3500 KM દૂર હવામાં ખાક થઈ જશે દુશ્મન, K-4 બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ
આંધ્ર પ્રદેશના કિનારાથી રવિવારે 3500 કિલોમીટરની મારક ક્ષમતા વાળી K-4 બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. સબમરીનથી હુમલો કરનારી મિસાઇલને રક્ષા સંશોધન અને વિકાસ સંગઠને તૈયાર કરી છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતે એટમી હુમલો કરવામાં સક્ષણ બૈલિસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. રવિવારે આંધ્ર પ્રદેશના તટથી 3500 કિલોમીટરની મારક ક્ષમતા વાળી K-4 બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ સબમરીન મિસાઇલને સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)એ તૈયાર કરી છે. આ મિસાઇલને ભારતીય નૌસેનાના સ્વદેશી આઈએનએસ અરિહંત-શ્રેણીના પરમાણુ સંચાલિત સબમરીન પર તૈનાત કરવામાં આવશે.
ઓડિશાના તટ પર ચાંદીપુર રેન્જમાં આ મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ મિસાઇલ જમીનથી હવામાં સટીક નિશાનને ભેદવામાં સક્ષમ છે. QRSAM સિસ્ટમ હેઠળ કોઈ સૈન્ય અભિયાન હેઠળ પણ મિસાઇલ ગતિશીલ રહે છે અને દુશ્મનના વિમાન કે ડ્રોન પર નજર રાખતા તેને તત્કાલ નિશાન બનાવે છે.
Govt sources:India today successfully test-fired 3,500 km strike range nuclear capable submarine-launched K-4 ballistic missile off coast of Andhra Pradesh. The missile under development by DRDO will be equipped on indigenous INS Arihant-class nuclear-powered submarines of Navy. pic.twitter.com/qOcblC269Z
— ANI (@ANI) January 19, 2020
આ રીતે પિનાકા મિસાઇલનું પણ સફળ પરીક્ષણ કરવામાં આવી ચુક્યું છે. અર્ટિલરી મિસાઇલ સિસ્ટમ 'પિનાકા'થી 75 કિલોમીટરના અંતર સુધી ચોક્કસ નિશાન લગાવી શકાય છે. પિનાકા એમકે-1 રોકેટને નેવીગેશન, કંટ્રોલ અને ગાઇડન્સની સાથે લક્ષ્યને ભેગવાની ક્ષમતા વધુ સારી થઈ ગઈ છે. મિસાઇલના નેવીગેશન સિસ્ટમને ઈન્ડિયન રીઝનલ સેટેલાઇટ સિસ્ટમ (IRNSS)ને સપોર્ટ હાસિલ છે જેને NAVIC પણ કહેવામાં આવે છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે