ભારતે પાકનું F-16 તોડી પાડ્યું, PAKનો દાવો- 1 ભારતીય પાયલોટ પકડાયો

પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેઝર જનરલ આસિફ ગફૂરે ટ્વિટ કરી કહ્યું છે, પાકિસ્તાની એરફોર્સની કાર્યવાહીનો જવાબ આપવા માટે ભારતીય વાયુસેનાને નિયંત્રણ રેખા (એલઓસી)ને ક્રોસ કરી હતી.

ભારતે પાકનું F-16 તોડી પાડ્યું, PAKનો દાવો- 1 ભારતીય પાયલોટ પકડાયો

નવી દિલ્હી: ભારતની કાર્યવાહી બાદ બુધવારે પાકિસ્તાની એરફોર્સમાં ભારતીય બોર્ડરમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો. તેના જવાબમાં ભારતીય વાયુસેનાએ નૌશેરા સેક્ટરના લામ ઘાટીમાં પાકિસ્તાની F-16નું એક વિમાનને તોડી પાડ્યું છે. તોડી પાડ્યા બાદ આ વિમાન પીઓકેના વિસ્તારમાં જઇ પડ્યું હતું. તે વિમાનમાંથી પેરાશૂટથી એક પાયલોટને ઉતરતા પણ જોવામાં આવ્યો છે.

આ ઘટના પર પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેઝર જનરલ આસિફ ગફૂરે ટ્વિટ કરી કહ્યું છે, પાકિસ્તાની એરફોર્સની કાર્યવાહીનો જવાબ આપવા માટે ભારતીય વાયુસેનાને નિયંત્રણ રેખા (એલઓસી)ને ક્રોસ કરી હતી. પાકિસ્તાની એસસ્પેસની અંદરથી પાક એસફોર્સે બે ભારતીય વિમાનો પર હુમલો કર્યો હતો. એક ભારતીય વિમાન આઝાદ કાશ્મીર (પાકિસ્તાન, પીઓકેને આ નામથી સંબોધિત કરે છે) અને બીજુ ભારત અધિકૃત કાશ્મીરમાં પડ્યુ છે. એક પાયલોટને પકડી લેવમાં આવ્યો છે. જ્યારે બે આ વિસ્તારમાં હાજર છે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની જેટ વિમાને ભારતીય હવાઇ વિસ્તારનું ઉલ્લંઘન કર્યું હતું. પાક વિમાનોએ જમ્મૂ કાશ્મીરના રાજોરી જિલ્લામાં નૌશેરા સેક્ટરથી બોર્ડર વિસ્તારમાં પ્રવેશ કર્યો હતો. ભારતીય વાયુસેના હાઇ એલર્ટ પર છે. વાયુસેનાને પાકિસ્તાની ચળવળને દોઇને બોમ્બમારો કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

જોકે, વાયુસેના તરફથી હજુ કોઇ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. પુષ્ટિ ન કરાયેલ અહેવાલો છે કે, ભીમબર ગલી અને લામમાં ત્રણ પાકિસ્તાની જેટની બોર્ડર વિસ્તારનું ઉલ્લંઘન કર્યું છે. જોકે ભારતીય વિમાનોએ પાકિસ્તાન વિમાનોને ભગાડી રહ્યાં છે. ત્યારે સુરક્ષાની દ્રષ્ટિથી શ્રીનગર હવાઇ અડ્ડા પર સામાન્ય હવાઇ સેવાઓ રોકી દેવામાં આવી છે. શ્રીનગર એરપોર્ટને બીજા આદેશ સુધી બધી જ સેવાઓ બંધ રાખવાનો આદેશ જાહરે કરવામાં આવ્યા છે. કોમર્શિયલ વિમાનોને શ્રીનગરથી ડાયવર્ટ કરવામાં આવ્યા છે.

ઘૂસપેઠ બાદ ભાગતા પાકિસ્તાની વિમાનોએ કેટલાક બોમ્બમારો કર્યો છે. જોકે હજુ કોઇ જાનહાનીના સમાચાર મળ્યા નથી. આ વચ્ચે ગૃહ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં એક બેઠક ચાલી રહી છે. જેમાં એનએસએ અજીત ડોભાલ, ગૃહ સચિવ અનિલ ગૌબા, રો અને આઇબીના પ્રમુખ પણ સામેલ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news