#IndiaKaDNA LIVE: મોદીજીને 35-40%થી વધુ મુસ્લિમ મતો મળશે- મુખ્તાર અબ્બાસ નકવી

રાજનીતિક મંચ પર રાજનીતિના દરેક મોટા ખેલાડી આજે  ZEE ન્યૂઝના મંચ પર દેશથી રૂબરી થઈ રહ્યાં છે. અનેક મુદ્દાઓ પર મોટી ચર્ચા થઈ રહી છે..... 

#IndiaKaDNA LIVE: મોદીજીને 35-40%થી વધુ મુસ્લિમ મતો મળશે- મુખ્તાર અબ્બાસ નકવી

નવી દિલ્હી: 2019ની લોકસભા ચૂંટણી ઢૂંકડી છે. રાજકીય પક્ષોના એકબીજા પર આકરા પ્રહાર ચાલુ છે. આ વખતે ચૂંટણીમાં મોહરા તૈયાર છે પરંતુ મુદ્દા કયા હશે, જે રાજપથનો રસ્તો નક્કી કરશે. આ સવાલોના જવાબ શોધાઈ રહ્યાં છે. આજે  ZEE NEWSના મંચ પર  રાજનીતિનો મહાસંવાદ એટલે કે ચોકીદારોનું સૌથી મોટા સંમેલનનું આયોજન કરાયું છે. 2019ના સૌથી મોટા રાજનીતિક મંચ પર આજે સવારે 10 કલાકથી સતત તમારા દરેક સવાલનો જવાબ મળશે. રાજનીતિક મંચ પર રાજનીતિના દરેક મોટા ખેલાડી આજે  ZEE ન્યૂઝના મંચ પર દેશથી રૂબરી થઈ રહ્યાં છે. અનેક મુદ્દાઓ પર મોટી ચર્ચા થઈ રહી છે..... 

LIVE અપડેટ...

- તમે મુસલમાનોને કાશ્મીરના અલગાવવાદીઓ સાથે ન જોડો-મુખ્તાર અબ્બાસ નકવી

- મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે મોદીજીના રાજમાં કોઈ તોફાન નથી થયાં. મોદીજી તૃષ્ટિકરણ વગર વિકાસ કરવામાં વિશ્વાસ ધરાવે છે. 

- મોદી સરકારની અનેક યોજનાઓથી અલ્પસંખ્યકો મુખ્યપ્રવાહમાં સામેલ થયા છે.-નકવી

- મોદીજીએ ફક્ત હિન્દુઓના વિકાસ માટે જ કામ નથી કર્યું. તેમની પાસે કોઈ આંકડા નથી કે તેમણે મુસ્લિમોનું શું ભલુ કર્યું છે. 

- કેન્દ્રીય અલ્પસંખ્યક મામલાના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે આ વખતે મોદીજીને મુસ્લિમોના 35-40 ટકાથી વધુ મતો મળશે. મોદીજી સમાજના દરેક તબક્કાના વિકાસ માટે કામ કરે છે. 

- તેજ પ્રતાપ યાદવે કહ્યું કે નરેન્દ્ર મોદીએ યુવાઓને ઠગવાનું કામ કર્યું છે. રાહુલ ગાંધી યુવાઓનો અવાજ છે. ઓવૈસી પોતાની રીતે કામ કરી રહ્યાં છે. 

- તેમણે કહ્યું કે હું બિહારમાં રાજનીતિ કરવા માંગુ છું. છપરા બેઠક પર કોી બહારનું આવશે તો હું તેના વિરુદ્ધ ચૂંટણી લડીશ. 

- લાલુના પરિવારને જે લડાવવા માંગે છે તે જનતા જાણે છે. 

#IndiaKaDNA LIVE: જનતા કૂર્તો પહેરાવવાનું જાણે છે તો ઉતારવાનું પણ જાણે છે- તેજ પ્રતાપ યાદવ

- તેજ પ્રતાપ યાદવે કહ્યું કે સારણ સીટ શરૂઆતથી જ લાલુ પ્રસાદની રહી છે. અમે આરજેડી વિરુદ્ધ પણ ચૂંટણી લડીશું. અહીંથી કાં તો રાબડીજી લડ્યા છે અથવા તો લાલુજી.

તમે તેને બાગી તેવર સમજો કે પછી ગમે તે, પરંતુ અમે અમારા લોકો માટે પ્રચાર કરીશું. 

- અમે આ કૂર્તા પાયજામા જનતા માટે પહેર્યા છે, તે ઈચ્છે તો ઉતારી પણ શકે છે.- યાદવ

- 15- 20 વર્ષથી જે લોકો પાર્ટી સાથે જોડાયેલા છે હું તેમના માટે લડવાનું કામ કરીશ. એક દલિત ચહેરો હતો જેને પાર્ટીમાં પદ નહતું મળ્યું. મેં પદ અપાવ્યું હતું. 

- લાલુ રાબડી મોર્ચો બનાવીને અમે 20 બેઠકો પર ઘૂમીશું. ત્યાં જે લોકો અમારા હશે તેમને ભેગા કરીશું. 

- લાલુ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવે કહ્યું કે આરજેડીમાં જે પાર્ટના વર્કર છે, યુવા છે, મહેનતુ છે તેમને ટિકિટ આપવામાં આવે. અમે અમારા લોકો માટે સ્ટેન્ડ લેવાનું કામ કર્યું છે. 

- સુધીન્દ્ર ભદોરિયાએ કહ્યું કે મોદી સરકાર હવે જનતાને ભટકાવી રહી છે, અમને ભરોસો છે કે જનતા મોદી સરકારને જવાબ આપશે. આ ચૂંટણીમાં એક વિચારધારાની લડાઈ છે. 

- ટીઆરએસના નેતા કવિતાએ કહ્યું કે પીએમ મોદીએ દેશનું અપમાન કર્યું છે. કવિતાએ કહ્યું કે અમે પાછળના દરવાજેથી આવતા નથી. 

- સુધીર ભદોરિયાએ કહ્યું કે દેશની જનતા ગઠબંધનને તક આપશે. 2019માં જનતા અમને પૂર્ણ બહુમતથી જીતાડશે. 

- બીએસપી નેતા સુધિન્દ્ર ભદોરિયાએ કહ્યું કે મહાગઠબંધન ફક્ત યુપી સુધી સિમિત નથી. નરેન્દ્ર મોદીને રોકવાની દરેક કોશિશ કરતા રહીશું. 

- કોંગ્રેસની ન્યાય યોજના પર પીયૂષ ગોયલે કહ્યું કે જૂઠ્ઠાણાના આધાર પર કોંગ્રેસના રાજકારણનો પર્દાફાશ થઈ ચૂક્યો છે. કર્ણાટક અને પંજાબમાં સ્પષ્ટ થઈ ગયું છે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોઈ કરજમાફી થઈ નથી. 

#IndiaKaDNA LIVE: 26/11 વખતે કોંગ્રેસ હાથ પર હાથ ધરીને બેસી રહી- પીયૂષ ગોયલ

- રાહુલ ગાંધીને લઈને સવાલ પૂછતા પીયૂષ ગોયલે કહ્યું કે એપ્રિલ ફૂલના ડે પર તમે આવા સવાલ કેમ પૂછો છો. 

- તેમણે કહ્યું કે 26/11 વખતે કોંગ્રેસ હાથ પર હાથ ધરીને બેસી રહી હતી. યુપીએની સરકારમાં નિર્ણય લેવાની ક્ષમતા નહતી. 

- રેલવે અંગે કહ્યું કે પહેલા ટ્રેન લેટ થવાની ફરિયાદ મળતી હતી. અમે સતત તેનું મોનિટરિંગ કર્યું અને હવે લેટ થવાનો રેશિયો ઘટી ગયો છે. 

- ગોયલે કહ્યું કે દેશની બેલેન્સ શીટ દર ક્ષેત્રમાં મોદી સરકારના કાર્યકાળમાં વધી છે. 

ભારતે મોદી સરકારના કાર્યકાળમાં વિદેશી દેવાને પણ ઓછું કરવામાં સફળતા મેળવી છે. 

પીયૂષ ગોયલે કહ્યું કે 5 વર્ષની સરકારે દેશનને નવો DNA આપ્યો છે. 

અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે 2019માં મોદી સરકાર બનશે. 

- દિનેશ લાલ યાદવ નિરહુઆએ કહ્યું કે જે લોકોએ મોદીજી વિરુદ્ધ ગઠબંધન બનાવ્યું છે તેમના સૂર પાકિસ્તાન તરફ જઈ રહ્યાં છે. અમે આવા લોકો સાથે નથી જે આપણા દુશ્મનો સાથે છે. મોદીજી સાથે છીએ. 

- નિરહુઆએ કહ્યું કે તમે કોઈ પણ જાતિનું  સંગઠન બનાવો પરંતુ તમે એ સંગઠનનો ઉપયોગ દેશહિતમાં કરો છો કે દેશ વિરોધમાં તે વિચાર કરવા જેવું છે. 

- માલિની અવસ્થીએ કહ્યું કે હવે પૂર્વાંચલના લોકો વિકાસને મત આપે છે. પૂર્વાંચલની નસ નસમાં રાજકારણ વસેલું છે. 

- અવસ્થીએ કહ્યું કે યુપીએ જાતિથી ઉપર આવીને વિકાસને પ્રાધાન્ય આપ્યું છે. યુપીમાં મહિલાઓનો મતભાર 80 ટકા વધ્યો છે. 

- મનોજ તિવારીએ કહ્યું કે લોકોને અખિલેશ પ્રત્યે નહીં પરંતુ દેશ પ્રત્યે પ્રેમ છે. પૂર્વાંચલના વિકાસ વગર દેશનો વિકાસ થઈ શકે નહીં. 

- તિવારીએ કહ્યું રાજતંત્રને લલકાર, લોકતંત્રના રખવાળા... આ નિરહુઆ રીક્ષાવાળા

#IndiaKaDNA LIVE: લોકો અખિલેશની સાથે નહીં પણ દેશ સાથે છે: મનોજ તિવારી

- મનોજ તિવારીએ કહ્યું કે દિનેશલાલ યાદવનું એ કહેવું કે દેશહિતમાં ફરીથી મોદી સરકાર જોઈએ તે દેશના ઈતિહાસને બગાડનારા પર મોટો તમાચો છે. 

- ભાજપના સાંસદ મનોજ તિવારી વિખ્યાત ગાયિકા માલિની અવસ્થી અને ભાજપમાં સામેલ થયેલા ભોજપુરી ગાયક તથા અભિનેતા દિનેશલાલ યાદવ નિરહુઆ પણ સંવાદમાં સામેલ થયાં. 

- રાજ્યવર્ધન રાઠોડે કહ્યું કે આપણે યુદ્ધ માટે જ્યારે તૈયાર થઈશું ત્યારે શાંતિ થશે. 

- તેમણે કહ્યું કે રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર ગરીબોને 10 ટકા અનામતનો લાભ આપતી નથી. ગરીબીનું સર્ટિફિકેટ અપાઈ રહ્યું નથી. 

- જેમને ડર હોય તે ફક્ત વાતો કરે છે. ડરના કારણે જ જે ક્યારે અલગ અલગ હતાં તેઓ હવે સાથે છે. 

- રાજ્યવર્ધન સિંહ રાઠોડે કહ્યું કે 2014માં લોકોને ફક્ત મોદીજીનું નામ ખબર હતી પરંતુ હવે 2019માં લોકોને તેમનું કામ ખબર છે. આખી દુનિયામાં મોદીજીનો ડંકો વાગે છે. 

- પીએમ મોદીએ પાકિસ્તાનની સૈન્ય શક્તિ જ નહીં, કૂટનીતિને પણ ખરાબ રીતે પછાડી છે. 

- જે લોકોને ભય હોય છે તેઓ અલગ અલગ વાતો ફેલાવે છે. જેથી કરીને મજબુત લોકો સત્તા પર ન આવી શકે. 

- સ્વામીએ કહ્યું કે રોબર્ટ વાડ્રા જલદી પકડાશે. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પણ જલદી જેલમાં જશે. 

#IndiaKaDNA LIVE: લોકો અખિલેશની સાથે નહીં પણ દેશ સાથે છે: મનોજ તિવારી

- સ્વામીએ કહ્યું કે રાહુલ ગાંધીના ઘરમાં એક ચર્ચ છે. રવિવારના દિવસે તેમના ઘરમાં પ્રાયશ્ચિત થાય છે. અન્ય દિવસે તેઓ પૂજા કરવા જાય છે. 

- સ્વામીએ કહ્યું કે રાહુલ ગાંધી એમફિલમાં ફેલ છે. તેમનું નામ રાહુલ વિંચી છે. જે ઈટાલિયન નામ છે. રાહુલ ગાંધી પાસે બે પાસપોર્ટ છે. 
- સ્વામીએ કહ્યું કે પીએમ પોતાને ચોકીદાર કહી રહ્યાં છે તે વાત સાથે હું સહમત નથી. એ મારું કામ નથી.

- સ્વામીએ કહ્યું કે હું ચોકીદાર ન હોઈ શકું, બ્રાહ્મણ હોય છે જ્ઞાની અને ત્યાગી, ગીતામાં લખ્યું છે કે મારું કામ પકડવાનું નથી, મારું કામ સજા આપવાનું છે. 

- સુબ્રમણ્યમ સ્વામીએ  કહ્યું કે અરુણ જેટલીને અર્થશાસ્ત્રની કોઈ જાણકારી નથી. હું શું કરું આવા નાણા મંત્રીનું. આપણા દેશમાં અર્થશાસ્ત્રના જાણકાર કોઈ નાણા મંત્રી હતાં તો તે મનમોહન સિંહ હતાં.
 

#IndiaKaDNA LIVE: રાહુલ અને સોનિયા ગાંધી જલદી જેલમાં જશે: સુબ્રમણ્યમ સ્વામી

- સ્વામીએ કહ્યું કે આર્થિક મામલાઓને લઈને મોદી સરકાર પ્રત્યે લોકોની નારાજગી છે. નોટબંધની કલ્પના તો સારી હતી પરંતુ તૈયારીઓ નહતી. 

- જીએસટી લાગુ થવાથી પેપરવર્ક વધી ગયું. રઘુરામ રાજનને હટાવવા માટે મારે સંઘર્ષ કરવો પડ્યો. 

- કેટલાક નેતાઓ હારવાના ડરથી બે બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે- સ્વામી

- ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે દેશના લોકો મોદીને પસંદ કરે છે, બહુ સરળતાથી લોકો તેમને વધુ એક વખત સત્તા આપશે. જે વિપક્ષમાં છે તે ખબર નથી  ક્યાં છે. તેઓ ભાગી રહ્યાં છે. કોઈને ખબર નથી કે ચૂંટણી ક્યાંથી લડવાની છે. 

- વી કે સિંહે ચીન અને પાકિસ્તાનમાંથી કોને પહોંચી વળવું કપરું છે? તે સવાલના જવાબમાં કહ્યું કે એક દેશ વિકાસ વિકાસશીલ છે અને બીજો કટોરો લઈને ફરી છે. ત્યાં (પાકિસ્તાન) કોણ પાવરમાં છે ખબર નથી? કોણ પડકાર છે તે કહી શકાય નહીં. 

- વી કે સિંહે કહ્યું કે અમે અમારી કૂટનીતિક સફળતા એમાં ગણીએ છીએ કે આપણે બધા સાથે સારા સંબંધ રાખી શકીએ છીએ. 

- વીકે સિંહે ચીનને સાધવાના સવાલ ઉપર કહ્યું કે પીએમ મોદીએ કહ્યું હતું કે આપણે બધા સાથે મિત્રતા કરવાની છે. વિશ્વના તમામ રાષ્ટ્રોમાં ભારત તરફથી કોઈને કોઈ ગયું છે. 

- કેશવ પ્રસાદ મૌર્યે કહ્યું કે પ્રિયંકાનો પ્રભાવ યુપીમાં કેટલો છે તેનું ઉદાહરણ એ જ છે કે રાહુલ ગાંધીએ કેરળથી ચૂંટણી લડવા માટે મજબુર થવું પડ્યું છે. 

#IndiaKaDNA LIVE: 'પ્રિયંકા વાડ્રાના પ્રભાવના કારણે રાહુલજી કેરળ જઈ રહ્યાં છે'-કેશવ મોર્ય

-  અમારી સાથે જનતા છે, અમે સમાજના દરેક વર્ગ માટે કામ કર્યું છે. જેનું પરિણામ ભાજપને મળી રહ્યું છે. 

- કેશવ પ્રસાદ મૌર્યે મહાગઠબંધનના સવાલ પર કહ્યું કે લોકો ઈચ્છે છે કે દેશમાં કોઈ સ્થિર સરકાર ન બને. 

- જનરલ વી કે સિંહે કહ્યું કે સેનાઓ જ્યારે પોતાનું કામ કરે છે ત્યારે પોતાનું કામ પૂરું કરે છે. તેની અંદર ચંચૂપાતની શું જરૂર છે. શું તમને તમારી સેનાઓ પર વિશ્વાસ નથી?

અમિત શાહ જણાવશે યુપી કેવી રીતે કરાશે ફતેહ
ચોકીદારોના સંમેલનમાં ચોકીદાર પીએમ મોદીના સૌથી ભરોસાપાત્ર ચોકીદાર અમિત શાહ આજે જણાવશે કે યુપીમાં 74 પાર અને દેશમાં 300 બેઠકો પાર કરવાનો કોન્ફિડન્સ કેમ છે. ભાજપના ચાણક્યને પૂછીશું કે તેમને કેમ એવું લાગે છે કે મોદી છે તો બધુ શક્ય છે. 

એર સ્ટ્રાઈક પર બોલશે રક્ષા મંત્રી
દેશના પરાક્રમને નવી ઊંચાઈ આપનારા રક્ષા મંત્રી નિર્મલા સીતારમન પણ આજે આ મહાસંવાદમાં હાજર હશે. 'એર સ્ટ્રાઈકના ચોકીદાર'ને અમે પૂછીશું કે શું સેનાના પરાક્રમ પર સવાલ ઉઠાવનારાઓને દેશના વોટર પોતાના મતથી જવાબ આપશે? સવાલ એ પણ હશે કે રાફેલ પર રાહુલ ગાંધીનો પ્રચાર કેટલો અસરકારક છે, અને તેનો તોડ શું હશે?

સ્મૃતિ ઈરાની જણાવશે કે કેવી રીતે તેઓ વંશવાદને આપી રહ્યાં છે પડકાર
2019માં રાષ્ટ્રવાદ અને વંશવાદની પણ જંગ થશે? વંશવાદને ઘરમાં ઘૂસીને પડકારનારા કેન્દ્રીય કપડાં મંત્રી સ્મૃતિ ઈરાની પણ આજે 'ચોકીદારો'ના સૌથી મોટા 'સંમેલન'માં સામેલ થશે. ઈરાની જણાવશે કે રાષ્ટ્રવાદથી વંશવાદને માત આપવાની શું છે રણનીતિ?

રાજ્યવર્ધન સિંહ રાઠોડ રજુ કરશે પોતાની વાત
સોશિયલ મીડિયાના ચોકીદાર, મોદીની સૂચનાઓના ચોકીદાર રાજ્યવર્ધન સિંહ રાઠોડ જણાવશે કે રોજગાર પર વિપક્ષનો વારથી બચીને કેવી રીતે બનશે મોદી સરકાર? રાઠોડ જણાવશે કે અંતરીક્ષમાં સર્જિકલ સ્ટ્રાઈકે કઈ રીતે વિપક્ષની જીતની રાહ મુશ્કેલ કરી?

 ZEE ન્યૂઝના મંચ પર રાજનીતિના આ મહાસંવાદમાં ચર્ચા એ પણ હશે કે પીએમ મોદીના વિકાસના એજન્ડાએ શું દેશમાં અલ્પસંખ્યક તૃષ્ટિકરણની રાજનીતિનો દોર ખતમ કરી નાખ્યો છે? કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી જણાવશે. 

અખિલેશ જણાવશે ભાજપને કેવી રીતે ઘેરશે
ચૂંટણીના મહાભારતમાં ચોકીદારો માટે ચક્રવ્યુહ રચનારા અખિલેશ યાદવ પણ આજે ઝી ન્યૂઝના મહાસંવાદમાં ભાગ લેશે. આ સાથે જ બીએસપીના સુધીન્દ્ર ભદોરિયા પણ. તેમની પાસેથી જાણીશું કે જાતિઓનો જોડ બનાવીને મોદીને માત આપવાના તેમના પ્લાનમાં આખરે કેટલો દમ છે?

ચોકીદારોના આ સૌથી મોટા સંમેલનમાં વાત અયોધ્યાની પણ થશે. એક બાજુ રામ મંદિરની સુનાવણીને ચૂંટણી બાદ ટાળવાની માગણી કરનારા કોંગ્રેસના કપિલ સિબ્બલ હશે તો બીજી બાજુ સુબ્રમણ્યમ સ્વામી.

જુઓ LIVE TV

ઈન્ડિયાના DNA કોન્કલેવમાં ચર્ચા એ વાત ઉપર પણ હશે કે 5 વર્ષમાં દેશની મહિલાઓની જીંદગી કેટલી સારી થઈ. ટ્રિપલ તલાક બિલ, બેટી બચાઓ, બેટી પઢાઓ, અને ઉજ્જવલા યોજનાથી મોદી અડધી વસ્તીના દિલમાં કેટલા ઊંડા ઉતર્યા? ચર્ચા માટે એક બાજુ મંત્રી અનુપ્રિયા પટેલ હશે અને બીજી બાજુ અપર્ણા યાદવ પણ. 

મત તમારો હક છે અને તમારી તાકાત પણ. તો  શું મતદાન પહેલા સાંભળશો નહીં કે તમારા મુદ્દા કયા છે? તમારા દેશના મુદ્દા કયા છે? આજે સવારે 10 કલાકે બિલકુલ તૈયાર રહો... ઈન્ડિયાના DNA ચોકીદારોનું સૌથી મોટું સંમેલન.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news