કોરોના વાયરસને કારણે દેશમાં ચોથી વ્યક્તિનું મોત, પંજાબમાં એક વૃદ્ધે ગુમાવ્યો જીવ
ભારતમાં કોરોના વાયરસને કારણે વધુ એક વ્યક્તિનું મોત થતાં અત્યાર સુધી ચાર વ્યક્તિએ જીવ ગુમાવ્યા છે. આ સાથે દેશમાં સંક્રમિતોની સંખ્યા 170ને પાર પહોંચી ગઈ છે.
Trending Photos
નવાંશહરઃ પંજાબમાં કોરોના વાયરસને કારણે પ્રથમ મોતના મામલો સામે આવ્યો છે. થોડા દિવસ પહેલા જર્મનીથી સમીપવર્તી પોતાના ગામ પઠલાવા પરત ફરેલા 70 વર્ષીય વૃદ્ધ વ્યક્તિનું કોરોનાને કારણે મોત થયું છે. ગામ પઠવાલા નિવાસી વ્યક્તિ જર્મનીથી ઇટાલીમાં 2 કલાકના રોકાણ બાદ પોતાના ગામ પઠવાલા પહોંચ્યા હતા.
તેમને અચાનક છાતીમાં દુખાવો તથા પરસેવાને કારણે પરિવારજનોએ સ્થાનિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા, જ્યાં તેમનું મોત થયું છે. તેમના બ્લડના સેમ્પલ લીધા બાદ તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
India reports fourth novel coronavirus death, patient was from Punjab: Union Health Ministry
— Press Trust of India (@PTI_News) March 19, 2020
કોરોનાની શંકા ગોવા પર મૃતકના પરિવારજનોને કોરોનાથી બચાવની જાણકારી આપ્યા બાદ મૃતદેહ અંતિમ સંસ્કાર માટે સોંપી દીધો છે. કોરોનાથી વૃદ્ધનું મોત થયા બાદ ગામ પઠલાવાને સંપૂર્ણ રીતે સીલ કરી દેવામાં આવ્યું છે. તેના કારણે ગામમાં કોઈ અવર-જવર કરી શકશે નહીં.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે