પાકિસ્તાને SCO બેઠકમાં રજૂ કર્યો કાલ્પનિક નકશો, વિરોધમાં NSA અજીત ડોભાલે છોડી મીટિંગ

Shanghai Cooperation Organization Meeting: શંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ)ના સભ્ય દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠક દરમિયાન પાકિસ્તાને એક નવા જૂઠને પ્રસારિત કરવાનો પ્રયાસ કર્યો. બેઠકમાં પાકિસ્તાને એક કાલ્પનિક નકશો રજૂ કર્યો, ત્યારબાદ ભારતીય પક્ષના એનએસએ અજીત ડોભાલે બેઠક છોડી દીધી હતી. 

પાકિસ્તાને  SCO બેઠકમાં રજૂ કર્યો કાલ્પનિક નકશો, વિરોધમાં NSA અજીત ડોભાલે છોડી મીટિંગ

નવી દિલ્હીઃ પાકિસ્તાન સતત દુનિયાને ભ્રમમાં મુકવાના પ્રયાસમાં લાગેલું છે. મંગળવારે પણ શંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ)ના સભ્ય દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠક દરમિયાન પાકિસ્તાને એક નવા જૂઠને પ્રસારિત કરવાનો પ્રયાસ કર્યો. બેઠકમાં પાકિસ્તાને એક કાલ્પનિક નકશો રજૂ કર્યો, ત્યારબાદ ભારતીય પક્ષના એનએસએ અજીત ડોભાલે બેઠક છોડી દીધી હતી. 

આ મામલાને લઈને ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, બેઠકમાં પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે ઇરાદાપૂર્વક એક કાલ્પનિક નકશો રજૂ કર્યો હતો. આ નક્શાને પાકિસ્તાન સતત પ્રચારિત-પ્રસારિત કરી રહ્યું છે. પાકિસ્તાનની આ હરકત બાદ ભારતે વિરોધ વ્યક્ત કરતા બેઠક છોડી દીધી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યુ કે, આ બેઠકની અધ્યક્ષતા રૂસ કરી રહ્યું હતું. 

Monsoon session: સાંસદોના પગારમાં થશે 30%નો ઘટાડો, લોકસભામાં પાસ થયું બિલ  

પાછલા મહિને પાકિસ્તાને જારી કર્યો હતો કાલ્પનિક નકશો
શ્રીવાસ્તવે કહ્યુ કે, પાકિસ્તાનની હરકત યજમાન રૂસની એડવાઇઝરીની ઘોર ઉપેક્ષા હતી અને બેઠકના માપદંડનો ભંગ કરવામાં આવ્યો હતો. યજમાન રૂસની સાથે વાતચીત કર્યા બાદ, ભારતીય પક્ષે તે સમયે બેઠક છોડતા વિરોધ નોંધાવ્યો હતો. તમને જણાવી દઈએ કે પાકિસ્તાનની ઇમરાન સરકારે પાછલા મહિને એક નવો નકશો જાહેર કરતા લદ્દાખ, સિયાચીન અને ગુજરાતના જૂનાગઢને પાકિસ્તાનનો ભાગ બનાવ્યો હતો. પાકિસ્તાન ત્યારથી આ નક્શાનો પ્રચાર કરી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news