વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને ‘વીર ચક્ર’થી કરાશે સન્માનિત

જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનના લડાકુ વિમાનની સાથે થયેલા એન્કાઉન્ટર દરમિયાન પાકિસ્તાન બોડર્ડમાં ઘૂસી તેમનું વિમાન તોડી પાડનાર ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને ‘વીર ચક્ર’થી સન્માનિત કરવામાં આવશે

વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને ‘વીર ચક્ર’થી કરાશે સન્માનિત

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનના લડાકુ વિમાનની સાથે થયેલા એન્કાઉન્ટર દરમિયાન પાકિસ્તાન બોડર્ડમાં ઘૂસી તેમનું વિમાન તોડી પાડનાર ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને ‘વીર ચક્ર’થી સન્માનિત કરવામાં આવશે. ‘વીર ચક્ર’એ યુદ્ધના મેદાનમાં આપવામાં આવેલ બહાદુરી એવોર્ડ છે. બહાદુરી માટે આપવામાં આવતો આ ત્રીજો સર્વોચ્ચ એવોર્ડ છે. આ પહેલા ‘પરમ વીર ચક્ર’ અને ‘મહાવીર ચક્ર’ એવોર્ડ આવે છે.

ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાને 27 ફેબ્રુઆરીના રોજ દેશની બોર્ડરમાં ઘૂસવાનો પ્રયત્ન કરનાર પાકિસ્તાનના લડાકુ વિમાનને ભગાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. અભિનંદને આ દરમિયાન પાકિસ્તાનના એક એફ-16 લડાકુ વિમાનને પણ તોડી પાડ્યું હતું.

ભારતીય વાયુ ક્ષેત્રમાં થયેલી આ લડાઇ દરમિયાન અભિનંદન મિગ-21 બાઇસન વિમાન ઉડાવી રહ્યાં હતા. પાકિસ્તાનના વિમાનને ભગાડવામાં તેમનું વિમાન પણ દૂર્ધટનાગ્રસ્ત બન્યું હતું. જો કે, અભિનંદન આ લડાઇ દરમિયાન તેમના પેરાશૂટ સાથે કૂદી ગયા હતા. પરંતુ પેરાશૂટ પાકિસ્તાનની બોર્ડરમાં જઇ પડ્યું હતું. જેના કારણે પાકિસ્તાની સેનાએ તેમને પકડી લીધા હતા.

જો કે, ત્યારપછી આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારત સરકાર તરફથી બનાવવામાં આવેલા વૈશ્વિક દબાણના કરાણે પાકિસ્તાને અભિનંદનને 1 માર્ચના રોજ મુક્ત કરવા પડ્યા હતા.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news