હવે ગુજરાતમાં મેઘરાજા ભૂક્કા કાઢી નાંખશે! ફટાફટ જાણો ક્યાં ક્યાં અપાયું છે ભારે અલર્ટ
Gujarat Weather Forecast: ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલની વરસાદની લઇને મોટી આગાહી આવી છે. તેમણે આગાહી કરી કે 23 જુન બાદ ગુજરાતમાં વરસાદ આવશે. 28થી 30 જુન વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તો બીજી તરફ, હવામાન વિભાગે પણ આગામી બે દિવસ બાદ ગુજરાતમાં ચોમાસું સક્રિય થવાની આગાહી કરી છે. રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે.
સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં વરસાદની આગાહી કરતા તંત્ર દ્વારા અનેક જગ્યાએ એલર્ટ આપવામાં આવ્યું છે. તંત્ર દ્વારા દાહોદ, મહીસાગર, અરવલ્લી, પંચમહાલમાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજસ્થાન તરફ સાયક્લોનિક સર્ક્યુલેશ સર્જાતા ભારે વરસાદની આગાહી કરાઈ છે. આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. રાજ્યના તમામ ભાગોમાં વરસાદી માહોલ જામશે. પવનની ગતિ 40/45 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
ગુજરાતના વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે. લોકો વરસાદની રાહ જોઈ રહ્યાં છે ત્યારે હજુ પણ વરસાદ અધવચ્ચે અટકેલો છે. હજુ પણ ગુજરાતમાં પુરી રીતે ચોમાસાની શરૂઆત નથી થઈ. ત્યારે લોકોના મુખમાં એક જ સવાલ છેકે, આખરે ક્યારે આવશે વરસાદ...આ સવાલની જવાબ હવે જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ કાકાએ આપ્યો છે. આગાહીકાર અંબાલાલ પટેલે એક બે દિવસ નહીં બલ્કે એક સાથે આગામી સપ્તાહના સાતે સાત દિવસની વરસાદની આગાહી વિગતવાર જણાવી છે.
ખેડૂતો માટે સારા સમાચાર
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર છે. તેમણે કહ્યું કે, અગામી 48 કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ જશે. 17 થી 22 જુનમાં રાજ્યમાં સારા વરસાદની આગાહી છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. કાચા મકાનોના છાપરા ઊડી જાય તેવા પવન ફૂંકાશે. 21 થી 25 જુન રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળશે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 2 થી 4 ઇંચ વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં સારા વરસાદની આગાહી છે.
12 જિલ્લામાં વરસાદની આગાહી
હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે...આજે વડોદરા, સુરત, તાપી, નવસારી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ અને આણંદમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે એવી પણ આગાહી કરી છેકે, રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધારે રહેશે.
દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે જણાવ્યું કે, સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે દક્ષિણમાં ભારે વરસાદ આવશે. ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યલેશન બન્યું છે. જેને કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. આજે ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે. બે દિવસ સુધી માછીમારોને પણ વોર્નિંગ આપવામાં આવી છે.
હાલ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. જેમાં વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. જોકે, આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. રાજ્યમાં પવનની ગતિ 40 થી 45 કીમી પ્રતિ કલાકની રહેશે, જેમાં વાવાઝોડા જેવા પવનનો અહેસાસ થશે. તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, ચોમાસું હજુ પણ નવસારીમાં જ અટક્યું છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની આગાહી આવી રહી છે. પરંતું આવનારા 2 દિવસમાં ચોમાસું આગળ વધે તેવી સંભાવના છે.
ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી તો થઈ, પરંતુ માત્ર દક્ષિણ ગુજરાતમા જ વરસાદ છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં હજી ભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. તો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માત્ર છૂટાછવાયા વરસાદની આગાહી છે. ગુજરાતના બાકીના જિલ્લાઓ વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યાં છે, ત્યારે એક આનંદના સમાચાર આવ્યા છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે દક્ષિણમાં ભારે વરસાદ આવશે. ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યલેશન બન્યું છે. જેને કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.
આગામી સાતે સાત દિવસની આગાહી
ગુજરાતમાં વરસાદ અંગે આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે, અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે. અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, લાઠી, બાબરા, અમરેલી, જૂનાગઢમાં વરસાદની આગાહી છે. આ ઉપરાંત પેટલાદ, કપડવંજ, મહેસાસાણા, ખંભાત, તારાપુર, દાહોદ, પંચમહાલમાં વરસાદની આગાહી છે. સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં પણ વરસાદની આગાહી છે. ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ આદ્રા નક્ષત્રમાં પડશે. આદ્રા નક્ષત્રમાં પાડનાર વરસાદ ખૂબ સારો ગણાય છે.
21 જૂનની વરસાદની આગાહી
અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, કચ્છમાં વરસાદની આગાહી
22 જૂનની વરસાદની આગાહી
અરવલ્લી, દાહોદ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, કચ્છમાં વરસાદની આગાહી
23 જૂનની વરસાદની આગાહી
બનાસકાંઠા ,સાબરકાંઠા ,અરવલ્લી, પંચમહાલ, દાહોદ ,મહીસાગર ,વડોદરા ,છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ ,સુરત ,ડાંગ ,નવસારી , વલસાડ ,તાપી ,દમણ દાદરા નગર હવેલી ,પોરબંદર ,જુનાગઢ ,અમરેલી ,ભાવનગર, ગીર સોમનાથ ,દીવ ,કચ્છમાં વરસાદની આગાહી
24, 25, 26 જુને સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
31 મેના રોજ ચોમાસું કેરળમાં પ્રવેશી ગયું હતું પરંતુ સમયાંતરે તે નબળું પડી જતાં લોકોને અસહ્ય ગરમી અને બફારામાં શેકાવું પડ્યું છે. જોકે હવે ધીમે-ધીમે દેશના અનેક ભાગમાં ચોમાસું બેસી ગયું છે. એટલે આશા રાખીએ કે આ વખતે મેઘરાજા મન મૂકીને વરસે અને લોકોની તમામ મુશ્કેલીઓ દૂર થાય.
27 જૂન માટે વરસાદની આગાહી
27 જૂનના રોજ પણ ગુજરાતના કેટલાં ભાગોમાં વરસાદી માહોલ રહેશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક જિલ્લામાં આ દિવસે પણ ભારે વરસાદ વરસી શકે છે.
બીજીબાજુ મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પણ મેઘરાજાનું આગમન થઈ ગયું છે. ધીમીધારે પડી રહેલા વરસાદના કારણે લોકોને અસહ્ય ગરમીમાંથી મોટી રાહત મળી છે તો હવામાન વિભાગે મુંબઈના દરિયામાં હાઈ ટાઈડની ચેતવણી આપી છે. કાળઝાળ ગરમીની વચ્ચે હવામાન વિભાગે અનેક રાજ્યોને રાહત આપતી આગાહી કરી છે.
Trending Photos