુપ્તચર એજન્સીઓ ઉચ્ચ સૈનિકથી પૂછપરછ કરી રહી છે.
પેંગોગ લેકના દક્ષિણ વિસ્તારમાં ઝડપાયો ચીની સૈનિક
સૂત્રોના જણાવ્યા અનુસાર ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA)નો એક સૈનિક (Chinese Soldier) 8 જાન્યુઆરીના LAC ક્રોસ કરીને લદાખ ની ભારતીય સીમામાં પહોંચ્યો હતો. ત્યારબાદ ત્યાં તૈનાત ભારતીય સૈનિકોએ તેની ધરપકડ કરી હતી. સૈન્ય સૂત્રોનું કહેવું છે કે, આ ચીની સૈનિકની ધરપકડ પેંગોગ લેકના દક્ષિણ વિસ્તારમાંથી કરવામાં આવી છે.
PLAને આપી ધરપકડની સૂચના
ધરપકડ કરવામાં આવેલ ચીની સૈનિક (Chinese Soldier)ની ભારતીય સેનાના અધિકારી અને અન્ય સુરક્ષા એજન્સીઓ પૂછપરછ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પકડવામાં આવેલા ચીની સૈનિકે દાવો કર્યો છે કે, તેઓ રસ્તો ભટકી ગયો અને ભારતની સીમામાં પ્રવેશ કરી ગયો હતો. ત્યારે ત્યાં તૈનાત ભારતીય સૈનિકોએ તેને પકડી લીધો. ભારતીય સેના તેના દાવાના સત્યને શોધવા માટે રોકાયેલ છે. તેની ધરપકડની નોટિસ પી.એલ.ને આપવામાં આવી છે.
ચીની સૈનિકની કરી રહ્યા છે પૂછપરછ
સૂત્રો કહે છે કે બંને દેશો વચ્ચે બનાવવામાં આવેલા પ્રોટોકોલ હેઠળ ચીની સૈનિક (Chinese Soldier)ની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ચીની સૈનિક કયા સંજોગોમાં સરહદ પાર કરી ગયો છે તેની સેના તપાસ કરી રહી છે. રિપોર્ટ અનુસાર, જો ભારતીય સેનાની તપાસમાં ચીની સૈનિકનો દાવો સાબિત થાય છે, તો તમામ ઔપચારિકતાઓ પૂરી કર્યા પછી તેને પરત મોકલવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે